ભારતે જે ડ્રોનથી PAK નાં એર ડિફેન્સ સિસ્ટમ HQ-9 ને કરી તબાહ, ઇઝરાયેલ પણ કરે છે તેનો ઉપયોગ
- ભારતનો પાકિસ્તાન પર વધુ એક આકરો પ્રહાર઼
- લાહોરમાં આવેલા HQ-9 એર ડિફેન્સ સિસ્ટમ પર ડ્રોન હુમલો
- હુમલા માટે જે ડ્રોનનો ઉપયોગ થયો તેનો ઉપયોગ ઇઝરાયલ દુશ્મનો સામે કરે છે
- ઇઝરાયેલી Harop 1000 કિમી સુધીની રેન્જ ધરાવે છે. 6 કલાક સુધી લૉઇટરિંગ સમય
ભારત અને પાકિસ્તાન તંગદિલી વચ્ચે ભારત દ્વારા પાકિસ્તાન પર એક બાદ એક આકરા પ્રહાર કરવામાં આવી રહ્યા છે. 7 મેનાં રોજ પાકિસ્તાનમાં 9 આંતકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઇક બાદ 8 મેનાં રોજ લાહોરમાં આવેલા HQ-9 એર ડિફેન્સ સિસ્ટમ પર ભારત દ્વારા ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલો કરવા માટે એ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનો ઉપયોગ ઇઝરાયલ તેના દુશ્મનો સામે કરે છે. આ હુમલાને ભારત દ્વારા એક ચોક્કસ અને વ્યૂહાત્મક હુમલા તરીકે જોવામાં આવી રહ્યું છે, જેણે પાકિસ્તાનની હવાઈ સંરક્ષણ ક્ષમતાને મોટો ફટકો આપ્યો છે.
આ પણ વાંચો - Operation Sindoor 2.0 : પીકચર અભી બાકી હૈ, Pakistan થઈ જશે તબાહ
-પાકિસ્તાનમાં રહેલી HQ-9 એર ડિફેન્સ સિસ્ટમ થઈ ધ્વસ્ત
-ભારત-પાકિસ્તાન સ્થિતિ વચ્ચે ચીનનું નિવેદન
-શાંતિ રાખવાનો પ્રયાસ કરે ભારત અને પાકિસ્તાનઃ ચીન
-પાકિસ્તાનમાં રહેલી HQ-9 એર ડિફેન્સ સિસ્ટમ થઈ ધ્વસ્ત@vishvek11 @IAF_MCC @indiannavy @IndiannavyMedia @rajnathsingh @HMOIndia… pic.twitter.com/z2PRTPzKED— Gujarat First (@GujaratFirst) May 8, 2025
પાકિસ્તાની હવાઈ સંરક્ષણ પ્રણાલીને ભારે નુકસાન પહોંચ્યું
માહિતી અનુસાર, ચીન દ્વારા બનાવવામાં આવેલ HQ-9 એ એક અદ્યતન લાંબા અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ સિસ્ટમ છે. તે પાકિસ્તાનનાં હવાઈ સંરક્ષણનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. જો કે, આ હુમલામાં, ડ્રોને ચોકસાઈથી લક્ષ્યનો તેનો નાશ કર્યો, જેના પરિણામે પાકિસ્તાની હવાઈ સંરક્ષણ પ્રણાલીને ભારે નુકસાન પહોંચ્યું છે. આ હુમલાથી હવાઈ સંરક્ષણ માટે લાહોરને સંવેદનશીલ બનાવી દીધું છે, જેનાથી પાકિસ્તાનની લશ્કરી વ્યૂહરચના પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. પાકિસ્તાની સેનાનાં પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફે દાવો કર્યો હતો કે આ હુમલામાં લશ્કરી ઠેકાણાને આંશિક નુકસાન થયું છે. જો કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઘણી પોસ્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે HQ-9 મિસાઇલ લોન્ચર લગભગ સંપૂર્ણપણે નાશ પામ્યું હતું, જેનાથી લાહોરની હવાઈ સંરક્ષણ પ્રણાલી ખૂબ જ નબળી પડી ગઈ છે. લાહોર એરપોર્ટ આવતીકાલે સવારે 6 વાગ્યા સુધી બંધ રહેશે.
હુમલામાં ડ્રોનનો ઉપયોગ: ઇઝરાયેલી Harop
અહેવાલો અનુસાર, આ હુમલામાં ભારત દ્વારા ઉપયોગમાં લેવાયેલ ડ્રોન ઇઝરાયલી બનાવટનું હારોપ (IAI Harop) હતું. Harop એક લોઇટરિંગ મ્યુનિશન (કેમિકેઝ ડ્રોન) છે જે ડ્રોન અને મિસાઇલની સંયુક્ત ક્ષમતાઓને એકીકૃત કરે છે. આ ડ્રોન લાંબા અંતર સુધી ઊડી શકે છે. ચોકસાઇવાળા પ્રહારો માટે રચાયેલ છે.
આ પણ વાંચો - Operation Sindoor 2 :ભારતે લાહોરમાં પાકિસ્તાનની એરડિફેન્સ સિસ્ટમ નષ્ટ કરી, સેનાના ડ્રોન હુમલાનો કહેર
હારોપ ડ્રોનની વિશેષતાઓ :
રેન્જ: 1000 કિમી સુધી
લૉઇટરિંગનો સમય : 6 કલાક સુધી
વજન : 135 કિગ્રા
વોરહેડ : 23 કિલોગ્રામ ઉચ્ચ-વિસ્ફોટક ફ્રેગમેન્ટેશન
માર્ગદર્શન પ્રણાલીઓ : ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ/ઇન્ફ્રારેડ (EO/IR), એન્ટી-રડાર સેન્સર અને GPS/INS
ઝડપ: 185 કિમી/કલાક (મહત્તમ)
લોન્ચ પ્લેટફોર્મ : ગ્રાઉન્ડ-બેઝ્ડ લોન્ચર અથવા કેનિસ્ટર-બેઝ્ડ સિસ્ટમ
HQ-9 એર ડિફેન્સ સિસ્ટમ :
HQ-9 (HongQi-9) એર ડિફેન્સ સિસ્ટમ અંગે વાત કરીએ તો એ ચીન દ્વારા નિર્મિત લાંબા અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ સિસ્ટમ છે, જે પાકિસ્તાને તેના હવાઈ સંરક્ષણને મજબૂત બનાવવા માટે હસ્તગત કરી હતી. આ સિસ્ટમ રશિયાની S-300 અને અમેરિકાની પેટ્રિઅટ મિસાઇલ સિસ્ટમની સમકક્ષ માનવામાં આવે છે. આની, રેન્જ 200 કિમી સુધી હોય છે. જ્યારે, 300 કિમી સુધીનાં લક્ષ્યોને ટ્રેક કરી શકે છે. ફાઇટર જેટ, ક્રૂઝ મિસાઇલ, બેલિસ્ટિક મિસાઇલ અને ડ્રોનને ટાર્ગેટ કરી શકે છે.
આ પણ વાંચો - America issued advisory: પાકિસ્તાનમાં રહેતા US નાગરિકો માટે એડવાઈઝરી જાહેર, સુરક્ષિત સ્થળે પહોંચી જવા સૂચના


