ભારતે દક્ષિણ કોરિયાને 4-1થી હરાવીને ચોથીવાર Asia Cupનો જીત્યો ખિતાબ
- Asia Cup 2025 ભારતે પાંચ વખતના ચેમ્પિયન દક્ષિણ કોરિયાને હરાવ્યું
- ભારતે દક્ષિમ કોરિયાને હરાવીને ચોથીવાર Asia Cupનો ટાઇટલ જીત્યો
- બિહારના રાજગીરમાં બિહાર સ્પોર્ટ્સ યુનિવર્સિટી હોકી સ્ટેડિયમમાં ફાઇનલ રમાઇ હતી
રવિવારે બિહારના રાજગીરમાં આયોજિત હોકી એશિયા કપ 2025 ના ટાઇટલ મેચમાં ભારતે પાંચ વખતના ચેમ્પિયન દક્ષિણ કોરિયાને 4-1 થી હરાવીને ટાઇટલ જીત્યું. હોકી એશિયા કપ 2025 ની ફાઇનલમાં, ભારતીય ટીમે કોરિયાને 4-1 થી હરાવ્યું. આ મેચ બિહારના રાજગીરમાં બિહાર સ્પોર્ટ્સ યુનિવર્સિટી હોકી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ જીત સાથે, ભારતીય ટીમને આવતા વર્ષે યોજાનારા વર્લ્ડ કપ માટે ટિકિટ પણ મળી ગઈ છે. ટુર્નામેન્ટમાં ભારતીય ટીમની અત્યાર સુધીની સફર શાનદાર રહી છે. હરમનપ્રીત સિંહની કેપ્ટનશીપ હેઠળની ટીમને અત્યાર સુધી હારનો સામનો કરવો પડ્યો નથી.
𝗖𝗵𝗮𝗺𝗽𝗶𝗼𝗻𝘀 𝗼𝗳 𝗔𝘀𝗶𝗮! 🏆🇮🇳🔥
India reign supreme at the Hero Asia Cup Rajgir, Bihar 2025 with a stellar campaign to lift the crown — their fourth Asia Cup title. 👑#HockeyIndia #IndiaKaGame #HumseHaiHockey #HeroAsiaCupRajgir pic.twitter.com/AOfD8wbB2K
— Hockey India (@TheHockeyIndia) September 7, 2025
Asia Cup 2025 ભારતે જીતીને આગામી વર્લ્ડકપ માટે કવોલિફાય કર્યું
નોંધનીય છે કે ભારતીય પુરુષ હોકી ટીમે રવિવારે દક્ષિણ કોરિયાને 4-1 થી હરાવીને એશિયા કપનો ખિતાબ જીત્યો. ભારતે ચોથી વખત એશિયા કપ ટ્રોફી જીતી છે. એશિયા ટુર્નામેન્ટ જીતીને, ભારતીય ટીમે આવતા વર્ષે બેલ્જિયમ અને નેધરલેન્ડ્સ દ્વારા સંયુક્ત રીતે યોજાનારા વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું છે. રાજગીરમાં રમાયેલી ફાઇનલમાં ભારત માટે સુખજીત, દિલપ્રીત અને અમિતે ગોલ કર્યા.
Asia Cup 2025 માં ભારતનું શાનદાર પ્રદર્શન
ઉલ્લેખનીય છે કે ભારતે એશિયા કપમાં સારું પ્રદર્શન કર્યું. હરમનપ્રીત સિંહના નેતૃત્વમાં ટીમે ગ્રુપ સ્ટેજમાં ચીનને 4-3, જાપાનને 3-2 અને કઝાકિસ્તાનને 15-0થી હરાવ્યું. આ પછી, સુપર-4 માં પણ ટીમનો દબદબો ચાલુ રહ્યો. પહેલી મેચ કોરિયા સાથે 2-2 થી ડ્રો રહી હતી. બીજી મેચમાં, ટીમે મલેશિયાને 4-1 થી હરાવ્યું. છેલ્લી સુપર-4 મેચમાં, ભારતે ચીનને 7-0 થી હરાવ્યું. ફાઇનલમાં, ભારતે દક્ષિણ કોરિયાને 4-1 થી હરાવીને ટાઇટલ જીત્યું.
આ પણ વાંચો: ભારતમાં યોજાનારી Women's ODI World Cup ની ઓપનિંગ સેરેમનીમાં પાક.ટીમ ભાગ લેશે નહીં


