IPL 2025 Mega Auction: 13 વર્ષના વૈભવ સૂર્યવંશી બન્યો કરોડપતિ,આ ટીમે આટલા કરોડમાં ખરીદ્યો
- ઓક્શનમાં એન્ટ્રી કરનાર સૌથી યુવા ક્રિકેટર બન્યો
- વૈભવ સૂર્યવંશીને રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો
- વૈભવને ખરીદવા માટે 2 ટીમો ટક્કર થઈ
Vaibhav Suryavanshi IPL Mega Auction:ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 સીઝન માટે બે દિવસીય મેગા હરાજી 24 અને 25 નવેમ્બરના રોજ સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાઈ હતી. જેમાં 13 વર્ષના વૈભવ સૂર્યવંશી(Vaibhav Suryavanshi)એ હલચલ મચાવી દીધી છે.આ વખતે તે IPL મેગા ઓક્શનમાં એન્ટ્રી કરનાર સૌથી યુવા ક્રિકેટર બન્યો છે. વૈભવ સૂર્યવંશીની મૂળ કિંમત 30 લાખ રૂપિયા હતી. પરંતુ તેને રાજસ્થાન રોયલ્સે 1.10 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
વૈભવને ખરીદવા માટે 2 ટીમો ટકરાઈ
જ્યારે હરાજી માટે બેટ્સમેન વૈભવ સૂર્યવંશીનું નામ સામે આવ્યું ત્યારે તેને ખરીદવા માટે દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે યુદ્ધ થયું હતું. દરમિયાન, વૈભવ સૂર્યવંશીની કિંમત 30 લાખ રૂપિયાથી વધી રહી હતી, જે 1.10 કરોડ રૂપિયા પર બંધ થઈ ગઈ હતી. આ છેલ્લી બોલી રાજસ્થાનની ટીમે લગાવી હતી. અહીં દિલ્હીએ હાર સ્વીકારી અને રાજસ્થાનની ટીમ જીતી ગઈ. હવે વૈભવ સૂર્યવંશી IPL 2025ની સિઝનમાં સંજુ સેમસનની કેપ્ટનશીપવાળી રાજસ્થાનની ટીમ તરફથી રમશે.
IPL auction 2025 | Vaibhav Suryavanshi, 13 years old, became the youngest to be part of IPL, goes to Rajasthan Royals at Rs 1.1 cr pic.twitter.com/nPjOYgeUuK
— ANI (@ANI) November 25, 2024
આ પણ વાંચો -આ એક્ટ્રેસ સાથે જોડાયું Mohammed Siraj નું નામ,કર્યું આ કામા
13 વર્ષનો વૈભવ સૌથી યુવા ખેલાડી હતો
બિહારનો વૈભવ સૂર્યવંશી આ વખતે હરાજીની યાદીમાં સામેલ થનાર સૌથી યુવા ખેલાડી છે. ESPN Cricinfo અનુસાર, વૈભવ સૂર્યવંશીનો જન્મ 27 માર્ચ 2011ના રોજ થયો હતો અને તેમની હાલની ઉંમર 13 વર્ષ અને 234 દિવસ (16 નવેમ્બર 2024) છે. વૈભવ સૂર્યવંશી બિહાર માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે. વૈભવે આ વર્ષે જાન્યુઆરીમાં મુંબઈ સામે ફર્સ્ટ ક્લાસમાં ડેબ્યૂ કર્યું હતું.
આ પણ વાંચો -IPL 2025 Mega Auction MI: અફઘાનિસ્તાનના 18 વર્ષના ખેલાડી પર મુંબઈએ કર્યો કરોડોનો વરસાદ
વૈભવનો જન્મ સમસ્તીપુર જિલ્લાના મોતીપુરમાં થયો હતો
વૈભવને બાળપણથી જ ક્રિકેટનો શોખ હતો, વૈભવનો જન્મ સમસ્તીપુર જિલ્લાના મોતીપુરમાં થયો હતો. પાંચ વર્ષની ઉંમરથી તેના પિતા સંજીવે વૈભવને પ્રેક્ટિસ નેટ બનાવવાનું શરૂ કર્યું. આ માટે વૈભવના પિતાએ ઘરે નેટ લગાવી. ત્યારબાદ વૈભવે સમસ્તીપુરની ક્રિકેટ એકેડમીમાં એડમિશન લીધું. આ પછી વૈભવે પટનાની જીસસ એકેડમીમાં મનીષ ઓઝા પાસેથી ટ્રેનિંગ લીધી.
આ પણ વાંચો -IPL Auction 2025:ભારતીય ફાસ્ટ બોલર્સ માટે ટીમોએ ખોલી તિજોરી, આટલા કરોડમાં ખરીદયા
ઓસ્ટ્રેલિયા સામે સદી ફટકારી હતી
ડોમેસ્ટિક ક્રિકેટમાં વૈભવ સૂર્યવંશીનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. ભારત અંડર-19 અને ઑસ્ટ્રેલિયા અંડર-19 વચ્ચે રમાયેલી યુવા શ્રેણીમાં વૈભવે પોતાની બેટિંગથી બધાને પોતાના ફેન બનાવી દીધા હતા. વૈભવે આ મેચમાં સદી ફટકારી હતી અને 64 બોલમાં 104 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ સાથે તેણે પાંચ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મેચ પણ રમી છે. જો કે આ પાંચ મેચમાં તે માત્ર 100 રન જ બનાવી શક્યો છે. વૈભવ ડાબોડી બેટ્સમેન છે અને લાંબા સિક્સર મારવા માટે જાણીતો છે. રાહુલ દ્રવિડની દેખરેખ હેઠળ આ યુવા ખેલાડી આગામી વર્ષોમાં મજબૂત ક્રિકેટર તરીકે ઉભરી શકે છે.


