Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

'ઇસ્લામાબાદની રક્ષણાત્મક ક્ષમતાઓનો સફાયો કરાયો' : કર્નલ સોફિયા કુરેશી

INDIAN ARMY : ભારત વિરુદ્ધ યુદ્ધ ક્ષેત્રે ઉશ્કેરણીજનક કાર્યવાહી બાદ પાકિસ્તાનને ભારે નુકસાન સહન કરવું પડ્યું - કર્નલ સોફિયા કુરેશી
 ઇસ્લામાબાદની રક્ષણાત્મક ક્ષમતાઓનો સફાયો કરાયો    કર્નલ સોફિયા કુરેશી
Advertisement
  • ભારત અને પાકિસ્તાને યુદ્ધ વિરામ માટે સહમતિ દર્શાવી
  • તે બાદ ભારત દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને વિગતવાગ માહિતી આપવામાં આવી છે
  • પાકિસ્તાનના જુઠા દાવાઓની પોલ પણ પ્રેસવાર્તામાં ખોલવામાં આવી છે

INDIAN ARMY : તાજેતરમાં ભારત અને પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામ અંગે સહમતિ દર્શાવવામાં આવી છે. જે બાદ કર્નલ સોફિયા કુરેશીએ પ્રેસવાર્તામાં આ હકીકત લોકો સમક્ષ મુકી કે, ભારત વિરુદ્ધ યુદ્ધ ક્ષેત્રે ઉશ્કેરણીજનક કાર્યવાહી બાદ પાકિસ્તાનને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. ભારતીય સેનાના ઓપરેશન સિંદૂર દ્વારા ઇસ્લામાબાદની આક્રમક અને રક્ષણાત્મક ક્ષમતાઓનો નાશ કર્યો છે. કર્નલ સોફિયા કુરેશીએ નવી દિલ્હીમાં આયોજિત પ્રેસવાર્તામાં જણાવ્યું હતું કે, ભારતનું ઓપરેશન ખાસ કરીને દેશ વિરોધી પ્રવૃત્તિઓ માટે ઉપયોગમાં લેવાતા આતંકવાદી કેમ્પો અને તેની સુવિધાઓને નિશાન બનાવવાનું હતું.

પાકિસ્તાનના દાવા ખોટા

કર્નલ કુરેશીએ વધુમાં કહ્યું કે, ભારતીય સશસ્ત્ર દળોએ કોઈપણ ધાર્મિક સ્થળને નિશાન બનાવ્યું નથી. તેમણે ઉમેર્યું કે, પાકિસ્તાને દાવો કર્યો છે કે તેણે તેના JF 17 વડે ભારતના S400 અને બ્રહ્મોસ મિસાઇલ બેઝને નુકસાન પહોંચાડ્યું છે, જે સંપૂર્ણપણે ખોટું છે.

Advertisement

ભારત એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે

વધુમાં કર્નલ કુરેશીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાને એવી ખોટી માહિતી પણ ફેલાવી હતી કે સિરસા, જમ્મુ, પઠાણકોટ, ભટિંડા, નલિયા અને ભૂજમાં ભારતીય એરબેઝને નુકસાન થયું છે. જે પણ ખોટી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે અને તેની સેના બંધારણીય મૂલ્યોનું ખૂબ જ સુંદર પ્રતિબિંબ છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે કહ્યું કે પાકિસ્તાના ભારતીય સેનાએ મસ્જિદોને નુકસાન પહોંચાડ્યું હોવાના આરોપોને ફગાવી દીધા હતા.

Advertisement

આ પણ વાંચો --- India Pakistan Ceasefire : વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ કહ્યું- 12 મેના રોજ DGMO ફરી વાત કરશે

Tags :
Advertisement

.

×