Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IND vs NZ : સેમી ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાને પરેશાન કરી રહ્યા છે આ આંકડા !

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપ 2023ની સેમી ફાઇનલ મેચ 15 નવેમ્બરે રમાશે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ મેચ 15 નવેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બપોરે 2 વાગ્યાથી રમાશે. જણાવી દઇએ કે, ટીમ ઈન્ડિયા ODI વર્લ્ડ કપ 2023નો ખિતાબ...
ind vs nz   સેમી ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાને પરેશાન કરી રહ્યા છે આ આંકડા
Advertisement

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપ 2023ની સેમી ફાઇનલ મેચ 15 નવેમ્બરે રમાશે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ મેચ 15 નવેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બપોરે 2 વાગ્યાથી રમાશે. જણાવી દઇએ કે, ટીમ ઈન્ડિયા ODI વર્લ્ડ કપ 2023નો ખિતાબ જીતવાથી 2 જીત દૂર છે. સેમીફાઈનલમાં ભારતનો મુકાબલો ન્યૂઝીલેન્ડ સાથે થવાનો છે. ગત વર્લ્ડ કપમાં કીવી ટીમે ભારતને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દીધું હતું. વળી, નોકઆઉટ મેચોના આંકડા વધુ ભયાનક છે. ભારતે આજ સુધી ન્યૂઝીલેન્ડને નોકઆઉટ મેચમાં હરાવ્યું નથી.

નોકઆઉટ મેચોમાં કિવી ટીમનો દબદબો છે

Advertisement

ICC નોકઆઉટ મેચમાં ભારત અને ન્યૂઝીલેન્ડ ત્રણ વખત સામસામે આવી ચુક્યા છે. આ તમામ મેચમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. બંને ટીમો વચ્ચેનો પ્રથમ મુકાબલો ICC નોકઆઉટ મેચ 2000 ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ હતો જ્યારે સ્ટીફન ફ્લેમિંગની આગેવાની હેઠળની ટીમે ભારતને ચાર વિકેટથી હરાવ્યું હતું. આ પછી, 2019 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં બંને ટીમો સામસામે આવી, આ મેચ કિવી ટીમના નામે હતી. વળી, 2021 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ પણ આ બંને ટીમો વચ્ચે યોજાઈ હતી. આ મેચમાં પણ ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો.

Advertisement

વર્લ્ડ કપમાં હેડ ટુ હેડ રેકોર્ડ

ODI વર્લ્ડ કપમાં બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 10 મેચ રમાઈ છે. જેમાંથી ન્યૂઝીલેન્ડની ટીમે 5 મેચ જીતી છે અને ભારતે 4 મેચ જીતી છે. વળી, 2019 વર્લ્ડ કપ દરમિયાન, બંને ટીમો વચ્ચેની મેચ વરસાદને કારણે ધોવાઇ ગઈ હતી. આ વર્ષે પણ બંને ટીમો લીગ સ્ટેજમાં આમને-સામને આવી હતી. આ વખતે ભારતીય ખેલાડીઓ કિવી ટીમને હરાવવામાં સફળ રહ્યા હતા.

ભારતની ધરતી પર કોનો રહ્યો છે દબદબો?

ભારતની ધરતી પર ન્યૂઝીલેન્ડની ટીમ પર ટીમ ઈન્ડિયાનો દબદબો રહ્યો છે. ભારતમાં બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 39 મેચ રમાઈ છે. જેમાંથી ભારતે 30 મેચ જીતી છે. વળી, કિવી ટીમ માત્ર 8 મેચ જીતવામાં સફળ રહી છે અને 1 મેચમાં કોઈ પરિણામ આવ્યું નથી. આ સિવાય વન-ડે ઈન્ટરનેશનલમાં બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 117 મેચ રમાઈ છે. તેમાંથી ભારતે 59 મેચ જીતી છે અને ન્યૂઝીલેન્ડે 50 મેચ જીતી છે.

આ પણ વાંચો - World Cup 2023 માં સૌથી વધુ Runs અને સૌથી Wickets કોના નામે રહી

આ પણ વાંચો - world cup 2023 : ભારતનો નેધરલેન્ડ્સ સામે 160 રને વિજય, કોહલી સહિત 9 ખેલાડીએ કરી બોલિંગ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

Tags :
Advertisement

.

×