Gujarati Top News : આજે 6 જુલાઇ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 6 જુલાઇ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : જૂનાગઢના ભેંસાણમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં સફાઈકર્મીને ગટરમાં ઉતાર્યાનો વીડિયો વાયરલ થયો તથા સુરતમાં ખેડૂત સમાજની મોટી બેઠક મળશે. જેમાં ઓલપાડના કીમ ગામે બેઠક મળશે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. જેમાં આણંદમાં અમૂલના સ્થાપના દિવસના સમારોહમાં હાજર રહેશે તેમજ વલસાડ ST વિભાગની ગંભીર બેદરકારીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં વલસાડથી ધરમપુર જતી ST બસની હેડલાઈટ ચાલુ ના હોવાનો વીડિયો છે તથા અમદાવાદના બગોદરા હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત થયો જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
જૂનાગઢના ભેંસાણમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી
જૂનાગઢના ભેંસાણમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં સફાઈકર્મીને ગટરમાં ઉતાર્યાનો વીડિયો વાયરલ થયો છે. તેમાં સુરક્ષાના સાધનો વિના જ સફાઈકર્મીને ગટરમાં ઉતાર્યો છે. ભેંસાણના તલાટી અને વહીવટદાર પર મોટો આરોપ છે. બંનેએ સફાઈકર્મીને દબાણ કર્યું હોવાનો આરોપ છે. તથા પગાર કાપી લેવાની અને છુટા કરી દેવાની ધમકી આપ્યાનો આરોપ છે. જીગ્નેશ મેવાણીએ X પર કરી પોસ્ટ, લખ્યું, ખૂબ શરમજનક. તથા કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ FIR નોંધવા માગ કરી છે.
સુરતમાં ખેડૂત સમાજની મોટી બેઠક મળશે
સુરતમાં ખેડૂત સમાજની મોટી બેઠક મળશે. જેમાં ઓલપાડના કીમ ગામે બેઠક મળશે. ટ્રાન્સમિશન લાઈનને લઈને આપેલી નોટિસને લઈ બેઠક યોજાશે. જેમાં આગામી વિરોધ પ્રદર્શનને લઈ રણનીતિ ઘડાશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. જેમાં આણંદમાં અમૂલના સ્થાપના દિવસના સમારોહમાં હાજર રહેશે. તથા ભારતીય રાષ્ટ્રીય સરકારી ડેરી મહાસંઘના કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. તેમજ IDMC દ્વારા સ્થાપિત રેડી ટુ યુઝ કલ્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. તથા રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડના નવીન કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડના અધિકારી ગણ સાથે કરશે સંવાદ
વલસાડ ST વિભાગની ગંભીર બેદરકારીનો વીડિયો વાયરલ
વલસાડ ST વિભાગની ગંભીર બેદરકારીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં વલસાડથી ધરમપુર જતી ST બસની હેડલાઈટ ચાલુ ના હોવાનો વીડિયો છે. બસમાં પ્રવાસીઓએ હેડલાઈટ વગર જ 30 કિ.મી સુધીની મુસાફરી કરી છે. મુસાફરોએ બસમાં બેસી વીડિયો વાયરલ કર્યો છે. જેમાં મુસાફરોએ જીવના જોખમે મુસાફરી કરી!
અમદાવાદના બગોદરા હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત
અમદાવાદના બગોદરા હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત થયો છે. જેમાં રોહિકા ગામ પાસે સામ સામે બે ટ્રક ટકરાયા છે. તેમાં એક વ્યક્તિને ગંભીર ઈજા, એક વ્યક્તિ ઘાયલ થયો છે. રોંગ સાઈડ ટ્રક આવી જતા અકસ્માત સર્જાયો છે. જેમાં ફસાયેલા ટ્રક ચાલકને બહાર કાઢવા પ્રયાસ કરાયો છે. તેમજ રોડ પર ટ્રાફિક જામ સર્જાયો જેમાં એક સાઈડનો માર્ગ બંધ કરાયો છે.


