Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

plane crash: અમદાવાદ પ્લેન ક્રેશ મામલે આરોગ્ય સચિવનું નિવેદન, મૃતકોની ઓળખ માટે DNA સેમ્પલની વ્યવસ્થા કરાઈ

અમદાવાદમા થયેલ પ્લેન દુર્ઘટનાને પગલે આરોગ્ય સચિવ ધનંજય ત્રિવેદી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. આરોગ્ય સચિવ ધનંજય ત્રિવેદીએ નિવેદન આપ્યું હતું કે, મુસાફરોના સગાને DNA ટેસ્ટ કરાવવા અપીલ કરી છે. તેમજ હેલ્પ લાઈન નંબર શરૂ કરાયો હતો.
plane crash  અમદાવાદ પ્લેન ક્રેશ મામલે આરોગ્ય સચિવનું નિવેદન  મૃતકોની ઓળખ માટે dna સેમ્પલની વ્યવસ્થા કરાઈ
Advertisement
  • આરોગ્ય સચિવ ધનંજય દ્વિવેદીનું નિવેદન
  • મૃતકોની ઓળખ માટે DNA સેમ્પલની વ્યવસ્થા
  • મૃતકોની ઓળખ માટે કસોટી ભવનમાં DNA સેમ્પલ આપવાની વ્યવસ્થા

આરોગ્ય સચિવ ધનંજય ત્રિવેદીએ નિવેદન આપ્યું હતું કે, મૃતકોની ઓળખ માટે DNA સેમ્પલની વ્યવસ્થા કરવામાં આવી છે. મૃતકોની ઓળખ માટે કસોટી ભવનમાં DNA સેમ્પલ આપવાી વ્યવસ્થા કરવામાં આવી છે. મૃતકોના બાળકો તે માતા-પિતા સેમ્પલ આપી શકશે. બી જે મેડિકલ ગ્રાઉન્ડ ફ્લોર પર કસોટી ભવન છે.

Advertisement

50 ઈજાગ્રસ્તોની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલુ

આરોગ્ય અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ જણાવ્યા અનુસાર અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ માટે તેમના સગાઓના D.N.A. સેમ્પલ લેવા અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા વ્યવસ્થા કરાઈ છે. ૫૦ ઇજાગ્રસ્તોની સારવાર સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે. તમામ દર્દી સ્ટેબલ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કસોટી ભવનમાં DNA સેમ્પલ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મૃતકના નજીકના સગા ( માતા પિતા અથવા બાળકો) ડીએનએ સેમ્પલ આપી શકશે.

Advertisement

DNA સેમ્પલ લેવાની વ્યવસ્થા કરાઈ

અમદાવાદ સિવિલ હોસ્પિટલના કસોટી ભવન માં આ DNA સેમ્પલ લેવાની વ્યવસ્થા કરાઈ છે. બી.જે. મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર પર આ કસોટી ભવન આવેલું છે. સગા – સ્નેહી જનોને આ કસોટી ભવન ખાતે DNA સેમ્પલ આપવા સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે. અમદાવાદ પ્લેન દુર્ઘટનાને પગલે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ટ્રોમા (ઇમરજન્સી) સેન્ટરમાં દર્દીલક્ષી સારવાર સંબંધિત માહિતી મેળવવા સંપર્ક કરવા માટેના બે ફોન નંબર હોસ્પિટલ તંત્રે જાહેર કર્યા છે તે આ મુજબ છે.

આ પણ વાંચોઃ Ahmedabad Plane Crash : એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ મામલો, આણંદના ઉમરેઠ, વાસદના લોકો પણ પ્લેનમાં હતા સવાર

હેલ્પ લાઈન નંબર જાહેર

6357373831

6357373841

આ પણ વાંચોઃ Vijay Rupani passes away : અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ CM વિજય રૂપાણીનું અવસાન, જાણો તેમની રાજકીય કારકિર્દી

Tags :
Advertisement

.

×