Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

DGMO PC : 'પાપનો ઘડો ભરાઈ ગયો હતો..!' આતંકીસ્તાન સામે ભારતીય સેનાનો હુંકાર

ભારતીય સેનામાં ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈએ કહ્યું કે, આપણી હવાઈ સંરક્ષણ પ્રણાલી તૈયાર છે.
dgmo pc    પાપનો ઘડો ભરાઈ ગયો હતો     આતંકીસ્તાન સામે ભારતીય સેનાનો હુંકાર
Advertisement
  1. ત્રણેય સેનાના DG ઓપરેશન્સ દ્વારા એક પ્રેસ બ્રીફિંગ યોજાઈ (DGMO PC)
  2. આતંકવાદી પ્રવૃત્તિઓનાં સ્વભાવમાં પરિવર્તન આવી રહ્યું છે : DGMO રાજીવ ઘઈ
  3. પહેલગામ આવ્યું ત્યાં સુધીમાં 'પાપનો ઘડો" ભરાઈ ગયો હતો : DGMO રાજીવ ઘઈ
  4. 'આપણી હવાઈ સંરક્ષણ પ્રણાલી સંપૂર્ણ રીતે તૈયાર છે'

DGMO PC : સોમવારે 'ઓપરેશન સિંદૂર' (Operation Sindoor) અંગે ત્રણેય સેનાના DG ઓપરેશન્સ દ્વારા એક પ્રેસ બ્રીફિંગ યોજાઈ હતી. દરમિયાન, ભારતીય સેનામાં ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈએ કહ્યું કે, આપણી હવાઈ સંરક્ષણ પ્રણાલી (Air Defense System) તૈયાર છે. પાકિસ્તાન આપણી હવાઈ સંરક્ષણ ગ્રીડ સિસ્ટમમાં પ્રવેશ કરી શક્યું નહીં.

આ પણ વાંચો - India Pakistan Ceasefire : પાકિસ્તાની સેનાએ આતંકવાદીઓને ટેકો આપ્યો, Oparation Sindoor પર સેનાનો ખુલાસો

Advertisement

Advertisement

આતંકવાદી પ્રવૃત્તિઓનાં સ્વભાવમાં પરિવર્તન આવ્યું છે : DGMO રાજીવ ઘઈ

તેમણે આગળ (DGMO PC) કહ્યું કે, આતંકવાદી પ્રવૃત્તિઓનાં સ્વભાવમાં પરિવર્તન આવી રહ્યું છે. આપણી સેનાની સાથે, આપણા નિર્દોષ નાગરિકો, જેઓ પોતાનો બચાવ કરવામાં અસમર્થ હતા, તેમના પર પણ હુમલા થઈ રહ્યા હતા. વર્ષ 2024 માં જમ્મુમાં શિવખોરી મંદિરની મુલાકાતે આવેલા શ્રદ્ધાળુઓ પર થયેલા હુમલા અને આ વર્ષે એપ્રિલમાં પહેલગામમાં નિર્દોષ પર્યટકો પર થયેલા હુમલા આ ખતરનાક વલણનાં ચોક્કસ ઉદાહરણો છે. પહેલગામ ( Pahalgam Tarror Attack) આવ્યું ત્યાં સુધીમાં 'પાપનો ઘડો" ભરાઈ ગયો હતો. તે પછી શું થયું તે વિશે આપણે પહેલાથી જ વિગતવાર વાત કરી છે. આપણે એર સ્ટ્રાઇક કરી. અમને સંપૂર્ણ ખબર હતી કે પાકિસ્તાન પણ હુમલો કરશે, તેથી અમે અમારા હવાઈ સંરક્ષણ માટેની સંપૂર્ણ તૈયારીઓ (IndiaPakistanWar2025) કરી લીધી હતી.

આ પણ વાંચો - Operation sindoor ની સમગ્ર ફળશ્રુતિને સમજો 12 સરળ મુદ્દામાં

'અમે પાકિસ્તાનની મિસાઇલો તોડી પાડી'

રાજીવ ઘઈએ (Rajiv Ghai) કહ્યું કે, અમે પણ તૈયાર હતા. આપણી હવાઈ સંરક્ષણ પ્રણાલી (Air Defense System) પણ તૈયાર હતી. આપણી વાયુ સંરક્ષણ પ્રણાલી એક મજબૂત દિવાલની જેમ ઊભી હતી. અમે હુમલાનો સામનો કરવા માટે તૈયારીઓ કરી લીધી હતી. જ્યારે ઉત્સાહ ઊંચો હોય છે, ત્યારે મંજિલ પણ તમારા કદમ ચૂમે છે. તેમણે કહ્યું કે, અમે સરહદ પાર કર્યા વિના હુમલા કર્યા. અમે પાકિસ્તાનની (Pakistan) મિસાઇલો તોડી પાડી. તેઓ આપણા હવાઈ સંરક્ષણ ગ્રીડમાં પ્રવેશી શક્યા નહીં. અમે આતંકવાદીઓ પર ચોક્કસ હુમલા કર્યા. તેમના ઠેકાણાઓનો નાશ કર્યો.

આ પણ વાંચો - Ceasefire Controversy: સીઝફાયર અને અમેરિકાના નિવેદન પર ગુસ્સે થયા પવન ખેરા, કહ્યું- 'PM મોદીએ આ તો નહોતું કહ્યું...'

Tags :
Advertisement

.

×