Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarati Top News : આજે 27 જુલાઇ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે રાજકોટની મુલાકાતે છે. જેમાં સરદારધામ દ્વારા આયોજિત કાર્યક્રમ હાજરી આપશે
gujarati top news   આજે 27 જુલાઇ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

આજે 27 જુલાઇ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે રાજકોટની મુલાકાતે છે. જેમાં સરદારધામ દ્વારા આયોજિત કાર્યક્રમ હાજરી આપશે તથા ભાવનગરમાં પાટીદાર સમાજની બેઠક મળશે. જેમાં જૂનાગઢ પછી પાટીદાર સમાજની બેઠક ભાવનગરમાં યોજાશે તેમજ જૂનાગઢ એલસીબીને મોટી સફળતા મળી છે. જેમાં ગુજસીટોકના ફરાર આરોપી ધીરેન કારિયાની તપાસ થઇ તથા અરવલ્લી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ થઇ છે. જેમાં મોડાસા શહેરમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...

Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે રાજકોટની મુલાકાતે

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે રાજકોટની મુલાકાતે છે. જેમાં સરદારધામ દ્વારા આયોજિત કાર્યક્રમ હાજરી આપશે. સરદારધામ દ્વારા ભૂમિ વંદના કાર્યક્રમનું આયોજન કરાયુ છે. જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા પણ ઉપસ્થિત રહેશે.

Advertisement

ભાવનગરમાં પાટીદાર સમાજની બેઠક મળશે

ભાવનગરમાં પાટીદાર સમાજની બેઠક મળશે. જેમાં જૂનાગઢ પછી પાટીદાર સમાજની બેઠક ભાવનગરમાં યોજાશે. તેમાં ભાવનગરમાં આજે સાંજે બેઠક મળશે. તેમજ દિનેશ બાંભણીયા, અલ્પેશ કથીરિયા, મનોજ પનારા, વરુણ પટેલ, પૂર્વીન પટેલ સહીત વક્તા હાજર રહેશે. જેમાં લગ્નનોંધણીમાં માતાપિતાની ફરજીયાત સહી સહીત મુદ્દાઓનું મંથન થશે.

જૂનાગઢ એલસીબીને મોટી સફળતા મળી

જૂનાગઢ એલસીબીને મોટી સફળતા મળી છે. જેમાં ગુજસીટોકના ફરાર આરોપી ધીરેન કારિયાની તપાસ થઇ છે. તેમજ તપાસ દરમિયાન ડમી સીમ કાર્ડની લિંક મળી છે. તેની પત્ની નિશા અને પુત્ર પરમ દ્વારા 6 સીમ કાર્ડ મંગાવાયેલ હતા. ત્રણ સીમ કાર્ડ કબજે લઈ પોલીસે આગળની તપાસ શરૂ કરેલ છે. તપાસ દરમિયાન પગેરું પાટણના રાધનપુર ખાતે પહોંચ્યું છે. રાધનપુરના ભરત પરમાર પાસેથી મેળવેલ હોવાની હકીકત મળી છે. રાધનપુર ખાતે તપાસ કરતા વધુ એક હજાર એક્ટિવેટેડ સીમ મળ્યા છે. પોલીસે 6 વિરુધ્ધ ગુનો દાખલ કર્યો છે. જેમાં ધીરેન કારિયાના પુત્ર પરમ અને ભરત પરમારન ધરપકડ કરવામાં આવી છે.

અરવલ્લી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ થઇ છે

અરવલ્લી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ થઇ છે. જેમાં મોડાસા શહેરમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે. શહેરની ગરીબ નવાજ, સમ્મેં હિદાયત, જિલાની પાર્ક, અમન પાર્ક સોસાયટીમાં પાણી ઘૂસ્યા છે. તેમજ ધનસુરા અને બાયડમાં 4 ઇંચ વરસાદ આવ્યો છે. તેમજ માલપુરમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે.

Tags :
Advertisement

.

×