Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IND vs ENG 3rd Test : KL રાહુલની સદી, રવિન્દ્ર જાડેજાની શાનદાર બેટિંગ, ઇંગ્લેન્ડ પાસે 2 રનની લીડ

ભારતીય બેટ્સમેન કે.એલ. રાહુલે (KL Rahul) સદી તો ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ (Ravindra Jadeja) અડધી સદી ફટકારી હતી.
ind vs eng 3rd test   kl રાહુલની સદી  રવિન્દ્ર જાડેજાની શાનદાર બેટિંગ  ઇંગ્લેન્ડ પાસે 2 રનની લીડ
Advertisement
  1. India vs England ત્રીજી ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ પૂરો
  2. ઇંગ્લેન્ડે બીજી ઇનિંગમાં કોઈ વિકેટ ગુમાવ્યા વિના 2 રન બનાવ્યા
  3. ભારતીય ટીમ પ્રથમ ઇનિંગમાં 387 રનમાં સમેટાઈ
  4. કે.એલ. રાહુલે સદી તો ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ અડધી સદી ફટકારી

India vs England : લંડનનાં લોર્ડ્સ ખાતે ઇન્ડિયા અને અને ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ પૂરો થઈ ગયો છે. સ્ટમ્પ સુધી, ઇંગ્લેન્ડે બીજી ઇનિંગમાં કોઈ વિકેટ ગુમાવ્યા વિના 2 રન બનાવ્યા છે. આ સાથે ટીમ પાસે 2 રનની લીડ છે. અગાઉ, ભારતીય ટીમ પ્રથમ ઇનિંગમાં 387 રનમાં સમેટાઈ ગઈ હતી. તે જ સમયે, ઇંગ્લેન્ડે પણ પ્રથમ ઇનિંગમાં 387 રન બનાવ્યા હતા. ભારતીય બેટ્સમેન કે.એલ. રાહુલે (KL Rahul) સદી તો ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ (Ravindra Jadeja) અડધી સદી ફટકારી હતી.

આ પણ વાંચો - ફાસ્ટ બોલર Jasprit Bumrah એ હાસ્ય રેલાવ્યું, ચાલુ સંવાદમાં 'પત્ની'નો ફોન આવતા મલકાયો

Advertisement

KL રાહુલે સદી ફટકારી, રવિન્દ્ર જાડેજાએ 72 રન બનાવ્યા

બીજા દિવસે સ્ટમ્પ સુધી, ભારતે 3 વિકેટ ગુમાવીને 145 રન બનાવ્યા હતા. ત્રીજા દિવસે, ભારતને ઋષભ પંતની (Rishabh Pant) વિકેટ પડતા પહેલો ઝટકો લાગ્યો હતો. પંત 74 રન બનાવ્યા હતા. જ્યારે કે.એલ. રાહુલે 13 ચોગ્ગાની મદદથી 177 બોલમાં 100 રન બનાવ્યા હતા. આ પછી, નીતિશ રેડ્ડીએ 30 અને રવિન્દ્ર જાડેજાએ 72 રન બનાવ્યા હતા. આકાશદીપ 7 અને વોશિંગ્ટન સુંદર 23 રન બનાવી આઉટ થયા હતા. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ખાતું પણ ખોલી શક્યો નહોતો.

Advertisement

આ પણ વાંચો - IND vs ENG 3rd Test : લોર્ડ્સ ટેસ્ટમાં શુભમન ગિલે તોડ્યો વિરાટ કોહલીનો રેકોર્ડ!

ઇંગ્લેન્ડ તરપથી ક્રિસ વોક્સે સૌથી વધુ 3 વિકેટ લીધી

ઈંગ્લેન્ડ તરફથી બોલિંગની (IND vs END) વાત કરીએ તો, ક્રિસ વોક્સે (Chris Woakes) સૌથી વધુ 3 વિકેટ લીધી. ઉપરાંત, જોફ્રા આર્ચર (Jofra Archer) અને બેન સ્ટોક્સે પણ 2-2 વિકેટ લીધી. જ્યારે, બ્રાયડન કાર્સ અને શોએબ બશીરે 1-1 વિકેટ ઝડપી હતી. ઈંગ્લેન્ડનાં બોલરોએ ખાસ કરીને ટીમ ઈન્ડિયાનાં નીચલા ક્રમનાં બેટ્સમેન સામે શાનદાર બોલિંગ કરી, જેના કારણે ઈંગ્લેન્ડની ટીમ સ્કોરને સમાન રાખવામાં સફળ રહી છે.

આ પણ વાંચો - IND vs ENG 3rd Test : ચાલુ મેચ દરમિયાન અમ્પાયર પર બગડ્યા Shubman Gill

Tags :
Advertisement

.

×