BZ GROUP એ પોંઝી સ્કીમો થકી આ રીતે આચર્યું કરોડોનું મસમોટું કૌભાંડ ? વાંચો સમગ્ર વિગત
- BZ GROUP ની શરુઆત બિટકોઈન સાથે સંકળાયેલ હોવાની વાત
- ઝડપથી પૈસા ડબલ કરવાની લાલચો દર્શાવતી સ્કિમો અમલમાં મૂકી
- 5 થી 7 ટકા સુધી માસિક વ્યાજની સ્કીમ રોકાણકારોને દર્શાવી
- એજન્ટોને 1 થી 2 ટકા રોકાણ સામે માસિક કમિશનની આકર્ષક ઓફર આપી હતી
અરવલ્લીનાં BZ ગ્રૂપ (BZ GROUP Scam) પર CID એ તવાઈ બોલાવી છે. આરોપ અનુસાર, રૂ. 6 હજાર કરોડનું રાજ્યનું સૌથી મોટું સ્કેમ કરનાર BZ ગ્રૂપનાં એજન્ટોની વિવિધ ઓફિસો પર CID ની ટીમો દ્વારા એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા. જો કે, આ દરમિયાન એજન્ટો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. સાથે જ BZ ગ્રૂપનો CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા (Bhupendrasinh Jhala) પણ પોલીસ પકડથી હાલ દૂર છે. BZ ગ્રૂપની તપાસમાં એક પછી એક નવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે હવે BZ ગ્રૂપ દ્વારા કેવી રીતે સમગ્ર કૌભાંડ આચરવામાં આવતું હતું. તેની વિગતો સામે આવી છે.
રૂ.10 લાખનાં રોકાણ કરાવવા સામે વિદેશ ટુરની ઓફર અપાતી
પ્રાપ્ત માહિતી અનુસાર, BZ ગ્રૂપની શરૂઆત બિટકોઇન (Bitcoin) સાથે સંકળાયેલ હોવાથી થઈ હતી. ગ્રૂપ દ્વારા રૂપિયા ઝડપથી ડબલ કરવાની લોભામણી લાલચો દર્શાવતી સ્કિમો અમલમાં મૂકવામાં આવી હતી. રોકાણકારોને માસિક 5થી 7 ટકા સુધીનો વ્યાજ મળશે તેવી લાલચે રોકાણ કરાવવામાં આવતું હતું. આ સાથે ગ્રૂપનાં એજન્ટોને 1 થી 2 ટકા રોકાણ સામે માસિક કમિશનની આકર્ષક ઓફર પણ રજૂ કરતી હતી. ઉપરાંત, એક સાથે રૂ. 10 લાખનાં રોકાણ કરાવવા સામે વિદેશ ટુરની ઓફર એજન્ટોને આપી હતી. આથી, એજન્ટો દ્વારા શિક્ષકો, પોલીસકર્મી, અધિકારીઓ, ડોક્ટરો અને ખેડૂતોનાં રોકાણ મેળવ્યા હતા.
Sabarkantha: BZ ગ્રુપનું A To Z, Ponzi Scheme ની માયાજાળનો સૌથી મોટો પર્દાફાશ! | Gujarat First@bjpbzzala94 @GujaratPolice @BJP4Gujarat @INCGujarat @cybercrimeahd @dgpgujarat @devanshijoshi71 @KumarVijayDesai #sabarkantha #ScamExposed #northgujarat #BZGroupScandal #FraudAlert… pic.twitter.com/dfLdvsOPVb
— Gujarat First (@GujaratFirst) November 27, 2024
આ પણ વાંચો - રાજ્યમાં સૌથી મોટું સ્કેમ કરનાર BZ ગ્રૂપનો CEO BJP નો સભ્ય! રૂ. 6 હજાર કરોડનાં કૌભાંડનો આરોપ
ટાર્ગેટ પૂરો થાય તો એજન્ટોને મોંઘીદાટ કાર ગિફ્ટમાં અપાતી હતી!
માહિતી અનુસાર, BZ ગ્રૂપમાં એજન્ટોને રોકાણનાં ટાર્ગેટ સામે મોંઘીદાટ લક્ઝુરિયસ કાર પણ ગિફ્ટ આપવામાં આવી હતી. એવું સામે આવ્યું છે કે હિંમતનગરનાં (Himmatnagar) બે એજન્ટને મર્સિડીઝ કાર આપવામાં આવી હતી. રોકાણકારોની રકમ BZ ગ્રૂપ ક્યાં રોકાણ કરે છે એ વાત છુપાવાઈ હતી. BZ ગ્રૂપનો (BZ GROUP Scam) CEO રાજકીય આગેવાન હોવાનો માહોલ એજન્ટો અને રોકાણકારો સમક્ષ ઊભો કરવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે, BZ ગ્રૂપનાં CEO ભૂપેન્દ્રસિંહ ઝાલાએ (Bhupendrasinh Jhala) લોકસભા 2024 ની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી પણ નોંધાવી હતી. પરંતુ, માહોલ નહીં જામતા આખરે ઉમેદવારી પરત ખેંચી હતી.
આ પણ વાંચો - Ponzi Schemeનું કૌંભાડ કરી ભૂપેન્દ્ર ઝાલાએ ખરીદી ગ્રોમોર કોલેજ..?
ગ્રોમોર શૈક્ષણિક સંકુલ ખરીદવાનો પણ પ્રયાસ કર્યો
એવી પણ માહિતી છે કે, BZ ગ્રૂપ દ્વારા ઈલેક્ટ્રોનિક્સ ચીજ-વસ્તુઓનાં શોરૂમ ખોલી નવો બિઝનેસ શરુ કરાયો હતો. ચાઈનિઝ ઈલેક્ટ્રોનિક્સ ચીજોને એસેમ્બલ કરીને BZ નાં નામે વેચવાની શરુઆત કરાઈ હતી. ઉપરાંત, હિંમતનગર નજીકનાં ગ્રોમોર શૈક્ષણિક સંકુલ (Gromor Educational Complex) ખરીદવાનો માહોલ પણ સર્જ્યો હતો. પરંતુ, સંપૂર્ણ પૈસા નહીં ચૂકવાતા ગ્રોમોર સંકુલ પર જૂના માલિકોએ કબ્જો પરત લીધો હતો. BZ ગ્રૂપની (BZ GROUP Scam) તપાસમાં આગળ વધુ ચોંકાવનારા ખુલાસા થાય તેવા એંધાણ છે.
આ પણ વાંચો - પાટીદાર અગ્રણી પર થયેલા હુમલા બાદ PI સંજય પાદરીયા સસ્પેન્ડ


