Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

365 દિવસો સુધી બંધ રહેતું આ મંદિરના કપાટ દિવાળી ઉપર જ ખુલે છે

Hasanamba Temple History : ભગવાન શિવે તપસ્યા દ્વારા યોગેશ્વરી દેવીની રચના કરી
365 દિવસો સુધી બંધ રહેતું આ મંદિરના કપાટ દિવાળી ઉપર જ ખુલે છે
Advertisement
  • Hasanamba Temple એ બેંગ્લોરથી 180 કિમી દૂર છે
  • ભગવાન શિવે તપસ્યા દ્વારા યોગેશ્વરી દેવીની રચના કરી
  • મા જગદંબાના દર્શન કરવા અને તેમના આશીર્વાદ લેવા આવે છે

Hasanamba Temple History : પ્રાચીન કાળથી સનાતન ધર્મમાં અનેક ચમત્કારો જોવા મળે છે. તો આ સનાતન ધર્મના અનેક સિમાચિહ્નરૂપ હિન્દુ મંદિરો આજે પણ અડગ જોવા મળે છે. આ મંદિરોમાંથી એક છે કર્ણાટકના હાસન જિલ્લામાં આવેલું છે. આ મંદિર વર્ષમાં માત્ર એક જ વાર ખુલે છે. તો Hasanamba Temple દરવાજા દિવાળી જેવા હિન્દુ ધર્મના જગવિખ્યાત ઉત્સવના સમયે ખુલ્લા મૂકવામાં આવે છે. તે ઉપરાંત સતત 7 દિવસ સુધી મંદિરમાં દિપ પ્રગટાવવામાં આવે છે. તે ઉપરાંત મંદિરમાં ભવ્ય આરતી થાય છે.

Hasanamba Temple એ બેંગ્લોરથી 180 કિમી દૂર છે

Hasanamba Temple ના દરવાજા દિવાળી બાદ તુરંત બંધ કરવામાં આવે છે. પરંતુ મંદિરના જ્યારે દિવાળીના સમયે દરવાજા ખુલ્લા મૂકીને જે દિપ પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા. તે આવતા જ્યારે દિવાળી ઉપર મંદિરના કપાટ ખુલશે, ત્યારે પણ નિરંતર પ્રજ્વલિત થતા જોવા મળશે. કર્ણાટકમાં આવેલા મંદિરની આજ ખાસિયત તેને અન્ય મંદિરોથી અલગ અને ભવ્યતા દર્શાવે છે.

Advertisement

આ પણ વાંચો: Rahu Shani આ 3 રાશિના લોકોને પહોંચાડી દેશે ઉન્નતિના આસમાને...

Advertisement

ભગવાન શિવે તપસ્યા દ્વારા યોગેશ્વરી દેવીની રચના કરી

Hasanamba Temple એ બેંગ્લોરથી 180 કિમી દૂર છે. તે 12 મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. આ જગ્યા પહેલા સિંહાસનપુરી તરીકે જાણીતી હતી. આ મંદિરની પોતાની ઘણી વિશેષતાઓ છે. આ મંદિર સાથે જોડાયેલી ઘણી દંતકથાઓ પણ ખૂબ પ્રસિદ્ધ છે. પ્રાચીન કથાઓમાં કહેવામાં આવ્યું છે કે ઘણા સમય પહેલા અહીં એક રાક્ષસ અંધકાસુર રહેતો હતો. તેણે કઠોર તપ કરીને ભગવાન બ્રહ્માને પ્રસન્ન કર્યા અને વરદાન રૂપે અદૃશ્ય બનવાનું વરદાન મેળવ્યું હતું. આ વરદાન મળ્યા બાદ તેમણે ઋષિ-મુનિઓ અને મનુષ્યોનું જીવન મુશ્કેલ બનાવી દીધું.

મા જગદંબાના દર્શન કરવા અને તેમના આશીર્વાદ લેવા આવે છે

ત્યારે ભગવાન શિવે રાક્ષસને મારવાની જવાબદારી લીધી હતી. પરંતુ રાક્ષસના લોહીનું દરેક ટીપું રાક્ષસમાં ફેરવાઈ જતું હતું. તેથી તેને મારવા માટે ભગવાન શિવે તપસ્યા દ્વારા યોગેશ્વરી દેવીની રચના કરી હતી, જેણે અંધકાસુરનો નાશ કર્યો. આ મંદરિએ દિવાળીના 7 દિવસ માટે ખોલવામાં આવે છે અને બલિપદ્યામીના તહેવારના ત્રણ દિવસ પછી બંધ કરવામાં આવે છે. જ્યારે આ મંદિરના દરવાજા ખુલે છે ત્યારે હજારો ભક્તો અહીં મા જગદંબાના દર્શન કરવા અને તેમના આશીર્વાદ લેવા આવે છે.

આ પણ વાંચો: Guru Pushya Nakshatra :ગુરુ પુષ્ય નક્ષત્ર પર આવતીકાલે 5 શુભ સંયોગ

Tags :
Advertisement

.

×