ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

India-Pakistan War : ઓપરેશન સિંદૂર ભારતીય સેનાની સૌથી મોટી સિદ્ધિ છે - સંબિત પાત્રા

જમ્મુ અને કાશ્મીર અને આંતરરાષ્ટ્રીય સરહદ પરના અન્ય વિસ્તારોમાં રાત્રિ શાંતિપૂર્ણ રહી છે. આ સ્થિતિમાં ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા (Sambit Patra) એ ઓપરેશન સિંદૂર (Operation Sindoor) સંદર્ભે એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. વાંચો વિગતવાર.
01:16 PM May 12, 2025 IST | Hardik Prajapati
જમ્મુ અને કાશ્મીર અને આંતરરાષ્ટ્રીય સરહદ પરના અન્ય વિસ્તારોમાં રાત્રિ શાંતિપૂર્ણ રહી છે. આ સ્થિતિમાં ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા (Sambit Patra) એ ઓપરેશન સિંદૂર (Operation Sindoor) સંદર્ભે એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. વાંચો વિગતવાર.
Sambit Patra Gujarat First

India-Pakistan War : ઓપરેશન સિંદૂર (Operation Sindoor) અંગે ભાજપ દ્વારા આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં પ્રવક્તા સંબિત પાત્રા (Sambit Patra) એ કહ્યું કે, ભારતે 'ઓપરેશન સિંદૂર' દ્વારા પહેલગામમાં 26 લોકોની હત્યાનો બદલો લીધો. આ સૈન્ય કાર્યવાહી વડાપ્રધાન મોદી (Prime Minister Modi) ના નિવેદન 'હમ ઘુસકે મારેંગે ઔર મિટ્ટી મેં મિલાયેંગે' અનુસાર કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં, 6 અને 7 મે 2025 ના રોજ લશ્કરી કાર્યવાહી દ્વારા પાકિસ્તાન અને POK સ્થિત 9 આતંકવાદી સ્થળોનો નાશ કરવામાં આવ્યો હતો.

ઓપરેશન સિંદૂર ભારતીય સેનાની સૌથી મોટી સિદ્ધિ

Operation Sindoor અંગે ભાજપ દ્વારા આજે યોજાયેલ એક પ્રેસ કોન્ફરન્સમાં પ્રવક્તા Sambit Patra એ મહત્વની માહિતી રજૂ કરી હતી. તેમણે કહ્યું કે, અમે ઓપરેશન સિંદૂરમાં બધા લક્ષ્યો પ્રાપ્ત કર્યા. અમે 9 એવા આતંકવાદી ઠેકાણાઓ (Terrorist hideouts) નો નાશ કર્યો જ્યાં અત્યાર સુધી કોઈ પહોંચી શક્યું ન હતું. સેનાએ પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લીધો. અમે કોઈપણ નાગરિક સ્થાનને નિશાન બનાવ્યા વિના આતંકવાદીઓ સામે જડબાતોડ કાર્યવાહી કરી. સંબિત પાત્રાએ કહ્યું કે, ઓપરેશન સિંદૂર ભારતીય સેનાની સૌથી મોટી સિદ્ધિ છે.

આ પણ વાંચોઃ  India-Pakistan War : વડાપ્રધાન અને ત્રણેય સેનાના પ્રમુખો વચ્ચે મહત્વની બેઠક, DGMO મીટિંગ અગાઉની કવાયત

આખી દુનિયાએ જાણી ભારતીય સેનાની તાકાત

સંબિત પાત્રાએ 'ઓપરેશન સિંદૂર' અંગે ભાજપ દ્વારા યોજાયેલ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, આ ઓપરેશનથી આખી દુનિયાએ ભારત સેનાની તાકાત જાણી છે. આપણે સાબિત કરી દીધું કે, આપણે દુશ્મન દેશની અંદર જઈને તેમનો નાશ કેવી રીતે કરી શકીએ છીએ. ભાજપના નેતા અને પ્રવક્તા Sambit Patra એ પ્રેસ કોન્ફરન્સમાં ઓપરેશન સિંદૂર અંગે વધુમાં જણાવ્યું કે, ભારતીય સેનાએ જે રીતે અદમ્ય હિંમત અને બહાદુરી બતાવી તે અદ્ભુત છે. આપણી સેનાએ આતંકવાદીઓના ઘરોમાં એટલી બધી તબાહી મચાવી કે તેઓ તેને ક્યારેય ભૂલી શકશે નહીં.

32 એરપોર્ટ ટૂંક સમયમાં ખુલશે

Operation Sindoor અંગે ભાજપ દ્વારા આજે યોજાયેલ એક પ્રેસ કોન્ફરન્સમાં પ્રવક્તા સંબિત પાત્રાએ ભારતના એરપોર્ટ વિશે મહત્વની માહિતી રજૂ કરી હતી. તેમણે જણાવ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરના લશ્કરી સંઘર્ષને કારણે જે એરપોર્ટ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યા હતા તે હવે ફરીથી કાર્યરત કરવામાં આવી રહ્યા છે. આ નિર્ણય 10 મેના રોજ બંને દેશો વચ્ચે થયેલા યુદ્ધવિરામ કરાર (ceasefire agreement) બાદ લેવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ  Voice of Operation Sindoor : 'ઓપરેશન સિંદૂર'નો અવાજ બનેલા અધિકારીઓને સલામ, જાણો તેમના વિશે ખાસ વાત

 

 

Tags :
2025Airport reopeningCross-border operationGujarat FirstGUJARAT FIRST NEWSIndia Pakistan WarIndian Army's strengthIndian military achievementIndian-ArmyMay 6-7Military ActionOperation Sindoorpahalgam terrorist attackPakistan Occupied Kashmir (POK)Prime Minister's statementRevenge for PahalgamSambit PatraTerrorist Hideouts
Next Article