Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarati Top News : આજે 22 જુલાઇ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

રાજ્યમાં 7 દિવસ ભારે વરસાદની સંભાવના છે જેમાં 27 જુલાઈ સુધી સાર્વત્રિક ભારે વરસાદની આગાહી
gujarati top news   આજે 22 જુલાઇ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement
  • આજે 22 જુલાઇ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : રાજ્યમાં 7 દિવસ ભારે વરસાદની સંભાવના છે. જેમાં 27 જુલાઈ સુધી સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરવામાં આવી તથા અમદાવાદ શહેરમાં રિક્ષાના પૈડા થંભી જશે. જેમાં રિક્ષાચાલક એસોસિયેશને બંધનું એલાન આપ્યું તેમજ જૂનાગઢના ભેંસાણ તાલુકામાંથી લાંચિયો તલાટી ઝડપાયો છે. પરબ વાવડીનો તલાટી જયદીપ ચાવડા લાંચ લેતા ઝડપાયો તથા GCMMFના ચેરમેન પદ માટે ચૂંટણી થશે. 18 જેટલા દૂધ સંઘોના ચેરમેન મતદાન કરશે તેમજ આપના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીનનો ફેંસલો થશે તથા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ પદગ્રહણ કરશે જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...

રાજ્યમાં 7 દિવસ ભારે વરસાદની સંભાવના

રાજ્યમાં 7 દિવસ ભારે વરસાદની સંભાવના છે. જેમાં 27 જુલાઈ સુધી સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં 26 અને 27 જુલાઈએ રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી પણ છે. મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની સંભાવના છે. જેમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. તથા સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ખેડા, દાહોદમાં ભારે વરસાદની આગાહી સાથે મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. તેમજ વલસાડ, નવસારી, તાપી, અમરેલી, બોટાદમાં ભારે વરસાદની આગાહીથી ખેડૂતોમાં ચિંતા વધી છે.

Advertisement

અમદાવાદ શહેરમાં રિક્ષાના પૈડા થંભી જશે

અમદાવાદ શહેરમાં રિક્ષાના પૈડા થંભી જશે. જેમાં રિક્ષાચાલક એસોસિયેશને બંધનું એલાન આપ્યું છે. તેથી અમદાવાદના 2 લાખ રિક્ષાચાલકો બંધમાં જોડાશે. પડતર માગણીઓને લઈને અમદાવાદ પોલીસ કમિશનરને રજુઆત કરશે. ટ્રાફિક નિયમોના કડક અમલ માટે પોલીસે 20 જુલાઈ, 2025ના રોજ સવારે 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા દરમિયાન ઓટો રિક્ષા ડ્રાઇવનું આયોજન કર્યું હતું. આ અભિયાન અંતર્ગત પોલીસે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા રિક્ષા ચાલકો સામે સઘન કાર્યવાહી કરી હતી. આ ડ્રાઇવ દરમિયાન 1716 કેસ નોંધવામાં આવ્યા હતા.

Advertisement

જૂનાગઢના ભેંસાણ તાલુકામાંથી લાંચિયો તલાટી ઝડપાયો

જૂનાગઢના ભેંસાણ તાલુકામાંથી લાંચિયો તલાટી ઝડપાયો છે. પરબ વાવડીનો તલાટી જયદીપ ચાવડા લાંચ લેતા ઝડપાયો છે. સરકાર તરફથી આર્થિક સહાય મેળવવાના દાખલા માટે લાંચ માગી હતી. રૂ.1500ની લાંચની રકમ તલાટીએ ડિજિટલ પેમેન્ટના રૂપમાં સ્વીકારી હતી. તેથી રાજકોટ ACBએ કાર્યવાહી હાથ ધરી છે.

GCMMFના ચેરમેન પદ માટે ચૂંટણી થશે

GCMMFના ચેરમેન પદ માટે ચૂંટણી થશે. 18 જેટલા દૂધ સંઘોના ચેરમેન મતદાન કરશે. જેમાં GCMMFનું 80 હજાર કરોડનું વાર્ષિક ટર્નઓવર છે. સાબર ડેરીના શામળ પટેલ GCMMFના ચેરમેન છે. સરહદ ડેરીના વાલમજી હુંબલ વાઈસ ચેરમેન છે. જેમાં અમૂલ નિયામક મંડળની ચૂંટણી પહેલા GCMMFના ચેરમેનની ચૂંટણી છે. ખેડા જિલ્લા સંઘ પાસે GCMMFનું સુકાન આવવું મુશ્કેલ છે.

આપના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીનનો ફેંસલો થશે

આપના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીનનો ફેંસલો થશે. ગુજરાત હાઈકોર્ટમાં ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી થશે. જેમાં ડેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખે ફરિયાદ નોંધાવી છે. ચૈતર વસાવા પર માર મારવાનો, અપશબ્દો બોલવાનો આરોપ છે. અગાઉ નર્મદા જિલ્લા ડિસ્ટ્રિક્ટ કોર્ટે જામીન અરજી ફગાવી હતી.

કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ પદગ્રહણ કરશે

કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ પદગ્રહણ કરશે. અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસનું સુકાન સંભાળશે. પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક હાજર રહેશે. તથા ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે. અમિત ચાવડા બીજી વખત કોંગ્રેસનું સુકાન સંભાળશે.

Tags :
Advertisement

.

×