Gujarati Top News : આજે 2 જુલાઇ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
Gujarat : રાજકોટમાં વધુ એક શાળાની મનમાની સામે આવી છે. જેમાં મંજૂરી વગર શાળા સ્થળાંતર કરી નાખવામાં આવી છે તથા રાજકોટના પૂર્વ TPO મનસુખ સાગઠીયાની મુશ્કેલીમાં વધારો થશે. જેમાં મની લોન્ડરિંગ મામલે EDની કાર્યવાહી કરવા નિર્ણય લેવાશે તેમજ ડાકોર યાત્રાધામ ભગવાન ભરોસે છે. જેમાં MGVCLની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી તેમજ ભરુચના નેત્રંગ પંથકમાંથી 935 ઘીના ડબ્બાની ચોરી થઇ છે. જેમાં ચાસવા ડેરીના ગોડાઉનમાંથી ઘીના ડબ્બાની ચોરી કરવામાં આવી તથા જૂનાગઢમાં ભારે વિવાદ બાદ નિર્વાણ લાડુ વિધિ થશે. દિગંબર જૈન સમાજ ગિરનારના પહેલા પગથિયે વિધિ કરશે તથા ગાંધીનગરના CM ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં કેબિનેટની બેઠક યોજાશે જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
રાજકોટમાં વધુ એક શાળાની મનમાની સામે આવી
રાજકોટમાં વધુ એક શાળાની મનમાની સામે આવી છે. જેમાં મંજૂરી વગર શાળા સ્થળાંતર કરી નાખવામાં આવી છે. તેમાં કાલાવડ પર આવેલ SNSD સ્કૂલ મંજૂરી વગર શાળા હરીપર સ્થળાંતર કરી નાખવામાં આવી છે. જેમાં શિક્ષણ વિભાગ દ્વારા શાળા સંચાલકોને નોટિસ આપવામાં આવી છે. જેમાં શાળા સંચાલકો ખુલાસો કરવા હુકમ કર્યો છે. જેમાં સમગ્ર મામલે ગાંધીનગર શિક્ષણ વિભાગને રિપોર્ટ કરવામાં આવશે. શાળા સંચાલકો દ્વારા યોગ્ય જવાબ નહીં મળે તો શાળા બંધ કરવા સુધી કાર્યવાહી કરવામાં આવશે.
રાજકોટના પૂર્વ TPO મનસુખ સાગઠીયાની મુશ્કેલીમાં વધારો થશે
રાજકોટના પૂર્વ TPO મનસુખ સાગઠીયાની મુશ્કેલીમાં વધારો થશે. જેમાં મની લોન્ડરિંગ મામલે EDની કાર્યવાહી કરવા નિર્ણય લેવાશે. તેમાં રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ થયો છે. EDએ RMC પાસે સાગઠીયા સામે કાર્યવાહી માટે મંજૂરી માગી છે. સાગઠીયા સામે અપ્રમાણસર મિલકતને લઈ ACBમાં ફરિયાદ નોંધાઈ છે. મનસુખ સાગઠીયા અને પરિવારના નામે અપ્રમાણસર મિલકત મળી હતી. પરિવારના નામે મિલકત ખરીદી, રોકડ અને સોનાના બિસ્કિટ મળ્યા હતા.
ડાકોર યાત્રાધામ ભગવાન ભરોસે
ડાકોર યાત્રાધામ ભગવાન ભરોસે છે. જેમાં MGVCLની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે. તેમાં એક સપ્તાહથી વારંવાર અંધકાર થઈ રહ્યો છે. તથા વારંવાર રજૂઆતો છતાં કામગીરી કરવામાં આવી રહી નથી. અનેક ઘરો અને યાત્રીઓને ભારે મુશ્કેલી પડી રહી છે.
પ્રિ-મોન્સૂનના નામે MGVCL ડાકોરે ઠાગાઠૈયા કર્યા છે.
ભરુચના નેત્રંગ પંથકમાંથી 935 ઘીના ડબ્બાની ચોરી થઇ
ભરુચના નેત્રંગ પંથકમાંથી 935 ઘીના ડબ્બાની ચોરી થઇ છે. જેમાં ચાસવા ડેરીના ગોડાઉનમાંથી ઘીના ડબ્બાની ચોરી કરવામાં આવી છે. રૂ. 5,61,000ના ઘીના ડબ્બાની ચોરીની પોલીસ ફરિયાદ થઇ છે. ગોડાઉનમાં ઘીના ડબ્બા ઓછા લાગતા સંચાલકોએ તપાસ કરી હતી. ગોડાઉન સંચાલકોએ CCTV ચેક કરતા ચોરીનો ભાંડો ફૂટ્યો હતો. જેમાં પોલીસે CCTVના આધારે અજાણ્યા ઇસમો સામે ફરિયાદ દાખલ કરી છે.
જૂનાગઢમાં ભારે વિવાદ બાદ નિર્વાણ લાડુ વિધિ થશે
જૂનાગઢમાં ભારે વિવાદ બાદ નિર્વાણ લાડુ વિધિ થશે. દિગંબર જૈન સમાજ ગિરનારના પહેલા પગથિયે વિધિ કરશે. સીડીના પહેલા પગથિયે વિધિ કરવા રાજ્ય સરકારનો આદેશ છે. રાજ્ય સરકારના આદેશનું પાલન દીગંબર જૈન સમાજ કરશે. દર વર્ષે 2 જુલાઈના રોજ દીગંબર જૈન સમાજ આ વિધિ કરે છે. દત્ત ટૂંકને નેમીનાથ ભગવાનનું નિર્વાણ સ્થાન જૈન સમાજ માને છે. તેમાં સનાતન ધર્મ દ્વારા આ વિધિનો વિરોધ કરવામાં આવ્યો હતો. હાલ આ મેટર કોર્ટમાં પેન્ડિંગ છે. જેમાં ગિરનાર પર્વત પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. DySP કક્ષાના અધિકારીઓ બંદોબસ્તમાં તૈનાત છે.
ગાંધીનગરના CM ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં કેબિનેટની બેઠક યોજાશે
ગાંધીનગરના CM ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં કેબિનેટની બેઠક યોજાશે. રાજ્યમાં વરસાદની સ્થિતિને લઈને કેબિનેટની બેઠકમાં સમીક્ષા થશે. જેમાં રાહત, બચાવ, જળાશયોની સ્થિતિ સહિતના મુદ્દા પર ચર્ચા થશે. તથા કૃષિ વિભાગ દ્વારા વાવેતર સહિતની બાબતો રજુ કરાશે. શાળા પ્રવેશોત્સવને સંદર્ભે કેબિનેટની બેઠકમાં વિગતો રજુ કરાશે. તથા સરકારના આગામી આયોજનો, નીતિગત વિષયો પર ચર્ચા થશે.


