રેલ્વે મંત્રીએ ટ્રેન સંચાલનની સમીક્ષા કરી, ફસાયેલા મુસાફરો માટે વિશેષ આયોજન
- એરપોર્ટ બંધ કરાતા મોટી સંખ્યામાં મુસાફરો અટવાઇ પડ્યા
- આ સમયે રેલવે મુસાફરોની વ્હારે આવ્યું
- વિવિધ જગ્યાએથી સ્પેશિયલ ટ્રેનો દોડાવીને મુસાફરોને પરત મોકલાયા
INAIDNA RAILWAYS : ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ (INDIA PAKISTAN TENSION) વચ્ચે ઉત્તર અને પશ્ચિમ ભારતના 32 એરપોર્ટ 9 મે 2025 થી 14 મે 2025 સુધી અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યા હતા. જેને પગલે કારણે હજારો મુસાફરો જમ્મુ અને ચંદીગઢ જેવા એરપોર્ટ પર અટવાઈ ગયા હતા. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રેલ્વે મંત્રી (RAILWAY MINISTER OF INDIA) અશ્વિની વૈષ્ણવે રેલ પરિવહનની સમીક્ષા કરી હતી અને સામાન્ય લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ખાસ ટ્રેનો ચલાવવાનો નિર્દેશ આપ્યો હતો.
Five special trains planned from Jammu. pic.twitter.com/vvexrXfCY4
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) May 9, 2025
રેલવે મંત્રીના આદેશ બાદ વિશેષ ટ્રેન દોડી
રેલ્વે મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર, રેલ્વે મંત્રીએ જમ્મુ, ચંદીગઢ અને સરહદી વિસ્તારોમાં ફસાયેલા મુસાફરો માટે ખાસ ટ્રેનો ચલાવવાનો આદેશ આપ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે, રેલવેએ અન્ય સરકારી એજન્સીઓ સાથે સંકલન કરવું જોઈએ અને તાત્કાલિક રાહત પગલાં લેવા જોઈએ. રેલ્વે મંત્રીની સૂચનાથી 9 મેના રોજ ચાર ખાસ ટ્રેનો ચલાવવામાં આવી હતી. પહેલી ખાસ ટ્રેન નં. 04612 સવારે 10 - 45 વાગ્યે જમ્મુ સ્ટેશનથી નીકળ્યું, જેમાં 12 બિન-અનામત અને 12 અનામત કોચ હતા. બીજી ટ્રેન, વંદે ભારત એક્સપ્રેસ (20 કોચ), ઉધમપુરથી બપોરે 12:45 વાગ્યે નીકળી અને જમ્મુ અને પઠાણકોટ થઈને નવી દિલ્હી પહોંચી હતી. તથા 12 LHB કોચ સાથેની ત્રીજી ખાસ ટ્રેન જમ્મુ સ્ટેશનથી સાંજે 7 વાગ્યે રવાના થઈ હતી.
32 એરપોર્ટ કામચલાઉ ધોરણે બંધ કરવા પડ્યા
ચોથી વંદે ભારત સ્પેશિયલ ટ્રેન બીસીસીઆઈની વિનંતી પર ચલાવવામાં આવી હતી. જે આઈપીએલ ખેલાડીઓ અને અધિકારીઓને નવી દિલ્હી લઈ ગઇ હતી. આ ટ્રેન જમ્મુથી બપોરે 3 - 30 વાગ્યે નીકળી હતી. અગાઉ, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) અને ઉડ્ડયન એજન્સીઓએ એક નોટિસ જારી કરીને નાગરિક વિમાન સંચાલન માટે 32 એરપોર્ટને કામચલાઉ બંધ કરવાની જાહેરાત કરી હતી. તેમાં જમ્મુ, શ્રીનગર, અમૃતસર, ચંદીગઢ, પઠાણકોટ, જેસલમેર, લેહ, ભુજ, રાજકોટ, બિકાનેર, અમરાવતી, કંડલા અને મનાલી (ભુંતર) જેવા મહત્વના એરપોર્ટનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો ---- Indus Waters Treaty : સિંધુ જળ સંધિ પર પાકિસ્તાનને કોઈ રાહત નહીં, યુદ્ધવિરામ છતાં સમજૂતી પર પ્રતિબંધ ચાલુ રહેશે


