INDIAN ARMY એ દુશ્મનોના પ્રયાસો નિષ્ફળ બનાવ્યા બાદ J&K CM સમીક્ષા કરવા પહોંચ્યા
- પાકિસ્તાન દ્વારા ભારતમાં નુકશાન પહોંચાડવાના પ્રયાસોને મળી નિષ્ફળતા
- જમ્મુ અને કાશ્મીર સહિત અનેક બોર્ડર એરિયામાં પાકિસ્તાની કરતુત સામે આવી
- ભારતીય સેના દ્વારા સટીક કાર્યવાહી કરતા દુશ્મન દેશના મનસુબા તોડી પડાયા
- આજે સવારે જમ્મું અને કાશ્મીરના મુખ્યમંત્રી સ્થિતીની સમીક્ષા કરવા પહોંચ્યા
INDIAN ARMY : જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા (JAMMU AND KASHMIR CM OMAR ABDULLAH) શ્રીનગરથી રોડ માર્ગે જમ્મુ જવા નીકળ્યા છે. તેમણે એક્સ(ટ્વીટર) પોસ્ટ દ્વારા આ માહિતી આપી છે. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા નિષ્ફળ ડ્રોન હુમલા બાદ અબ્દુલ્લાએ સ્થિતીની સમીક્ષા કરવા માટે જવાનું નક્કી કર્યું છે. તેઓ સિક્યોરીટીના કોન્વોય સાથે સ્થળ જવા નીકળ્યા હોવાની તસ્વીરો તેમના ટ્વીટર એકાઉન્ટ મારફતે સામે આવી છે.
Driving to Jammu now to take stock of the situation after last night’s failed Pakistani drone attack directed at Jammu city & other parts of the division. pic.twitter.com/8f8PLA6Vgg
— Omar Abdullah (@OmarAbdullah) May 9, 2025
લશ્કરી મથકોને નિશાન બનાવીને હવાઈ હુમલા કર્યા
સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં તેમણે લખ્યું કે, “ગઈકાલે રાત્રે જમ્મુ શહેર અને ડિવિઝનના અન્ય ભાગોમાં પાકિસ્તાની ડ્રોન દ્વારા કરવામાં આવેલા નિષ્ફળ હુમલા બાદ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે હું જમ્મુ જઈ રહ્યો છું. અને નોંધનીય છે કે, પાકિસ્તાને જમ્મુ અને ભારતની પશ્ચિમી સરહદ નજીક અનેક લશ્કરી મથકોને નિશાન બનાવીને હવાઈ હુમલા કર્યા હતા, જેને ગુરુવારે રાત્રે ભારતની એર ડિફેન્સ સિસ્ટમે ચોક્સાઇપૂર્વક નિષ્ફળ બનાવ્યા હતા. સશસ્ત્ર દળોએ જણાવ્યું કે, આ કાર્યવાહી દરમિયાન કોઈ જાનહાનિ થઈ નથી.
ઘણા વિસ્તારોમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું
પાકિસ્તાન દ્વારા ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કરીને કરવામાં આવેલા હુમલાના પ્રયાસને કારણે જમ્મુ અને કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું હતું અને સાયરનો ગૂંજી ઉઠ્યા હતા. સ્થાનિક અધિકારીઓએ લોકોને રહેવાસીઓને ઘરની અંદર સતર્ક રહેવા વિનંતી કરી હતી. પરિસ્થિતીને જોતા ઇમરજન્સી પ્રોટોકોલ લાગુ કરી દેવામાં આવ્યો હતો.
કામચલાઉ ધોરણે અંધારપટ છવાઈ ગયો
ભારતીય વાયુસેનાએ જમ્મુ એરપોર્ટ નજીક છોડવામાં આવેલા અનેક ડ્રોનને નિષ્ક્રિય કર્યા હતા, તે દરમિયાન કોઈ જાનહાનિ થઈ નથી. વધુમાં, મીડિયા અહેવાલો અનુસાર, જમ્મુ નજીક આઠ મિસાઇલોને નિષ્ફળ કરી દેવામાં આવી હતી. આ હુમલાને કારણે રિયાસી જિલ્લામાં આવેલા વૈષ્ણો દેવી મંદિરમાં પણ કામચલાઉ ધોરણે અંધારપટ છવાઈ ગયો હતો, સાથે જ સુરક્ષાના પગલાં લાગુ કરવામાં આવતા શ્રીનગરમાં પણ આવા જ વીજળી ગુલ થયાના અહેવાલો સામે આવ્યા છે.
આ પણ વાંચો --- ભારતનો ખોફ પાકિસ્તાનમાં વર્તાયો, પૂર્વ મેજરે રડતા કહ્યું, 'પ્રાર્થના કરો કે...'


