દુશ્મન દેશ જોડે તણાવ વચ્ચે ભારતીય નૌકાદળમાં જોડાશે 'INS તમાલ'
- ભારતીય નૌકાદળની સૈન્ય ક્ષમતામાં મોટો વધારે થશે
- રશિયા દ્વારા નિર્મિત INS તમાલ ભારતીય નૌકાદળમાં જોડાશે
- ખતરનાક બ્રહ્મોસ મિસાઇલ લોન્ચ કરવા સક્ષમ
- દુશ્મન દેશને પરસેવો પડાવી તેવી યુદ્ધ ક્ષમતા સાથે તૈયાર INS તમાલ
INDIAN NAVY : પાકિસ્તાનમાં આતંકવાદી પ્રવૃત્તિઓને નેસ્તનાબુદ કરવા માટે વ્યૂહાત્મક આયોજન વચ્ચે ભારતીય નેવી (INDIAN NAVY) માં ટૂંક સમયમાં દુનિયાના અદ્યતન મલ્ટી-રોલ સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલ ફ્રિગેટ્સમાંના એક 'INS તમાલ' (INS TAMAL) નો ઉમેરો થવા જઇ રહ્યો છે. રશિયાના યંતાર શિપયાર્ડમાં તેનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ યુદ્ધ જહાજ ઘાતક બ્રહ્મોસ એન્ટી-શિપ મિસાઇલને લોન્ચ કરવામાં સક્ષમ છે.
વિશેષ કરાર હેઠળ બીજુ યુદ્ધ જહાજ તૈયાર
વર્ષ 2016 ભારત-રશિયા વચ્ચે મહત્વના કરાર કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત ચાર તલવાર-ક્લાસ સ્ટીલ્થ ફ્રિગેટ્સનું નિર્માણ પણ સામેલ છે. જે પૈકી બેનું નિર્માણ રશિયામાં અને અન્ય બેનું નિર્માણ ભારતમાં કરવામાં આવનાર છે. આ કરાર હેઠળનું બીજું યુદ્ધ જહાજ હવે તૈયાર છે. જૂન 2025 સુધીમાં તેને ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.
INS તુશીલ ભારત પહોંચી ગયું છે
સુત્રોના જણાવ્યા અનુસાર, 28 મેના રોજ 'INS તમાલ' ભારતને સોંપશે. રશિયામાં બનેલા બે ફ્રિગેટ્સ પૈકી એક INS તુશીલ ભારતીય નૌકાદળમાં જોડાઈ ગયું છે. ડિસેમ્બર-2024 માં ભારતના ડિફેન્સ મિનિસ્ટર રશિયાની મુલાકાતે હતા, તે દરમિયાન તેમની હાજરીમાં તેને ઔપચારિક રીતે સામેલ કરવામાં આવ્યું હતું. 20 હજાર કિમીથી વધુની મુસાફરી, સાથે આઠ દેશોમાંથી પસાર થયા બાદ INS તુશીલ ભારત પહોંચી ગયું છે.
ભારતીય નૌકાદળના 200 જવાનોને તાલીમ અપાઇ
રશિયામાં INS તમાલના ટ્રાયલ દરમિયાન ભારતીય નૌકાદળના અધિકારીઓ હાજર રહ્યા હતા. યુદ્ધ જહાજને સામેલ કર્યા પછી ભારતીય નૌકાદળની એક ટીમ તેને લાવશે. તે માટે લગભગ ભારતીય નૌકાદળના 200 જવાનોને તાલીમ આપવામાં આવી છે. તેઓ દરિયાઈ પરીક્ષણોમાં ભાગ લેનાર છે. આ પરીક્ષણો આગામી સપ્તાહ સુધી ચાલશે, ત્યારબાદ આ યુદ્ધ જહાજને ભારત મોકલવામાં આવશે.
તમાલની શ્રેષ્ઠતા જાણો
INS તમાલ તલવાર જેવી તીક્ષ્ણ અને ચોક્કસ પ્રહાર ક્ષમતા માટે બન્યું છે. તે 55 કિમી/કલાક ની ઝડપે દોડી શકે છે. એક જ મિશનમાં તેની ઓપરેશનલ રેન્જ 3,000 કિલોમીટર છે.
મુખ્ય વિશેષતાઓ
- બ્રહ્મોસ મિસાઇલ ક્ષમતા: આ યુદ્ધ જહાજ સુપરસોનિક બ્રહ્મોસ મિસાઇલથી વાર કરી શકે છે, જેથી તે દુશ્મનો માટો મોટો ખતરો બની શકે છે
- સબમરીન વિરોધી શસ્ત્રો: પાણીની અંદરના પડકારોનો સામનો કરવા માટે તેમાં અદ્યતન સબમરીન વિરોધી રોકેટ અને ટોર્પિડો જોડવામાં આવ્યા છે.
- હેલિકોપ્ટરની તૈનાતી : આ બહુ હેતુક હેલિકોપ્ટરને લઈ જઈ શકે છે, અને તેનું સંચાલન પણ કરી શકે છે. જેનો યુદ્ધ મિશનમાં વ્યાપક ઉપયોગ થઇ શકે છે.
આ પણ વાંચો --- Elon Musk સાથે કરેલ છેતરપિંડી પાકિસ્તાનને ભારે પડશે...!!!


