ચીનમાં HMPV વાયરસ તો અમેરિકામાં રેબિટ ફિવરનો હાહાકાર! વિચિત્ર બિમારીથી મહાસત્તામાં મુશ્કેલી
Rabbit Fever Spread In US: ચીનમાં એક વધારે એચએમપીવી ઝડપથી ફેલાઇ રહ્યો છે તો બીજી તરફ અમેરિકામાં રેબિટ ફિવનરા કારણે હાહાકાર મચેલો છે. 10 વર્ષ બાદ અમેરિકામાં ફરી એકવાર આ વાયરસે માથુ ઉચક્યું છે.
એક તરફ ચીનમાં હ્યૂમન મેટાન્યૂમોવાયરસ (HMPV) ઝડપથી ફેલાઇ રહ્યો છે. દેશમાં ઇમરજન્સી જેવી સ્થિતિ બનેલી છે. હવે તો ભારતમાં પણ આ વાયરસની એન્ટ્રી થઇ ચુકી છે. તો બીજી તરફ અમેરિકામાં ટુલારેમિયાના કિસ્સામાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. અમે વાત કરી રહ્યા છીએ અત્યંત દુર્લભ બીમારી રેબિટ ફિવરની.
આ પણ વાંચો : Ahmedabad: પાટીદાર અનામત મુદ્દે હાર્દિક પટેલનો કરસનભાઈ કરોડપતિને સણસણતો જવાબ
અમેરિકામાં નાટકીય રીતે થયો વધારો
અમેરિકી રોગ નિયંત્રણ અને રોકથામ કેન્દ્ર (CDC) એ હાલમાં જ એક રિપોર્ટ રજુ કર્યો, જેમાં જાણવા મળ્યું કે, ગત્ત 10 વર્ષોમાં અમેરિકામાં રેબિટ ફિવરના કિસ્સામાં વધારો થયો છે. રેબિટ ફિવર એક સંક્રમિત થનારી બિમારી છે, જે બેક્ટેરિયા ફ્રાંસીસેલ્લા ટુલારેન્સિસના કારણે થાય છે. રેબિટ ફિવર અંગે સૌથી મોટો સવાલ તે કઇ રીતે ફેલાય તે અંગેનો છે.
કઇ રીતે ફેલાય છે આ ઘાતક રોગ
સાયન્સ એલર્ટના રિપોર્ટ અનુસાર માણસોમાં આ બિમારી અલગ અલગ પ્રકારે ફેલાય છે. જેમાં સંક્રમિત ટિક, ડિયર માખી ડંખ મારે, સંક્રમિત જનાવર જેવા કે સસલું અને ઉંદર સાથે સીધા સંપર્કમાં આવવાથી ફેલાય છે. ક્યારેક ક્યારે સંક્રમિત જાનવરો જ્યાં રહે તેમાં પણ બેક્ટેરિયા હોય છે. જે ઘાસફુસ પર ફેલાય છે અને આ ઘાસનું તણખલું ઉડતા ઉડતા કોઇના સંપર્કમાં આવી જાય છે. ઉપરાંત ઘાસ કાપનારા વ્યક્તિ પણ ઘાસના સંપર્કમાં આવે તો આ બિમારી ફેલાઇ શકે છે. આ તાવ મોટે ભાગે 5 થી 9 વર્ષની ઉંમરના બાળકો અને 65 થી 84 વર્ષની ઉંમરના લોકોને થાય છે. આની સૌથી વધારે અસર મધ્ય અમેરિકા રાજ્યમાં રહેનારા લોકોને થાય છે.
ઘાસના કારણે જ પહેલીવાર ફેલાયો હતો રોગ
સંક્રમણનો પહેલીવાર 2000 માં મૈસાચુસેટ્સ વાઇનયાર્ડમાં કેસ નોંધાયો હતો. જ્યાં ટુલારેમિયાનો પ્રકોપ છ મહિના સુધી ચાલ્યો હતો. જેના કારણે 15 લોકો સંક્રમિત થયા હતા. જેમાં એક વ્યક્તિનું મોત પણ થયું હતું. આ પ્રકારે 2014-15 દરમિયાન કોલોરાડોમાં નોંધાયેલા અનેક કિસ્સામાં ઓછા ઓછો એક કિસ્સો તો લોનમાં રહેલા ઘાસ કાપવાના કારણે જ સામે આવ્યો હતો.
મૃત્યુ દર ખુબ જ ઓછો
સીડીસીના અનુસાર સારવાર વગર આ રોગ જીવલેણ સાબિત થઇ શકે છે. જો કે રેબિટ ફિવરના કિસ્સાઓમાં મૃત્યુદર ખુબ જ ઓછો હોય છે. 2 ટકા કરતા પણ ઓછો મૃત્યુદર છે. જો કે જીવાણુ તનાવના બેઝ પર વધારે પણ હોઇ શકે છે.
આ પણ વાંચો : RBI એ બદલ્યો નિયમ: એક કરતા વધારે લોન હોય તેવા લોકોની વધશે મુશ્કેલી
47 રાજ્યોમાં 2462 કેસ નોંધાયા
અમેરિકામાં આ મામલે વાત કરીએ તો 2011 અને 2022 વચ્ચે 47 રાજ્યોમાં 2462 કેસ નોંધાયા છે. સીડીસીના અનુસાર સાલ્મોનેલા પોઇજનિંગના 1.35 મિલિયન કેસ સામે આવ્યા. તેની દુર્લભતા એવી છે કે, 2 લાખ લોગોમાં એકાદો કેસ સામે આવે છે. જો કે વર્ષ 2001 થી 2010 દરમિયાન આવા કિસ્સામાં 56 ટકાનો વધારો નોંધાયો હતો.
આ પણ વાંચો : Sutat: FREE FIRE ગેમમાં 14 હજાર હાર્યો, તેની ભરપાઈ કરવા બનાવ્યો આવો પ્લાન?


