INDIAN RAILWAY: તત્કાલ ટિકિટમાં દલાલ પ્રથા થશે નાબૂદ, લાગુ કરાશે OTP સિસ્ટમ
- INDIAN RAILWAY વિભાગનો મોટો નિર્ણય
- તત્કાલ વિન્ડો ટિકિટ માટે OTP સિસ્ટમ લાગુ કરાશે
- ટિકિટ બુક માટે ચાલતી દલાલ પ્રથા થશે નાબૂદ
- આગામી દિવસોમાં લાગુ કરવામાં આવશે નિયમ
- તત્કાલ ટિકિટનો દુરુપયોગ અટકાવવાનો હેતુ
- OTP સિસ્ટમથી યાત્રીઓની સુવિધામાં થશે વધારો
INDIAN RAILWAY: ટ્રેનની તત્કાલ ટિકિટ બુક કરવામાં ચાલતી દલાલ પ્રથા નાબૂદ કરવા માટે ભારતીય રેલવે વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે. હવેથી તત્કાલ વિન્ડો ટિકિટ બુકિંગ માટે OTP સિસ્ટમ લાગુ કરવામાં આવશે. મુસાફર જ્યારે ટિકિટ બુક કરાવશે ત્યારે તેના મોબાઈલમાં એક OTP જશે. આ OTP આપીને ખરાઈ કરાવ્યા પછી જ તત્કાલ વિન્ડો ટિકિટ બુક થશે. આગામી થોડા જ દિવસોમાં રેલવે વિભાગ દેશના તમામ રેલવે સ્ટેશનમાં આ વ્યવસ્થા લાગુ કરી દેશે. આપને જણાવવાનું કે, રેલવે વિભાગે સમાન્ય મુસાફરોની સુવિધા વધારવા માટે OTP આધારિત તત્કાલ રિઝર્વેશન સિસ્ટમનો પ્રસ્તાવ રાખ્યો હતો.
જુલાઈ 2025માં શરૂ થઈ પ્રથમ OTP સેવા
એવું નથી કે, આ સિસ્ટમ પ્રથમવાર શરૂ થવા જઈ રહી છે. ચાલુ વર્ષે જુલાઈ મહિનામાં ઓનલાઈન તત્કાલ ટિકિટ માટે પ્રમાણીકરણ શરૂ કરવામાં આવ્યું. ત્યારબાદ ઓક્ટોબર મહિનામાં તમામ જનરલ રિઝર્વેશનની પ્રથમ-ડે-બુકિંગ માટે OTP આધારિત સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી. આ બંને વ્યવસ્થાથી મુસાફરોની સુવિધામાં વધારો થયો છે. અને તત્કાલ વિન્ડો ટિકિટની પ્રક્રિયા પણ સરળ થઈ છે. હવે આ સિસ્ટમ દેશભરમાં દોડતી તમામ ટ્રેનના બુકિંગમાં લાગુ કરવામાં આવશે.
આ પણ વાંચો- Kerala: ભાજપે Sonia Gandhi ને ટિકિટ આપતા સમગ્ર દેશમાં ચર્ચા, કોંગ્રેસ માટે પડકાર
Railway plans to implement OTP based window tickets in tatkal within the next few days. pic.twitter.com/25wRn2wtwt
— South Central Railway (@SCRailwayIndia) December 3, 2025
શું છે INDIAN RAILWAY ની યોજના?
રેલવે વિભાગે 17 નવેમ્બર 2025થી રિઝર્વેશન કાઉન્ટર્સ થકી તત્કાલ ટિકિટ માટે OTP સિસ્ટમનો પાયલટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. હાલ ફિલહાલ આ વ્યવસ્થા 52 જેટલી ટ્રેનમાં લાગુ થઈ ચૂકી છે. આ યોજના હેઠળ મુસાફર જ્યારે તત્કાલ ટિકિટ બુક કરવા માટે ફોર્મ ભરશે ત્યારે તેમના મોબાઈલ ફોનમાં એક ONE TIME PASSWORS (OTP) આવશે. જ્યારે મુસાફર OTP આપીને તેની ખરાઈ કરાવશે ત્યારે જ તેમની તત્કાલ ટિકિટ કન્ફર્મ થશે.
વ્યવસ્થાથી રેલવે મુસાફરોની સુવિધા વધશે
તત્કાલ ટિકિટ માટે OTP સિસ્ટમ આગામી દિવસોમાં દેશમાં દોડતી તમામ ટ્રેનમાં લાગુ થઈ જશે. આ સિસ્ટમ લાગુ થવાથી રેલવે ટિકિંગની બુકિંગ પ્રક્રિયામાં પારદર્શિતા આવશે. એક લાભ એ પણ થશે કે, દલાલ પ્રથા નાબૂદ થશે. સાથે જ કોઈ પણ વ્યક્તિના નામે ખોટી ટિકિટ બુક નહીં થઈ શકે. મુસાફરોની સુવિધા અને સુરક્ષાને મજબૂત કરવાની દિશામાં રેલવે વિભાગે આ એક મહત્વનો નિર્ણય ગણાવ્યો છે.
આ પણ વાંચો-રાજધાની દિલ્લી ઝેરી વાયુની લપેટમાં, અનેક સ્થળે AQI અત્યંત ગંભીર શ્રેણીમાં


