Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gyanvapi Masjid : જ્ઞાનવાપી મસ્જિદનું ભોંયરૂ ખૂલતાં જ ASI ની ટીમ ચોંકી, કર્યું video Shooting

આજે જ્ઞાનવાપી સર્વેનો ત્રીજો દિવસ છે, જેની કામગીરી સવારે 9 વાગ્યાથી શરૂ થયું છે. અગાઉ શનિવારે વજુખાના સ્થળ એટલે કે જ્યાં વિવાદ છે તે જગ્યા સિવાય સમગ્ર જ્ઞાનવાપી કેમ્પસનો સર્વે કરવામાં આવ્યો હતો. ચિહ્નોની તપાસ કરવામાં આવી હતી અને વિડિયોગ્રાફીથી...
gyanvapi masjid   જ્ઞાનવાપી મસ્જિદનું ભોંયરૂ ખૂલતાં જ asi ની ટીમ ચોંકી  કર્યું video shooting
Advertisement

આજે જ્ઞાનવાપી સર્વેનો ત્રીજો દિવસ છે, જેની કામગીરી સવારે 9 વાગ્યાથી શરૂ થયું છે. અગાઉ શનિવારે વજુખાના સ્થળ એટલે કે જ્યાં વિવાદ છે તે જગ્યા સિવાય સમગ્ર જ્ઞાનવાપી કેમ્પસનો સર્વે કરવામાં આવ્યો હતો. ચિહ્નોની તપાસ કરવામાં આવી હતી અને વિડિયોગ્રાફીથી લઈને ફોટોગ્રાફી સુધીની તમામ બાબતો કરવામાં આવી હતી. આ સાથે પરિસરમાં હાજર ત્રણ ભોંયરાઓમાંથી એક ભોંયરાના તાળા ખોલવામાં આવ્યા હતા.

જણાવી દઈએ કે, ઉચ્ચ સુરક્ષા વચ્ચે જ્ઞાનવાપી કેમ્પસનો ASI સર્વે કરવામાં આવી રહ્યો છે. ASI ની ટીમે બે દિવસથી સર્વે હાથ ધર્યો છે. જ્ઞાનવાપી મસ્જિદ હેઠળ ભોંયરું ખોલવામાં આવ્યું ત્યારે ASI સર્વેક્ષણ દરમિયાન બીજા દિવસે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સામે આવ્યું. મુસ્લિમ પક્ષે ASI ને ભોંયરુંની ચાવી સોંપી, ત્યારબાદ ભોંયરું ખોલવામાં આવ્યું. સૂત્રોના જણાવ્યા અનુસાર ભોંયરાના દરવાજાને ખોલવામાં આવ્યો ત્યારે ભોંયરાના દરવાજાથી 2 ફૂટ દૂર 3 ફૂટની ઊંચાઈએ ફૂલનો આકાર જોવા મળ્યો હતો. અહીં 5-6 ફૂલોનો આકાર બતાવવામાં આવ્યો છે, જેની ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરવામાં આવી છે.

Advertisement

Advertisement

જ્ઞાનવાપીના ભોંયરામાં શું મળ્યું?

જાણો ASI ની ટીમે ભોંયરામાં 8-8 ફૂટ ઊંચાઈના 4 પિલરનો સર્વે કર્યો છે. સ્તંભોના સર્વેક્ષણ દરમિયાન તેના પર ઘંટડી, કલશ, ફૂલનો આકાર જોવા મળ્યો છે. એક રસપ્રદ માહિતી એ પણ છે કે ભોંયરામાં પ્રાચીન હિન્દી ભાષામાં કંઈક લખેલું જોવા મળે છે. ASI ની ટીમે આ હેન્ડરાઈટિંગની વિશેષ તપાસ શરૂ કરી છે.

બીજા દિવસે જ્ઞાનવાપીમાં સર્વે ક્યાં થયો?

નોંધપાત્ર રીતે, જ્ઞાનવાપીમાં મસ્જિદનો તે ભાગ જ્યાં ગયા વર્ષે કથિત શિવલિંગ મળી આવ્યું હતું તે સીલ કરવામાં આવ્યું છે. ASI ને ત્યાં સર્વે કરવાની પરવાનગી મળી નથી. વુજુખાનાના ભાગ સિવાય સમગ્ર મસ્જિદના દરેક ભાગનો સર્વે કરવામાં આવી રહ્યો છે. આવો તમને જણાવીએ કે બીજા દિવસે ક્યાં સર્વે કરવામાં આવ્યો હતો. ASIએ જ્ઞાનવાપી મસ્જિદના મુખ્ય ગુંબજની અંદરનો પણ સર્વે કર્યો. જે મસ્જિદમાં નમાઝ અદા કરવામાં આવે છે ત્યાં પણ સર્વે કરવામાં આવ્યો હતો. મસ્જિદની પશ્ચિમ બાજુની દિવાલનો પણ સર્વે કરવામાં આવ્યો હતો. જ્ઞાનવાપીનું ભોંયરું ખોલીને સર્વે કર્યો. આ સિવાય ASI એ મસ્જિદની ઘણી દિવાલોનો પણ સર્વે કર્યો હતો. ત્યાં વીડિયો બનાવ્યો અને ફોટોગ્રાફી પણ કરી.

ASIએ મળી આવેલી વસ્તુઓની યાદી તૈયાર કરી

સર્વેના બીજા દિવસે શનિવારે મુસ્લિમ પક્ષે પણ સર્વેમાં ભાગ લીધો હતો. વ્યવસ્થા સમિતિ વતી મુસ્લિમ પક્ષના વકીલ મુમતાઝ અહેમદે કહ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર માટીના નમૂના અને પથ્થરના ટુકડા લેવાની મંજૂરી નથી. આથી અત્યાર સુધી કરાયેલા સર્વેમાં ASI એ ત્યાંથી મળેલી વસ્તુઓની યાદી તૈયાર કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે સર્વે માટે જ્ઞાનવાપી કેમ્પસને ચાર બ્લોકમાં વહેંચવામાં આવ્યો છે અને ચારે બાજુ કેમેરા લગાવીને વીડિયોગ્રાફી કરવામાં આવી રહી છે. જ્ઞાનવાપીમાં મસ્જિદની નીચે માત્ર એક જ ભોંયરું નથી. તેના બદલે, કુલ 3 ભોંયરાઓ છે જેમાંથી હવે માત્ર 1 ભોંયરું ખુલ્લું છે. બાકીના 2 ખોલવાના બાકી છે. હિંદુ પક્ષ દાવો કરી રહ્યું છે કે આ ભોંયરાઓ ખોલતાની સાથે જ જ્ઞાનવાપી સત્યની નજીક પહોંચી જશે.

આ પણ વાંચો : Chandrayaan-3 Update : ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચતાની સાથે જ ચંદ્રયાને મોકલ્યો આ સંદેશ, જાણો વૈજ્ઞાનિકોએ શું કહ્યું…

Tags :
Advertisement

.

×