Patan : ચાણસ્મા નજીક કાર-રીક્ષા વચ્ચે ભયંકર ટક્કર; 2 લોકોના મોત, 2 ગંભીર ઈજાગ્રસ્ત
- Patan : બ્રાહ્મણવાડા ગામ પાસે ગમખ્વાર અકસ્માત : રીક્ષા અને કારની ટક્કર, બે વ્યક્તિના મોત
- ચાણસ્મા તાલુકામાં વિષાદ : અકસ્માતમાં 2 મૃત, બેને અમદાવાદ રિફર, ધારપુરમાં સારવાર
- બ્રાહ્મણવાડા નજીક કાર-રીક્ષા અકસ્માત, 2ના મોત અને 2 ઈજાગ્રસ્ત
- ગોઝારી ઘટના : ચાણસ્મા પાસે રીક્ષાને ટક્કર, છમિછા ગામના વ્યક્તિઓને નડ્યું અકસ્માત
Patan : પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના બ્રાહ્મણવાડા ગામ નજીક અકસ્માતમાં સર્જાયેલી ભયાનક ટક્કરમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થયા છે, જ્યારે બીજા બે વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ચાણસ્મા તાલુકાના છમિછા ગામના વ્યક્તિઓ અકસ્માત નડ્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે, જેઓ આ ગોઝારી ઘટનાનો શિકાર બન્યા છે.
વેગેનાર ગાડીએ રિક્ષાને એટલી જોરદાર ટક્કર મારી હતી કે, રિક્ષા રોડની બહાર ફેંકાઈ ગઈ હતી. જેમાં બેસેલા લોકોને ગંભીર ઈજાઓ થઈ છે.
મળી રહેલી માહિતી અનુસાર, આ અકસ્માત બ્રાહ્મણવાડા ગામની નજીકના મુખ્ય રસ્તા સર્જાયો છે. જ્યાં એક કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે, બે લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા છે. જ્યારે બીજા બે વ્યક્તિઓને તાત્કાલિક સ્થાનિક ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જેથી તેમને વધુ સારવાર માટે અમદાવાદ રિફર કરવામાં આવ્યા છે.
આ અકસ્માત પછી સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને 108 થકી ઝડપી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તે ઉપરાંત પોલીસે મૃતક બંનેની ડેડબોડીને ધારપુર હોસ્પિટલ મોકલી આપી હતી. પોલીસે અકસ્માતે ગુનો નોંધ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર, ચાણસ્મા તાલુકાના છમિછા ગામના વ્યક્તિઓ અકસ્માતમાં ઘવાયા હોવાની માહિતી સામે આવી રહી છે.
રાજ્યમાં પ્રતિદિવસ અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સાથે-સાથે આશાસ્પદ યુવકોના મોત થઈ રહ્યાં છે.
આ પણ વાંચો-Rajkot : જસદણ BJP માં આંતરિક જૂથવાદ! મહિલા મોરચા અગ્રણીની પોસ્ટ વાઇરલ થતાં અનેક તર્ક-વિતર્ક


