ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Amreli : 'કાકાની કાળી કરતૂત'! 3 વર્ષીય સગી ભત્રીજીને ચોકલેટની લાલચ આપી રૂમમાં બોલાવી અને પછી..!

ખાંભા ગીરનાં નાના બારમણ ગામે કાકાએ જ સગી ભત્રીજી પર નજર બગાડી.
04:04 PM Nov 14, 2024 IST | Vipul Sen
ખાંભા ગીરનાં નાના બારમણ ગામે કાકાએ જ સગી ભત્રીજી પર નજર બગાડી.
સૌજન્ય : Google
  1. Amreli માં માનવીય સંબંધોને શર્મસાર કરતી ઘટના
  2. ખાંભા ગીરનાં નાના બારમણ ગામે કાકાએ જ સગી ભત્રીજી પર નજર બગાડી
  3. ચોકલેટની લાલચે ભત્રીજી સાથે શારિરીક અડપલાં કરી, દુષ્કર્મનો પ્રયાસ કર્યો

આજનાં કળિયુગમાં અમુક ઘટનાઓ એવી ઘટે છે કે માથું શરમથી ઝૂકી જાય છે. આવી જ વધુ એક ઘટના અમરેલી (Amreli) જિલ્લાનાં ખાંભાનાં નાના બારમણ ગામે બની છે, જ્યાં કાકાએ જ પોતાની સગી ભત્રીજીને ચોકલેટની લાલચ આપીને શારિરીક અડપલાં કરી દુષ્કર્મનાં પ્રયાસ કર્યો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધીને આરોપી કાકાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Ahmedabad : ગુજરાત યુનિ. માં 'ભારત કુલ' ફેસ્ટિવલનું આયોજન, CM અને ગૃહ રાજ્યમંત્રીએ કહી આ વાત!

નરાધમ કાકાએ માસૂમને ચોકલેટની લાલચે રૂમમાં બોલાવી હતી

અહેવાલ અનુસાર, અમરેલી (Amreli) જિલ્લાનાં ખાંભા તાલુકાનાં (Khambha) નાના ભારમણ ગામે રહેતા જગદીશ મનું નાગરે પોતાની 3 વર્ષની સગી ભત્રીજીને ચોકલેટની લાલચ આપીને રૂમમાં બોલાવી હતી. ત્યાર બાદ ભત્રીજી પર દાનત બગાડીને તેણી જોડે શારિરી અડપલાં કર્યા હતા. ત્યાર બાદ નરાધમ કાકાએ માસૂમ બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ પણ કર્યો હતો. આ મામલે ખાંભા પોલીસ મથકમાં (Khambha Police Station) ફરિયાદ થતાં પોલીસે આરોપી કાકાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Banaskantha : Vav માં કોનો પડશે 'વટ' ? રાજસ્થાનનાં ભુવાએ કરી ચોંકાવનારી આગાહી! જુઓ Video

કાકા સાથે કાકીએ પણ વીડિયો-ફોટા પાડી મદદગારી કરી હોવાનો આરોપ

પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, માસૂમ બાળકી સાથે દુષ્કર્મનાં પ્રયાસ સમયે ફોટા અને વીડિયો મોબાઈલમાં કેદ કરવામાં આ નરાધમ કાકાની પત્ની જ્યોત્સના નાગરે પણ મદદગારી કરી હોવાનું સામે આવ્યું છે. આ મામલે ખાંભા પોલીસે શારિરીક અડપલાં, દુષ્કર્મનાં પ્રયાસ સહિતનો પોક્સો હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - VADODARA : એક્ટિવિસ્ટના આપઘાત કેસમાં માનેલી પુત્રી-માતા ચાર દિવસના રિમાન્ડ પર

Tags :
AmreliBreaking News In GujaratiCrime NewsGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsKhambhaKhambha Police StationLatest News In GujaratiNews In Gujaratirape case
Next Article