Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IND vs OMA:ઓમાનને હરાવી ભારતની સેમિફાઈનલમાં એન્ટ્રી

ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપ ભારતીય ટીમનું શાનદાર પ્રદર્શન ભારતીય ટીમે ઓમાન 6 વિકેટે હરાવ્યું ભારતની સેમિફાઈનલમાં એન્ટ્રી IND vs OMA:ભારતીય ટીમે ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપ 2024માં ઓમાન(IND vs OMA)ને 6 વિકેટે હરાવ્યું છે. આ સાથે ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટના...
ind vs oma ઓમાનને હરાવી ભારતની સેમિફાઈનલમાં એન્ટ્રી
Advertisement
  • ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપ ભારતીય ટીમનું શાનદાર પ્રદર્શન
  • ભારતીય ટીમે ઓમાન 6 વિકેટે હરાવ્યું
  • ભારતની સેમિફાઈનલમાં એન્ટ્રી

IND vs OMA:ભારતીય ટીમે ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપ 2024માં ઓમાન(IND vs OMA)ને 6 વિકેટે હરાવ્યું છે. આ સાથે ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટના ગ્રુપ બીમાં અજેય રહી છે. ભારતની જીતમાં સૌથી મોટો ફાળો આયુષ બદોનીનો હતો જેણે 51 રનની ઇનિંગ રમી હતી. તેના સિવાય અભિષેક શર્માએ પણ 34 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. આ મેચમાં ભારતીય કેપ્ટન તિલક વર્માએ 8 બોલરનો ઉપયોગ કરીને બધાને ચોંકાવી દીધા હતા. હવે ટીમ ઈન્ડિયા સેમિફાઈનલમાં અફઘાનિસ્તાન સામે ટકરાશે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ પોતાની પહેલી જ મેચમાં પાકિસ્તાનને રોમાંચક રીતે 7 રનથી હરાવ્યું હતું. આ પછી બીજી મેચમાં UAEનો 7 વિકેટે પરાજય થયો હતો.

Advertisement

ઓમાને બનાવ્યા હતા 140 રન

આ મેચમાં ઓમાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. ટીમ ઈન્ડિયાના બોલરોએ શરૂઆતથી જ ઓમાનની ટીમ પર દબાણ બનાવી રાખ્યું હતું. ઓમાને માત્ર 33 રનમાં તેની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ તે પછી મોહમ્મદ નદીમે 41 રનની ઇનિંગ રમી હતી, વસીમ અલીએ 24 રનની ઇનિંગ રમી હતી અને હમાદ મિર્ઝાએ ઓમાનને 140ના સ્કોર સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ભારત તરફથી આકિબ ખાન, રસિક સલામ, નિશાંત સિંધુ, રમનદીપ સિંહ અને સાઈ કિશોરે એક-એક વિકેટ લીધી હતી.

Advertisement

આ પણ  વાંચો - pakistan cricket માં હોબાળો,મુખ્ય કોચ આપ્યું ચોંકાવનારું નિવેદન

ભારતનું જોરદાર પ્રદર્શન

141 રનના ટાર્ગેટનો પીછો કરવા આવેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી કારણ કે અનુજ રાવત માત્ર 8 રન બનાવીને પેવેલિયન આઉટ થઈ ગયો હતો. આ દરમિયાન અભિષેક શર્માએ ધમાકેદાર સ્ટાઈલમાં રમતા 15 બોલમાં 34 રન બનાવ્યા હતા. તેના સિવાય આયુષ બદોનીએ 27 બોલમાં 51 રન બનાવ્યા હતા અને તિલક વર્માએ તેના બેટમાંથી 36 રન ફટકારીને અંદરની ક્રિઝ પર રહ્યા હતા.

Tags :
Advertisement

.

×