ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Heat Wave Forecast : આગામી 6 દિવસ હિટવેવની આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ-યેલો એલર્ટ જાહેર

4 એપ્રિલ થી 9 એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ (Kutch), ઉત્તર ગુજરાત જિલ્લામાં હિટવેવની આગાહી કરાઈ છે.
07:16 PM Apr 04, 2025 IST | Vipul Sen
4 એપ્રિલ થી 9 એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ (Kutch), ઉત્તર ગુજરાત જિલ્લામાં હિટવેવની આગાહી કરાઈ છે.
Havaman_Gujarat_first
  1. હવામાન વિભાગની આગામી 6 દિવસ હિટવેવની આગાહી (Heat Wave Forecast)
  2. 4 એપ્રિલ થી 9 એપ્રિલ સુધી હિટવેવની આગાહી કરાઈ
  3. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત જિલ્લામાં હિટવેવની આગાહી
  4. 4 અને 5 એપ્રિલના રોજ કચ્છ જિલ્લા ઓરેન્જ એલર્ટ
  5. 6 એપ્રિલના રોજ કચ્છ અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ

Heat Wave Forecast : રાજ્યમાં ગરમીનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા આગામી 6 દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી છે. 4 એપ્રિલ થી 9 એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ (Kutch), ઉત્તર ગુજરાત જિલ્લામાં હિટવેવની આગાહી કરાઈ છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર એમ 3 સિસ્ટમ સક્રિય થતા ગરમીનો પારો ઉંચકાયો છે, જેની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે.

આ પણ વાંચો - Surat: દુષ્કર્મ કેસ જૈન મુનિ શાંતિ સાગરજી દોષિત, શ્રાવિકાને ધાર્મિક વિધિ માટે બોલાવી આચર્યું દુષ્કર્મ

આ જિલ્લાઓમાં ઓરેન્જ અને યેલો એલર્ટ જાહેર કરાયું

રાજ્યમાં આવનારા દિવસોમાં ગરમી વધુ કહેર વર્તાવશે. હવામાન વિભાગ દ્વારા રાજ્યનાં કેટલાક જિલ્લાઓમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. માહિતી અનુસાર, હવામાન વિભાગે 4 એપ્રિલ થી 9 એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત જિલ્લામાં હિટવેવની આગાહી કરી છે. વિભાગ દ્વારા 4 અને 5 એપ્રિલનાં રોજ કચ્છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ (Orange Alert), 6 એપ્રિલના રોજ કચ્છ અને રાજકોટમાં (Rajkot) ઓરેન્જ એલર્ટ જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર (Gandhinagar), મહેસાણા યલો એલર્ટ (Yellow Alert) જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો - નોકરીમાં પોલ મારી વહીવટમાં વ્યસ્ત રહેતા અધિકારીઓને ફરજનું ભાન કરાવવા CP Ahmedabad નો કડક હુકમ

7, 8 અને 9 એપ્રિલનાં રોજ કચ્છ, રાજકોટ, પોરબંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

જ્યારે 7, 8 અને 9 એપ્રિલનાં રોજ કચ્છ, રાજકોટ, પોરબંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બનાસકાંઠા (Banaskantha), સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, પોરબંદર, જુનાગઢમાં (junagadh) યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તાપમાનની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં 40 થી 42 ડિગ્રી સુધી તાપમાન રહી શકે છે. જ્યારે અમદાવાદ (Ahmedabad) જિલ્લામાં 40 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં 3 સિસ્ટમ સક્રિય થતા ગરમીનો પારો ઉંચકાયો છે, જેની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે.

આ પણ વાંચો - Hanuman Jayanti : 11-12 એપ્રિલે સાળંગપુર ધામમાં પૂજા, ફાયર શૉ, લાઇવ કોન્સર્ટ, શૃંગાર દર્શન સહિતના કાર્યક્રમો

Tags :
Ahmedabadand Maharashtraand North GujaratBanaskanthaGandhinagarGUJARAT FIRST NEWSHeat Wave ForecastHitWavesJunagadhKutchMadhya PradeshMehsanaMeteorological DepartmentRajasthanRAJKOTSabarkanthaSaurashtraTop Gujarati Newweather forecastweather report
Next Article