અલ્લાહુ અકબરના નારા વચ્ચે હમાસે જાહેરમાં આઠ લોકોને માથામાં મારી ગોળી
- Hamas Terror: હમાસે આઠ લોકોને જાહેરમાં મારી ગોળી
- આઠ લોકોને ગોળી મારવાનો વીડિયો કર્યો જાહેર
- આઠ લોકોને જાહેરમાં ગોળી મારીને ફાંસી આપી
ગાઝા પટ્ટી પર ફરી નિયંત્રણ મજબૂત કરવાના ક્રૂર પ્રયાસમાં, હમાસના લડવૈયાઓએ (Hamas Terror) આઠ લોકોને જાહેરમાં ગોળી મારીને ફાંસી આપી દીધી છે. સોશિયલ મીડિયા પર આ ક્રૂર કૃત્યનો વીડિયો સામે આવ્યો છે, જેણે તાજેતરમાં થયેલા આંતરરાષ્ટ્રીય શાંતિ પ્રસ્તાવ અને યુદ્ધવિરામની શરતો પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.
Hamas Terror: હમાસે આઠ લોકોને જાહેરમાં મારી ગોળી
હમાસે જાહેર કરેલા વીડિયોના ભયાવહ દ્રશ્યો સામે આવ્યા છે. આઠ પીડિતોને રસ્તા પર ઘૂંટણિયે પડવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. તેમના હાથ બાંધેલા હતા અને આંખો પર પટ્ટી બાંધેલી હતી.લીલા રંગના સ્કાર્ફ પહેરેલા હમાસના બંદૂકધારીઓએ તેમને માર માર્યા બાદ માથામાં ગોળી મારીને ફાંસી આપી દીધી. આ ગોળીબારની ઘટના દરમિયાન, આસપાસ એકઠી થયેલી ભીડમાંથી "અલ્લાહ હુ અકબર" ના નારા સંભળાયા હતા. હમાસની આ કાર્યવાહી, જે ઇસ્લામિક સ્ટેટ (IS) જેવા સંગઠનો દ્વારા ઉપયોગમાં લેવાતી અત્યંત ક્રૂર પદ્ધતિઓ જેવી જ છે.
Hamas Terror: હમાસે કર્યો આ દાવો
હમાસે એક નિવેદન આપીને દાવો કર્યો છે કે આઠેય માર્યા ગયેલા લોકો ગુનેગાર હતા અને ઇઝરાયલ સાથે મળીને કામ કરતા હતા. એટલે કે તેઓ ઇઝરાયલને મદદ કરી રહ્યા હતા. જોકે, હમાસે તેના આ ગંભીર આરોપોને સાબિત કરવા માટે કોઈ પુરાવા રજૂ કર્યા નથી. આ કાર્યવાહી હમાસે ગાઝા પર તેની પકડ અને સત્તા મજબૂત કરવા માટે કરી હોવાનું માનવામાં આવે છે.
Hamas Terror: હમાસે કર્યું શાંતિ કરારનું ઉલ્લંઘન
હમાસનું આ પગલું ખૂબ જ ગંભીર છે, કારણ કે તાજેતરમાં જ યુનાઇટેડ સ્ટેટ્સ, તુર્કી, ઇજિપ્ત અને કતાર જેવા મોટા દેશોની હાજરીમાં ગાઝા માટે એક શાંતિ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો, જેના પર ઇઝરાયલ સહિતના ઘણા દેશો સંમત થયા હતા.આ પ્રસ્તાવ હેઠળ યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી અને હમાસે તેના શસ્ત્રો સોંપી દેવા અથવા ગાઝા છોડી દેવાની શરત સ્વીકારી હોવાનું માનવામાં આવતું હતું.હાલમાં, હમાસની આ ક્રૂર કાર્યવાહી સ્પષ્ટપણે દર્શાવે છે કે તે શાંતિ સમજૂતીની શરતોનું ઉલ્લંઘન કરી રહ્યું છે અને શસ્ત્રો સોંપવા કે પીછેહઠ કરવા માટે તૈયાર નથી. આના કારણે ઇઝરાયલ માટે મોટો પડકાર ઉભો થયો છે અને શાંતિ પ્રસ્તાવ જોખમમાં મુકાયો છે.
આ પણ વાંચો: પાકિસ્તાનમાં ફરી એર સ્ટ્રાઈક, 12 તાલિબાની માર્યા ગયા, 100થી વધુ ઘાયલ


