Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IND vs PAK : ટીમ ઈન્ડિયાએ ટોસ જીતી પાકિસ્તાને પહેલા બેટિંગ માટે આપ્યું આમંત્રણ, જાણી લો Playing 11 વિશે

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મેચ થોડી જ ક્ષણોમાં શરૂ થશે. આ મેચને લઈને ક્રિકેટ ચાહકોમાં ક્રેઝ જોવા મળી રહ્યો છે. આજે દરેક જગ્યાએ IND vs PAK મેચની ચર્ચા છે. ત્યારે ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને...
ind vs pak   ટીમ ઈન્ડિયાએ ટોસ જીતી પાકિસ્તાને પહેલા બેટિંગ માટે આપ્યું આમંત્રણ  જાણી લો playing 11 વિશે
Advertisement

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મેચ થોડી જ ક્ષણોમાં શરૂ થશે. આ મેચને લઈને ક્રિકેટ ચાહકોમાં ક્રેઝ જોવા મળી રહ્યો છે. આજે દરેક જગ્યાએ IND vs PAK મેચની ચર્ચા છે. ત્યારે ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

ટીમ ઈન્ડિયાએ ટોસ જીતી પહેલા બોલિંગનો કર્યો નિર્ણય

Advertisement

ICC ODI વર્લ્ડ કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદના મેદાન પર મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમ ઈન્ડિયામાં શુભમન ગિલની વાપસી થઇ છે. જણાવી દઇએ કે, ભારતીય ક્રિકેટ ટીમ આજે પોતાની ત્રીજી ODI વર્લ્ડ કપ મેચમાં પાકિસ્તાન સામે ટકરાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયાએ પોતાની પ્રથમ બે મેચમાં ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાનને હરાવીને શાનદાર શરૂઆત કરી હતી. જ્યારે પાકિસ્તાનની ટીમે નેધરલેન્ડ અને શ્રીલંકાને હરાવીને જોરદાર પ્રદર્શન કર્યું હતું. બંને ટીમોની નજર સતત ત્રીજી જીત પર છે.

Advertisement

ટીમ ઈન્ડિયાએ કર્યો પ્લેઈંગ ઈલેવનમાં માત્ર એક ફેરફાર કર્યો

જણાવી દઇએ કે, ભારતે તેની પ્લેઈંગ ઈલેવનમાં માત્ર એક ફેરફાર કર્યો છે. સ્ટાર ઓપનર શુભમન ગિલની વાપસી થઈ છે. ડેન્ગ્યુથી પીડિત હોવાને કારણે તે ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન સામે રમ્યો નહોતો. આ ગિલની ODI વર્લ્ડ કપની ડેબ્યૂ મેચ છે. વળી પાકિસ્તાને તેની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી. વનડે વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન 7 વખત આમને-સામને આવી ચૂક્યા છે. ભારતે દરેક વખતે પાકિસ્તાનને હરાવ્યું છે. ભારતની નજર હવે તેની આઠમી જીત પર રહેશે.

આ પણ વાંચો - આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં World Cup 2023 ની સૌથી હાઈ વોલ્ટેજ મેચ, ટોસ બંને ટીમો માટે રહેશે ખાસ

આ પણ વાંચો - ભારત વિ. પાકિસ્તાન કોણ જીતશે ? વર્લ્ડ કપ ભારતમાં રહેશે કે વિદેશ જશે ? ટિપર કમ બુકી અમિત મજેઠીયાની ધારણા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×