Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Indian Coast Guard : એક વાર ફરીથી સમુદ્રમાં ભારતે પાકિસ્તાનને આપી મ્હાત, Video

ભારતીય માછીમારો સાથે ભાગી રહ્યું હતું પાકિસ્તાની જહાજ Indian Coast Guard તેનો પીછો કરીને પકડી પાડ્યું સંરક્ષણ વિભાગ દ્વાર આપવામાં આવી હતી જાણકારી ફરી એકવાર ભારતે પાકિસ્તાન (Pakistan)ને દરિયામાં હરાવ્યું છે. એક પાકિસ્તાની જહાજ ભારતીય માછીમારોને તેમની બોટ સાથે...
indian coast guard   એક વાર ફરીથી સમુદ્રમાં ભારતે પાકિસ્તાનને આપી મ્હાત  video
Advertisement
  1. ભારતીય માછીમારો સાથે ભાગી રહ્યું હતું પાકિસ્તાની જહાજ
  2. Indian Coast Guard તેનો પીછો કરીને પકડી પાડ્યું
  3. સંરક્ષણ વિભાગ દ્વાર આપવામાં આવી હતી જાણકારી

ફરી એકવાર ભારતે પાકિસ્તાન (Pakistan)ને દરિયામાં હરાવ્યું છે. એક પાકિસ્તાની જહાજ ભારતીય માછીમારોને તેમની બોટ સાથે પકડી રહ્યું હતું, જેની જાણ ભારતીય કોસ્ટ ગાર્ડને થઈ અને ત્યારપછી ભારતીય કોસ્ટ ગાર્ડ (Indian Coast Guard)ના જહાજે પાકિસ્તાની જહાજનો પીછો શરૂ કર્યો. જ્યારે પાકિસ્તાની જહાજને ખબર પડી કે તેનું બચવું મુશ્કેલ છે, ત્યારે તેણે ભારતીય માછીમારને છોડી દીધો.

બે કલાક સુધી દરિયામાં પીછો કર્યો...

સંરક્ષણ વિભાગ પાસેથી મળેલી માહિતી અનુસાર, પાકિસ્તાન (Pakistan) સાથેની દરિયાઈ સીમા રેખા નજીક તૈનાત ભારતીય કોસ્ટ ગાર્ડ (Indian Coast Guard) જહાજ એડવાન્સે લગભગ બે કલાક સુધી પાકિસ્તાની જહાજનો પીછો કર્યો હતો. પાકિસ્તાની મેરીટાઈમ સિક્યોરિટી એજન્સીના જહાજ પીએમએસ નુસરતનો ભારતીય જહાજ દ્વારા પીછો કરવામાં આવ્યો હતો અને તેમને સ્પષ્ટપણે કહ્યું હતું કે, તે કોઈ પણ સંજોગોમાં પાકિસ્તાની જહાજને ભારતીય જળસીમામાંથી કાલ ભૈરવ નામની ફિશિંગ બોટમાંથી ભારતીય માછીમારોને લઈ જવા દેશે નહીં. જે બાદ પાકિસ્તાની જહાજે ભારતીય માછીમારને મુક્ત કર્યો હતો.

Advertisement

Advertisement

આ પણ વાંચો : Noida માં મોટી દુર્ઘટના, ઈમારત ધરાશાયી થવાથી કાટમાળ નીચે અનેક લોકો દટાયા, બચાવ કાર્ય ચાલુ

બધા માછીમારો સુરક્ષિત...

કોસ્ટ ગાર્ડ (Indian Coast Guard)ને રવિવારે બપોરે નો ફિશિંગ ઝોન (NFZ) ની નજીક કાર્યરત ભારતીય માછીમારી બોટ તરફથી એક સંકેત મળ્યો, જેના પગલે બચાવ કામગીરી માટે એક જહાજ રવાના કરવામાં આવ્યું. ICG જહાજે PMSA જહાજને અટકાવ્યું અને તેમને ભારતીય માછીમારોને છોડવા માટે સમજાવ્યા. ICG જહાજ સાત માછીમારોને સુરક્ષિત રીતે પરત લાવવામાં સફળ રહ્યું હતું, જેમની તબીબી સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો : 'છોટા પોપટ, કોંગ્રેસને કરશે ચૌપટ', રાહુલ ગાંધીના 'Safe' નિવેદન પર ભાજપનો પલટવાર

Tags :
Advertisement

.

×