Indigo Flight Cancellation: FDTL નિયમોને કારણે 1000થી વધુ ફ્લાઇટ રદ, CEO એ માફી માંગી
- ઇન્ડિગો એરલાઇન્સના સીઇઓએ આપ્યું મોટું નિવેદન (Indigo Flight Cancellation)
- સીઇઓએ વીડિયો સંદેશ જારી કરીને માંગી માફી
- આજે 1 હજારથી વધુ ઇન્ડિગોની ફલાઇટ થઇ રદ
Indigo Flight Cancellation: ભારતની સૌથી મોટી ઓછી કિંમતવાળી એરલાઇન ઇન્ડિગો હાલમાં ઓપરેશનલ કટોકટીના એક ગંભીર તબક્કામાંથી પસાર થઈ રહી છે. કંપનીને પાઇલટ્સ માટેના નવા ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન (FDTL) નિયમો લાગુ કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ કટોકટીના પરિણામે, આજે શુક્રવારે 1000 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, જે એરલાઇનની કુલ દૈનિક ફ્લાઇટ્સના અડધાથી વધુ છે અને આ કટોકટી શરૂ થયા પછીનો સૌથી અસરગ્રસ્ત દિવસ રહ્યો છે. ઇન્ડિગોના સીઇઓ પીટર એલ્બર્સે ( (Indigo CEO Peter Elbers ) )શુક્રવારે એક વિડિયો સંદેશ જારી કરીને મુસાફરોની દિલથી માફી માંગી છે.
Message from Pieter Elbers, CEO, IndiGo. pic.twitter.com/bXFdqoB0Q2
— IndiGo (@IndiGo6E) December 5, 2025
Indigo Flight Cancellation: સીઇઓએ વીડિયો સંદેશ જારી કરીને માંગી માફી
નોંધનીય છે કે આ ગંભીર પરિસ્થિતિને પગલે, ઇન્ડિગોના સીઇઓ પીટર એલ્બર્સે (Indigo CEO Peter Elbers ) શુક્રવારે એક વિડિયો સંદેશ જારી કરીને મુસાફરોની દિલથી માફી માંગી છે. તેમણે સ્વીકાર્યું હતું કે એરલાઇન છેલ્લા કેટલાક દિવસોથી ગંભીર ઓપરેશનલ મુશ્કેલીઓનો સામનો કરી રહી છે અને આજનો દિવસ સૌથી વધુ અસરગ્રસ્ત રહ્યો છે. સીઇઓએ મુસાફરોને વિનંતી કરી છે કે જેમની ફ્લાઇટ્સ રદ થઈ હોય તેઓ મહેરબાની કરીને એરપોર્ટ પર ન આવે, કારણ કે ઇન્ડિગોની સંપૂર્ણ સિસ્ટમ હાલમાં રીબૂટ થઈ રહી છે.
એરલાઇન્સની સ્થિતિ 15 ડિસેમ્બર સુધી સામાન્ય થઇ જશે!
પીટર એલ્બર્સે આશા વ્યક્ત કરી છે કે કંપનીની કામગીરી 10 થી 15 ડિસેમ્બરની વચ્ચે સંપૂર્ણપણે પુનઃસ્થાપિત થઈ જશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે કંપની સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટે તમામ શક્ય પગલાં લઈ રહી છે. મુસાફરોને અસુવિધા માટે માફી માંગતા તેમણે નવીનતમ અપડેટ્સ માટે મુસાફરી પહેલાં પોતાના ફ્લાઇટ શેડ્યૂલ પર નજર રાખવા વિનંતી કરી છે.
આ પણ વાંચો: IndiGo Flight Cancellation : 'દીકરીને પેડ્સ આપો', પિતાનો સંવેદનશીલ વીડિયો વાયરલ


