પરીક્ષા પદ્ધતિમાં બદલાવ અંગે GPSC ચેરમેન હસમુખ પટેલનું મહત્ત્વપૂર્ણ નિવેદન, જાણો શું કહ્યું ?
- પરીક્ષા પદ્ધતિમાં બદલાવ અંગે GPSC ચેરમેન હસમુખ પટેલનું નિવેદન
- GPSC પ્રથમવાર ભરતી પરીક્ષાનાં ઉમેદવારોની સંમતિ લેશે
- લેખિત પરીક્ષા પહેલા ઉમેદવારો પાસેથી સંમતિ પત્રક લેવાશે
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનનાં (GPSC) ચેરમેન હસમુખ પટેલે પરીક્ષા પદ્ધતિમાં બદલાવ અંગે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, લેખિત પરીક્ષા માટે ઉમેદવારો પાસેથી સંમતિ પત્રક મેળવાશે. મોટા પ્રમાણમાં ફોર્મ ભરાઈ ગયા બાદ એટલા પ્રમાણમાં ઉમેદવારો પરીક્ષા આપવા આવતા નથી. આથી, હવે જેટલા ઉમેદવારો પરીક્ષા આપવા માગતા હશે તેઓ સંમતિ પત્રક ભરશે.
આ પણ વાંચો - Patan : નકલી હોસ્પિટલ ખોલી બાળક વેચવાનાં કૌભાંડમાં બોગસ ડોક્ટર પર કોર્ટનો કોરડો!
GPSC પ્રથમવાર ભરતી પરીક્ષાનાં ઉમેદવારોની સંમતિ લેશે
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનનાં ચેરમેન હસમુખ પટેલે (Chairman Hasmukh Patel) દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં તેમણે પદ્ધતિમાં બદલાવ અંગે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, હવેથી પરીક્ષા માટે ઉમેદવારો પાસે સંમતિ પત્ર મેળવાશે. રાજ્ય વેરા અધિકારીની પરીક્ષામાં સંમતિ પત્રક લેવામાં આવશે. તેમણે આગળ કહ્યું કે, મોટા પ્રમાણમાં ફોર્મ ભરાયાં બાદ ઉમેદવારો પરીક્ષા આપતા નથી. આથી, હવે જે ઉમેદવારો પરીક્ષા આપવા માંગતા હોય તે સંમતિ પત્રક ભરે.
આ પણ વાંચો - Geeta Rabari નાં ભાઈનું આકસ્મિક અવસાન, સિંગરે આપી માહિતી, આ દિવસે છે બેસણું
આગામી 11 ભરતીમાં 8 ભરતીની પરીક્ષાઓનું આયોજન
જણાવી દઈએ કે, ડિસેમ્બર માસમાં GPSC દ્વારા ભરતી પરીક્ષા લેવામાં આવનાર છે. આગામી 11 ભરતીમાં 8 ભરતીની પરીક્ષાઓનું આયોજન કરવામાં આવશે. ભાગ 1 ની પરીક્ષા અલગ લેવાશે. અન્ય ભાગની અને સામાન્ય અભ્યાસની પરીક્ષા અલગથી લેવામાં આવશે. ઉમેદવારો બે વખત આવવું પડશે પરંતુ, ભરતી ઝડપી પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. તેમણે જણાવ્યું કે, સામાન્ય અભ્યાસની પરીક્ષા 12 અને 19 જાન્યુઆરી 2025 ના રોજ લેવાશે.
આ પણ વાંચો - શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા Ahmedabad Police એક્શનમાં! Task Force ની રચના, જાણો તેના વિશે