ILT 20 મેચ 2-ડિસેમ્બરથી શરૂ થશે, 4-જાન્યુઆરીએ ફાઇનલ રમાશે
- દુબઇમાં રસાકસીભરી મેચની સીઝનનો પ્રારંભ
- ત્રણ સ્ટેડિયમમાં મેચ યોજાશે
- એલિમિનેટર મેચ 1, જાન્યુઆરીએ રમાશે
ILT 20 Match Schedule : દુબઈ (ILT 20 Match Schedule - Dubai) માં સીઝનની શરૂઆતની મેચ ગયા વર્ષની ફાઇનલની રિમેચ હશે. આ મેચમાં, ડિફેન્ડિંગ ચેમ્પિયન (Defending Champions) દુબઈ કેપિટલ્સ (Dubai Capitals) ડેઝર્ટ વાઇપર્સ (Desert Vipers) નો સામનો કરશે. ગયા વર્ષની ફાઇનલની રિમેચથી તેની શરૂઆત થશે, જે 2 ડિસેમ્બરે દુબઈમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન દુબઈ કેપિટલ્સ અને ડેઝર્ટ વાઇપર્સ વચ્ચે રમાશે. શારજાહ વોરિયર્સ 3 ડિસેમ્બરે શારજાહમાં અબુ ધાબી નાઈટ રાઇડર્સનો સામનો કરશે. આ પછી, ગલ્ફ જાયન્ટ્સ અને MI અમીરાતની ટીમો 4 ડિસેમ્બરે દુબઈમાં એકબીજા સામે ટકરાશે.
View this post on Instagram
મેચ પોઈન્ટ ટેબલની ત્રીજી અને ચોથી ટીમ વચ્ચે રમાશે
દુબઈ કેપિટલ્સ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે, જેમણે પાછલી સીઝનની ફાઇનલમાં ડેઝર્ટ વાઇપર્સને ચાર વિકેટથી હરાવ્યું હતું. ટીમને આ વિજય ફક્ત ચાર બોલ બાકી રહેતા મળ્યો. તે સિઝનમાં, દુબઈ કેપિટલ્સે 25,000 દર્શકોની હાજરીમાં ટ્રોફી ઉંચકી હતી. નોકઆઉટ સ્ટેજ 30 ડિસેમ્બરે અબુ ધાબીમાં ક્વોલિફાયર-1 સાથે શરૂ થશે. એલિમિનેટર મેચ 1 જાન્યુઆરીએ દુબઈમાં રમાશે. આ મેચ પોઈન્ટ ટેબલની ત્રીજી અને ચોથી ટીમ વચ્ચે રમાશે.
હરાજી માટે નોંધણીની છેલ્લી તારીખ 10 સપ્ટેમ્બર
ક્વોલિફાયર-2 2 જાન્યુઆરીએ શારજાહમાં યોજાશે. આ મેચ ક્વોલિફાયર-1 ની હારેલી ટીમ અને એલિમિનેટરની વિજેતા ટીમ વચ્ચે રમાશે. સીઝન-4 ટાઇટલ મેચ સાથે સમાપ્ત થશે. ફાઇનલ 4 જાન્યુઆરીએ ભારતીય સમય મુજબ સાંજે 6.30 વાગ્યે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. ગયા સિઝનની જેમ, મેચો પણ તે જ ત્રણ સ્થળોએ યોજાશે. ૧૫ મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં, આઠ મેચ શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં અને 11 મેચ અબુ ધાબીના શેખ ઝાયેદ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ખેલાડીઓની હરાજી માટે નોંધણીની છેલ્લી તારીખ 10 સપ્ટેમ્બર છે.
આ પણ વાંચો ----- ICC ની નવીનતમ ODI રેન્કિંગમાં કોણે મારી બાજી? જાણો ટોચના સ્થાન પર કોણ


