Gujarati Top News : આજે 29 જૂન 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
- આજે 29 જૂન 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : રાજકોટ-ભાવનગર હાઇવે પર આવેલા સરધાર આજે બંધ છે. જેમાં અસામાજિક તત્વોની દાદાગીરીને લઈને બંધ પાડવામાં આવશે તથા રાજ્યમાં આગામી 5 દિવસ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી તેમજ જૂનાગઢમાં શોભાવડલા ગામે દીપડાએ વૃદ્ધા પર હુમલો કર્યો છે. વિસાવદરના નવનિયુક્ત MLAએ વનવિભાગને રજૂઆત કરી તથા કચ્છના આદિપુરથી અંજાર તરફ જતાં રોડ પર દુષ્કર્મની ઘટના બની છે. દુષ્કર્મના બનાવમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી તથા સાવલી GEBમાં ફરજ બજાવતા વીજ કર્મચારી પર જીવલેણ હુમલો કરાયો છે જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
રાજકોટ-ભાવનગર હાઇવે પર આવેલા સરધાર આજે બંધ
રાજકોટ-ભાવનગર હાઇવે પર આવેલા સરધાર આજે બંધ છે. જેમાં અસામાજિક તત્વોની દાદાગીરીને લઈને બંધ પાડવામાં આવશે. ટાયરના વેપારી મયુર વસોયા પર હુમલો કરવામાં આવ્યો હતો. આટકોટના સિકંદર અને તેના પુત્ર દ્વારા હુમલો કરાયો હતો. હુમલાની સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે. પોલીસે હજુ સુધી આરોપીની ધરપકડ ન કરતા બંધનું એલાન આપવામાં આવ્યું છે. સરધાર ગ્રામ પંચાયત દ્વારા પણ પત્ર જાહેર કરવામાં આવ્યો છે. ગ્રામ પંચાયત ખાતે મોટી સંખ્યામાં લોકો અને વેપારીઓ ભેગા થશે.
રાજ્યમાં આગામી 5 દિવસ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી
રાજ્યમાં આગામી 5 દિવસ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી છે. કચ્છ, દ્વારકા, જૂનાગઢ, પોરબંદરમાં અતિભારે વરસાદની આગાહી છે. તથા જામનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદનું યલો એલર્ટ તથા ભાવનગર, આણંદ, ભરૂચ, નવસારી, દમણમાં પણ વરસાદનું યલો એલર્ટ છે. લો પ્રેશર સિસ્ટમ અને અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઇ છે.
જૂનાગઢમાં શોભાવડલા ગામે દીપડાએ વૃદ્ધા પર હુમલો કર્યો
જૂનાગઢમાં શોભાવડલા ગામે દીપડાએ વૃદ્ધા પર હુમલો કર્યો છે. વિસાવદરના નવનિયુક્ત MLAએ વનવિભાગને રજૂઆત કરી છે. જેમાં વન વિભાગ સમક્ષ દીપડાના માનવ હુમલા અંગે રજૂઆત કરી છે. દીપડાને 20-25 દિવસો સુધી ન પકડવા મુદ્દે ખુલાસો માંગ્યો છે. તથા સ્થાનિકોની હાજરીમાં વન કર્મચારીઓને રજૂઆત કરી છે.
કચ્છના આદિપુરથી અંજાર તરફ જતાં રોડ પર દુષ્કર્મની ઘટના બની
કચ્છના આદિપુરથી અંજાર તરફ જતાં રોડ પર દુષ્કર્મની ઘટના બની છે. દુષ્કર્મના બનાવમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં રસ્તામાં બે અજાણ્યા ઇસમોએ આંતરીને ધમકી આપી હતી. તેમાં પીડિતાએ પરિવારજનોને જાણ કરતાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.
સાવલી GEBમાં ફરજ બજાવતા વીજ કર્મચારી પર જીવલેણ હુમલો કરાયો
સાવલી GEBમાં ફરજ બજાવતા વીજ કર્મચારી પર જીવલેણ હુમલો કરાયો છે. જેમાં લાઈન મેન તરીકે ફરજ બજાવતા એસ.એન. પરમાર પર હુમલો કરાયો છે. પરથમપુરા ગામે પંચાયતનો વાયર બદલવા જતા હુમલો થયો હતો. વિજય પરમાર નામના યુવાને હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. કેમ તું મોડો આવ્યો કહીને પાવડો મારી હુમલો કર્યો હતો. તેમાં GEBના કર્મચારીએ સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


