ભારતના NSA અને પાકિસ્તાની સુરક્ષા સલાહકાર વચ્ચે સંવાદ થયાનો દાવો
- પાકિસ્તાનના ઉપપ્રધાનમંત્રી અને વિદેશ મંત્રી ઇશાક ડારે વાતની પુષ્ટિ કરી
- 22 એપ્રિલના રોજ ભારતમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પ્રથમ વખત વાત થઇ
- તણાવ ઓછો કરવાના પ્રયાસોના ભાગરૂપે વાતચીત કરવામાં આવી
OPERATION SINDOOR : ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભર્યા (INDIA - PAKISTAN TENSION) સંબંધો ચાલી રહ્યા છે. પહલગામ આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને ઓપરેશન સિંદૂરને અંજામ આપ્યો છે. જે બાદથી પાકિસ્તાનના પ્રધાનમંત્રી ધમકી આપી રહ્યા છે. બીજી તરફ તેમના સરકારને મંત્રી દ્વારા ભારત સાથે તણાવ ઓછો કરવાની વાત પર જોર મુકવામાં આવી રહ્યું છે. હવે દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર દ્વારા ભારતના એનએસએસ અજીત દોભાલ (AJIT DOVAL - NSA INDIA) સાથે ફોન પર વાતચીત કરી છે. તુર્કિયેની મીડિયા TRT વર્લ્ડ દ્વારા આ દાવો કરવામાં આવી રહ્યો છે.
આતંક વિરોધી કાર્યવાહી બાદ આ વાતચીત થઇ
તુર્કિયેની મીડિયા TRT વર્લ્ડ ના દાવા અનુસાર, બુધવારે રાત્રે બંને વચ્ચે વાતચીત થઇ છે. ભારત દ્વારા પાકિસ્તાનમાં ઘૂસીને કરવામાં આવેલા આતંક વિરોધી કાર્યવાહી બાદ આ વાતચીત થઇ છે. તુર્કિયેની મીડિયા TRT વર્લ્ડ ને આપેલા ઇન્ટરવ્યુમાં પાકિસ્તાનના ઉપપ્રધાનમંત્રી અને વિદેશ મંત્રી ઇશાક ડારે આ વાતની પુષ્ટિ કરી છે. આ વાતચીત ભારતના અજીત ડોભાલ અને પાકિસ્તાનના અસીમ મલિક વચ્ચે થઇ છે. 22 એપ્રિલના રોજ ભારતમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પ્રથમ વખત બંને દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર વચ્ચે વાત થઇ હોવાનો દાવો તુર્કિયેની મીડિયા TRT વર્લ્ડ દ્વારા કરાયો છે.
સક્ષમ ઓથોરીટી દ્વારા કોઇ પણ પ્રકારે સ્પષ્ટતા કરવામાં આવી નથી
જો કે, ઇશાક ડાર દ્વારા આ મામલે વધારે માહિતી આપવામાં આવી નથી. પરંતુ ટૂંક વિગત આપતા કહ્યું કે, બંને દેશો પાસે પરમાણું હથિયાર છે. બંને દેશ વચ્ચે તણાવ ઓછો કરવાના પ્રયાસોના ભાગરૂપે વાતચીત કરવામાં આવી રહી છે. જો કે, આ અંગે ભારત અથવા પાકિસ્તાનની સક્ષમ ઓથોરીટી દ્વારા કોઇ પણ પ્રકારે સ્પષ્ટતા કરવામાં આવી નથી.
આ પણ વાંચો --- ફેક ન્યુઝની ફેક્ટરી બન્યું પાકિસ્તાન, દાવો સાબિત કરવામાં પડ્યા ફાંફાં


