TYPHOON WIPHA એ HONGKONG માં ભારે વિનાશ વેર્યો, જ્યાં જુઓ ત્યાં તારાજી
- હોંગકોંગમાં ભારે નુકશાન
- ચક્રવાતને પગલે જનજીવન ભારે ખોરવાયું
- તકેદારીના ભાગરૂપે શાળાઓ બંધ કરવામાં આવી
TYPHOON WIPHA : ચીનના હોંગકોંગ (HONG KONG - CHINA) માં વાવાઝોડાએ ભારે વિનાશ વેર્યો છે. વિફા (TYPHOON WIPHA) નામના આ વાવાઝોડામાં ઘણા લોકો હવામાં ઉડી ગયા હોવાની અત્યંત ચિંતાજનક વિગતો સપાટી પર આવી રહી છે. આ તોફાનના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યા છે. વાવાઝોડાની ગતિ 167 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ હોવાનો અંદાજ છે. તોફાન પછી પડેલા ભારે વરસાદે પણ લોકોને પોતાની જાતને સંભાળવાની તક પણ આપી ન્હતી. ભારે પવનને કારણે 400 ફ્લાઇટ્સ સહિત જાહેર પરિવહન ખોરવાઈ ગયું છે. આ ઉપરાંત સેંકડો વૃક્ષો પડી ગયા છે.
મેટ્રો, રેલ્વે અને એરપોર્ટ સેવાઓ પ્રભાવિત
હોંગકોંગના લોકોને તોફાન તેમજ ભારે વરસાદનો માર સહન કરવો પડ્યો છે. તોફાન અને વરસાદને કારણે શહેરમાં જનજીવન લગભગ ઠપ થઈ ગયું છે. સ્થાનિક વહીવટીતંત્રે શાળા બંધ કરવાનો આદેશ જારી કર્યો છે. ઘણી મોટી ઘટનાઓ રદ કરવામાં આવી છે. મેટ્રો, રેલ્વે અને એરપોર્ટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, માર્ગ પરિવહન સેવાઓ પણ આગામી આદેશો સુધી સ્થગિત કરવામાં આવી છે.
450 થી વધુ લોકો ઘાયલ થયા
હોંગકોંગ સરકારના જણાવ્યા અનુસાર, તોફાન દરમિયાન વૃક્ષો પડવાથી 450 થી વધુ લોકો ઘાયલ થયા હતા. 250 થી વધુ લોકોએ જાહેર સ્થળોએ આશરો લીધો છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, સરકારે તમામ સ્થાનિક મનોરંજન સ્થળો બંધ રાખવાના આદેશો જારી કર્યા છે.
વાવાઝોડાને કારણે 43 હજાર લોકોએ ઘર છોડી દીધા
ચક્રવાત 'વિફા' ના કારણે, લગભગ 43 હજાર લોકો પોતાના ઘર છોડીને આશ્રયસ્થાનોમાં રહી રહ્યા છે. આ વાવાઝોડાએ ફિલિપાઇન્સ અને તાઇવાનમાં ભારે તબાહી મચાવી છે. વાવાઝોડાને કારણે 400 થી વધુ ઘરોને નુકસાન થયું હતું. ઘણા લોકો ઘાયલ થયા છે, પરંતુ હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી.
આ પણ વાંચો --- INDONESIA માં 280 મુસાફરો ભરેલા જહાજમાં ભીષણ આગ, લોકો જીવ બચાવવા દરિયામાં કૂદ્યા


