Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જો હું હીરો હોત તો પ્રિયંકા ચોપરાને કિસ કરવામાં...'અન્નૂ કપૂરનું વિવાદિત નિવદેન, જુઓ Video

પ્રિયંકા ચોપરા સાથે વિવાદ પર અન્નૂ કપૂરનું નિવદેન અન્નુ કપૂરના ઈન્ટરવ્યુનો વીડિયો પણ વાયરલ થઈ બંનેએ ફિલ્મ ‘7 ખૂન માફ’માં કામ કર્યું હતું AnnuKapoor: બોલિવૂડના (Bollywood)દિગ્ગજ અભિનેતા અન્નુ કપૂર પોતાના નિવેદનોને લઈને અવાર નવાર ચર્ચામાં રહે છે. ત્યારે હવે...
જો હું હીરો હોત તો પ્રિયંકા ચોપરાને કિસ કરવામાં    અન્નૂ કપૂરનું વિવાદિત નિવદેન  જુઓ video
Advertisement
  • પ્રિયંકા ચોપરા સાથે વિવાદ પર અન્નૂ કપૂરનું નિવદેન
  • અન્નુ કપૂરના ઈન્ટરવ્યુનો વીડિયો પણ વાયરલ થઈ
  • બંનેએ ફિલ્મ ‘7 ખૂન માફ’માં કામ કર્યું હતું

AnnuKapoor: બોલિવૂડના (Bollywood)દિગ્ગજ અભિનેતા અન્નુ કપૂર પોતાના નિવેદનોને લઈને અવાર નવાર ચર્ચામાં રહે છે. ત્યારે હવે હાલમાં જ અન્નુ કપૂરે પ્રિયંકા ચોપરા (AnnuKapoor PriyankaChopra Controversy) વિશે એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. બંનેએ ફિલ્મ ‘7 ખૂન માફ’માં કામ કર્યું હતું. અન્નુ કપૂરે કહ્યું કે તે હીરો નથી તેથી જ પ્રિયંકા ચોપરાએ તેને ફિલ્મમાં કિસ કરવાનો ઇનકાર કર્યો હતો. અન્નુ કપૂરના ઈન્ટરવ્યુનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.

Advertisement

અન્નુ કપૂરે અનેક મુદ્દાઓ પર ખુલીને વાત કરી

એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા અન્નુ કપૂરે (AnnuKapoor )અનેક મુદ્દાઓ પર ખુલીને વાત કરી હતી. તેમણે કહ્યું, દેશભક્તિ એ માત્ર એક પરફ્યુમ નથી જે તમે કોઈ ફંક્શનમાં કે લગ્નમાં જાઓ ત્યારે લગાવો છો. દેશભક્તિ એ લોહીનો એક પ્રવાહ છે જે તમારા શરીરની ધમનીઓમાં 24 કલાક વહે છે. આ પછી અન્નુ કપૂરે કહ્યું કે અમેરિકન પત્ની હોવા છતાં તેણે ક્યારેય અમેરિકન પાસપોર્ટ માટે અરજી કરી નથી. તેણે કહ્યું, 'મારી પત્ની અમેરિકન છે, પરંતુ મેં ક્યારેય ગ્રીન કાર્ડ કે યુએસએની (USCitizenship)નાગરિકતા માટે અરજી કરી નથી. અન્નુ કપૂરે કહ્યું કે તેમની પાસે હજુ પણ ભારતીય પાસપોર્ટ છે.

Advertisement

આ પણ  વાંચો -ધમકીઓ વચ્ચે Salman Khan ના નિવેદને ચર્ચા જગાવી! Bigg Boss 18 શોમાં કહી આ વાત, જુઓ Video

હિરો હોત તો પ્રિયંકા ચોપરાને કોઈ વાંધો ન હોત..

અન્નુ કપૂરને પૂછવામાં આવ્યું કે તમને ટીવી કે ફિલ્મોમાં સૌથી વધુ પસંદ શું છે? આના જવાબમાં અભિનેતાએ કહ્યું હતું કે, જ્યાં પણ મને સારા પૈસા મળ્યા, મેં તેનો આનંદ માણ્યો. આ પછી અન્નુ કપૂરે ફિલ્મ '7 ખૂન માફ'માં પ્રિયંકા ચોપરા સાથેના અંતરંગ દ્રશ્યો વિશે વાત કરી હતી. તેણે કહ્યું, એવા સમાચાર હતા કે પ્રિયંકા ચોપરાએ ફિલ્મમાં અન્નુ કપૂરને કિસ કરવાનો ઇનકાર કર્યો હતો. જો હું હીરો હોત તો પ્રિયંકા ચોપરાને કોઈ વાંધો ન હોત.

આ પણ  વાંચો -સુરક્ષા માટે Salman Khan એ દુબઇથી ખાસ બુલેટ પ્રુફ કાર મંગાવી

પ્રિયંકાએ આ નિવેદન 13 વર્ષ પહેલા આપ્યું હતું

નોંધનીય છે કે 2011માં ફિલ્મના પ્રમોશન દરમિયાન અન્નુ કપૂરે આવી જ વાતો કહી હતી, જેનાથી પ્રિયંકા ચોપરા ખૂબ ગુસ્સે થઈ ગઈ હતી. તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'જો તેને ઈન્ટિમેટ સીન કરવા હોય અને આવી અભદ્ર વાતો કરવી હોય તો તેણે અન્ય પ્રકારની ફિલ્મો કરવી જોઈએ. આવા દ્રશ્યો અમારી ફિલ્મનો ભાગ નથી. હું ખૂબ જ ચિડાઈ ગયો છું. મને નથી લાગતું કે તેના માટે આવું કહેવું યોગ્ય છે. તેમના નિવેદનોએ મને ખરેખર પરેશાન છું . તેની વાત કરવાની રીત ખૂબ જ ખોટી હતી.

Tags :
Advertisement

.

×