Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભારતનો ખોફ પાકિસ્તાનમાં વર્તાયો, પૂર્વ મેજરે રડતા કહ્યું, 'પ્રાર્થના કરો કે...'

Pakistani MP Major Tahir Iqbal Breaks Down : "અમને માફ કરજો, અમે માફી માંગીએ છીએ અને તેમાં કોઈ શંકા નથી કે અમે મોટા પાપી છીએ."
ભારતનો ખોફ પાકિસ્તાનમાં વર્તાયો  પૂર્વ મેજરે રડતા કહ્યું   પ્રાર્થના કરો કે
Advertisement
  • ભારતના ખોફની ઝલક પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં છલકાઇ
  • પાકિસ્તાની સાંસદે રડતા રડતા અલ્લાહની પ્રાર્થના કરવા જણાવ્યું
  • પાકિસ્તાનની સરકાર અને સેના નિષ્ફળ રહેતા સામાન્ય જનથી લઇને સાંસદ સુધીમાં ફફડાટ

Pakistani MP Major Tahir Iqbal Breaks Down : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા (PAHALGAM TERROR ATTACK) બાદ ભારતની આકરી પ્રતિક્રિયાથી પાકિસ્તાનમાં ખોફ વર્તાઇ રહ્યો છે. ત્યાંના લોકોમાં ભારે ફફડાટ છે. પાકિસ્તાની સરકાર અને સેના નિષ્ફળ રહેતા હવે નાગરિકો સુરક્ષિત રહેવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. આનું એક ઉદાહરણ પાકિસ્તાની સંસદમાં સામે આવ્યું છે, જ્યાં નેશનલ એસેમ્બલીના સભ્ય અને પૂર્વ આર્મી મેજર ચર્ચા દરમિયાન રીતસરના રડી પડ્યા હતા, અને કહ્યું કે, અલ્લાહ અમારૂ રક્ષણ કરો.

તેમણે જ આ દેશ બનાવ્યો છે

પૂર્વ પાકિસ્તાની મેજર તાહિર ઇકબાલે (PAKISTAN MP TAHIR IQBAL BREAKS DOWN) નેશનલ એસેમ્બલીમાં કહ્યું, "આપણે આપણી કોમને કહીએ કે બધાય સાથે મળીને ચાલો અને પોતાના ભગવાનને પ્રાર્થના કરો કે, તે આપણા બધાયનું રક્ષણ કરે. આ દેશનું રક્ષણ કરે. તાહિર ઇકબાલે કહ્યું કે, અલ્લાહ ઇચ્છતા હતા કે પાકિસ્તાન બને અને તેમણે જ આ દેશ બનાવ્યો છે. હવે તેઓ જ તેનું રક્ષણ કરશે.

Advertisement

.......તો આપણે સફળ થઈશું

મેજર તાહિર ઇકબાલે આંસુડા સારતા કહ્યું, "અલ્લાહ, અમને માફ કરજો. અમે તમારી સામે માથું નમાવીએ છીએ અને માફી માંગીએ છીએ અને તેમાં કોઈ શંકા નથી કે અમે મોટા પાપી છીએ." તેમણે વધુમાં કહ્યું કે, અલ્લાહની દયા મદદ કરશે. જો આપણને તેમના આશીર્વાદ મળશે, તો આપણે સફળ થઈશું અને આ દેશનું રક્ષણ કરીશું.

Advertisement

વળતો પ્રચંડ પ્રહાર કરીને દુશ્મન દેશના દાત ખાટા કરી નાંખ્યા

ઉલ્લેખનીય છે કે, ભારતે ઓપરેશન 'સિંદૂર' દ્વારા પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. આ અંતર્ગત, પાકિસ્તાન અને પીઓકેમાં નવ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો છે. આ હુમલાથી ગભરાયેલા પાકિસ્તાને નિયંત્રણ રેખા (LoC) ને અડીને આવેલા સરહદી વિસ્તારમાં ગોળીબાર કર્યો છે. જેમાં અનેકના મોત નોંધાયા છે. આ વચ્ચે પાકિસ્તાન દ્વારા ભારતના અનેક શહેરોને મિસાઇલ અને ડ્રોન મારફતે ટાર્ગેટ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં તે સદંતર નિષ્ફળ નિવડ્યું છે. સામે ભારતે વળતો પ્રચંડ પ્રહાર કરીને દુશ્મન દેશના દાત ખાટા કરી નાંખે તેવી કાર્યવાહી કરી છે.

આ પણ વાંચો --- INDIAN NAVY માં પ્રથમ સ્વદેશી નિર્મિત એન્ટી સબમરીન યુદ્ધ જહાજ INS 'અર્નાલા' સામેલ

Tags :
Advertisement

.

×