Gujarati Top News : આજે 6 ઓક્ટોબર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 6 ઓક્ટોબર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : ગીર સોમનાથના વેરાવળના ખારવાવાડ વિસ્તારમાં મકાન પડતા 3ના મોત થયા તેમજ અરવલ્લીમાં મેઘરજ અને માલપુરમાં ધોધમાર વરસાદ આવ્યો છે. વહેલી સવારે મેઘરજ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો તથા રાજકોટના ગાંધીગ્રામમાં આરોપી સાથે દુર્વ્યવહારના મુદ્દે પોલીસ કમિશનર દ્વારા સમગ્ર કેસમાં કાર્યાવાહી કરાઈ તેમજ ગુજરાત ST વિભાગને નવીન 201 બસો મળશે. જેમાં વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા ફ્લેગઓફ કરાશે અને વડોદરાના પાદરાની ઢાઢર નદીમાં ચાર લોકો ડૂબ્યા છે. મૂળ કોટના ગામનો પરિવાર કોઝવે પસાર કરતા ડૂબ્યો જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
ગીર સોમનાથના વેરાવળના ખારવાવાડ વિસ્તારમાં મકાન પડતા 3ના મોત થયા
ગીર સોમનાથના વેરાવળના ખારવાવાડ વિસ્તારમાં મકાન પડતા 3ના મોત થયા છે. 80 વર્ષ જૂનુ મકાન ધરાશાયી થતા 3ના મોત નીપજ્યા છે. મોડી રાતે 3 માળનું મકાન ધરાશાયી થતા કરૂણાંતિકા સર્જાઇ છે. માતા-પુત્રી સાથે બાઈકચાલકનું પણ મોત થયુ છે. તેમજ સ્થાનિક પ્રશાસને 2 લોકોને ઘટનાસ્થળેથી બચાવ્યા છે.
અરવલ્લીમાં મેઘરજ અને માલપુરમાં ધોધમાર વરસાદ આવ્યો
અરવલ્લીમાં મેઘરજ અને માલપુરમાં ધોધમાર વરસાદ આવ્યો છે. વહેલી સવારે મેઘરજ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. લાંબા વિરામ બાદ મેઘરજ પંથકમાં વરસાદી ઝાપટાંથી ઠંડક પ્રસરી છે. માલપુરના માર્ગો પર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા છે.
તેમજ ખેડૂતોમાં કભી ખુશી કભી ગમ જેવી સ્થિતિ જોવા મળી છે. વરસાદ વરસતા પાક માટે આશિર્વાદ સાથે ચિંતા વ્યાપી ગઇ છે.
આરોપી સાથે દુર્વ્યવહારના મુદ્દે પોલીસ કમિશનર દ્વારા સમગ્ર કેસમાં કાર્યાવાહી કરાઈ
રાજકોટના ગાંધીગ્રામમાં આરોપી સાથે દુર્વ્યવહારના મુદ્દે પોલીસ કમિશનર દ્વારા સમગ્ર કેસમાં કાર્યાવાહી કરાઈ છે. પ્રાથમિક રિપોર્ટના આધારે બે કોન્સટેબલની બદલી કરાઇ છે. પ્રદિપ ડાંગરની હેડ ક્વાર્ટરમાં બદલી કરવામાં આવી છે. તથા સહદેવસિંહ જાડેજાની ટ્રાફિક શાખામાં બદલી કરાઇ છે. અંતિમ રિપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી થાય તેવી શક્યતા છે.
ગુજરાત ST વિભાગને નવીન 201 બસો મળશે
ગુજરાત ST વિભાગને નવીન 201 બસો મળશે. જેમાં વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા ફ્લેગઓફ કરાશે. તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાર્યકર્મમાં હાજર રહેશે.
વડોદરાના પાદરાની ઢાઢર નદીમાં ચાર લોકો ડૂબ્યા
વડોદરાના પાદરાની ઢાઢર નદીમાં ચાર લોકો ડૂબ્યા છે. મૂળ કોટના ગામનો પરિવાર કોઝવે પસાર કરતા ડૂબ્યો છે. પરિવારના કુલ ચાર લોકો પેકી બે લોકોને સ્થાનિકોએ બચાવ્યા છે. પરિવારના બે બાળકો પાણીના પ્રવાહમાં લાપતા થયા છે.
આ પણ વાંચો: Horoscope 6 October 2025: આજે આ રાશિઓ માટે લાભદાયી યોગ બન્યો છે, જાણો તમારું રાશિફળ


