Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

DIWALI માં કેવું રહેશે હવામાન ? વિભાગે કરી ચોંકાવનારી આગાહી!

હવામાન વિભાગે (Meteorological Department) આવનારા દિવસોમાં વાતાવરણને લઈને આગાહી કરી છે.
diwali માં કેવું રહેશે હવામાન   વિભાગે કરી ચોંકાવનારી આગાહી
Advertisement
  1. રાજ્યમાં આગામી દિવસમાં બેવડી ઋતુનો અનુભવ થઈ શકે
  2. અમદાવાદમાં મહત્તમ તાપમાન 37.2 ડિગ્રી, લધુત્તમ 21.8 ડિગ્રી નોંધાયું
  3. આગામી ચાર દિવસ તાપમાનમાં ફેરફારની શક્યતા નહિવત
  4. રાતનાં સમયે 20 ડિગ્રી આસપાસ રહે તેવી શક્યતા

દિવાળીનાં તહેવારને (DIWALI 2024) હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે. ત્યારે આવનારા દિવસોમાં રાજ્યમાં વાતાવરણ કેવું રહેશે તેને લઈને લોકોમાં ભારે જિજ્ઞાસા છે. હવામાન વિભાગે (Meteorological Department) આવનારા દિવસોમાં વાતાવરણને લઈને આગાહી કરી છે, જે મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં લોકોને બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે. જ્યારે, આગામી ચાર દિવસ તાપમાનમાં ફેરફારની શક્યતા નહિવત છે.

આ પણ વાંચો - Diwali ની અનોખી ઉજવણી, પોલીસે અનાથ અને શ્રમજીવી બાળકોને કરાવી મજા-મજા

Advertisement

Advertisement

આગામી દિવસોમાં બેવડી ઋતુનો અનુભવ થઈ શકે

રાજ્યમાં દિવાળીનાં તહેવાર (DIWALI 2024) દરમિયાન હવામાન કેવું રહેશે તેને લઈને માહિતી સામે આવી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં આગામી દિવસોમાં લોકો બેવડી ઋતુનો અનુભવ કરશે. જો કે, આગામી ચાર દિવસ તાપમાનમાં ફેરફાર થવાની નહિંવત શક્યતાઓ છે. હવામાન વિભાગનાં વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણનાં (Abhimanyu Chauhan) જણાવ્યા મુજબ, અમદાવાદમાં (Ahmedabad), મહત્તમ તાપમાન 37.2 ડિગ્રી સેલ્સિયસ અને લધુત્તમ 21.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જ્યારે ગાંધીનગરમાં (Gandhinagar) તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.

આ પણ વાંચો - Gujarat Jail માં કેદીઓની સંખ્યા ચોંકાવનારી! કેદીઓનાં કાનૂની સેવા ધોરણને સુધારવા SOP!

કેટલાક સ્થળોએ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનાં વધારાની સંભાવના

હવામાન વિભાગની (Meteorological Department) આગાહી અનુસાર, આગામી ચાર દિવસમાં તાપમાનમાં મોટા ફેરફારની આશા નહિંવત છે, પરંતુ કેટલાક સ્થળોએ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનાં વધારાની સંભાવના છે. જ્યારે રાતનાં સમયે તાપમાન 20 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે, જેથી અંશિક ઠંડીનો અનુભવ થઈ શકે છે. બીજી તરફ પ્રદૂષણની વાત કરીએ તો દિવાળી પહેલા (DIWALI 2024) અમદાવાદની હવા ઝેરીલી બની છે. નગરમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 218 સુધી પહોંચ્યો છે, જે સ્વાસ્થ્ય માટે જોખમજનક મનાય છે. માહિતી મુજબ, ગ્યાસપુરમાં AQI 222, ચાંદખેડામાં 281 અને સરદાર પટેલ સ્ટેડિયમમાં 209 સુધી વધ્યો છે. જ્યારે રાયખડ અને રખિયાલમાં AQI ક્રમશ: 269 અને 201 સુધી નોંધાયો છે.

આ પણ વાંચો -

Tags :
Advertisement

.

×