Gujarati Top News : આજે 27 ઓક્ટોબર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 27 ઓક્ટોબર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ છે. જેમાં હવામાન વિભાગે અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદની આગાહી કરી છે તથા સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં રાજકોટ શહેર સહિત જિલ્લામાં વરસાદી વાતાવરણ છે તેમજ કમોસમી વરસાદમાં ભાવનગરનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે ડેમ ઓવરફ્લો થયો તથા રાજ્યમાં 129 તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ ભાવનગરના મહુવામાં 6 ઈંચ વરસાદ વરસ્યો છે. તાપીના સોનગઢમાં 4 ઈંચ, ઉમરપાડામાં 3 ઈંચ વરસાદ આવ્યો જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ
અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ છે. જેમાં હવામાન વિભાગે અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદની આગાહી કરી છે. જેમાં અમદાવાદ શહેરમાં રાત્રે 3 વાગ્યાથી સતત ધીમીધારે વરસાદ શરૂ થયો છે. તથા શહેરના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો છે.
સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટના વાતાવરણમાં પલટો આવ્યો
સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં રાજકોટ શહેર સહિત જિલ્લામાં વરસાદી વાતાવરણ છે. વરસાદી વાતાવરણ વચ્ચે રાજકોટમાં ઝરમર વરસાદ શરૂ થયો છે. વરસાદને કારણે રાજકોટ બેડી યાર્ડે મોટો નિણર્ય કર્યો છે. તેમાં જણસ નુકશાન ના થાય તે માટે ટોકન સિસ્ટમ લાગુ કરાઇ છે. તેમાં ખેડૂતોને ટોકન આપવામાં આવ્યા છે. જેમાં ખેડૂતો વારો આવશે એટલે યાર્ડ દ્વારા તેની જણસ લાવવા માટે જાણ કરવામાં આવશે.
કમોસમી વરસાદમાં ભાવનગરનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો
કમોસમી વરસાદમાં ભાવનગરનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે ડેમ ઓવરફ્લો થયો છે. શેત્રુંજી ડેમના 20 દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. 1800 ક્યુસેક પાણીની આવક અને જાવક જોવા મળી છે.
રાજ્યમાં 129 તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો
રાજ્યમાં 129 તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ ભાવનગરના મહુવામાં 6 ઈંચ વરસાદ વરસ્યો છે. તાપીના સોનગઢમાં 4 ઈંચ, ઉમરપાડામાં 3 ઈંચ વરસાદ તથા ઉના, જાફરાબાદ, સુત્રાપાડા, ડેડિયાપાડામાં 3 ઈંચ અને રાજુલા અને ભાવનગરમાં પણ 3 ઈંચ વરસાદ વરસ્યો છે. તથા સાગબારા, કોડિનાર, પાલિતાણા, જલાલપોરમાં 2 ઈંચ તથા સુબિર, તિલકવાડા, ગરુડેશ્વર, નાંદોદમાં પણ 2 ઈંચ છે. ડાંગ-આહવા, તળાજા, સુરતમાં 1-1 ઈંચ વરસાદ ખાબક્યો છે.
આ પણ વાંચો: Rashifal 27 October 2025: ઉભયચારી યોગથી આ રાશિઓને થશે મોટો લાભ


