Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IPL 2025: ખેલાડીઓની હરાજી કરનાર મલ્લિકા સાગર કોણ છે?, જાણો નેટવર્થ

ઓક્શનર મલ્લિકા સાગર ફરી એકવાર જોવા મળશે કરોડો રૂપિયાની માલિક છે મલ્લિકા સાગર મુંબઈની પ્રખ્યાત પંડોલ આર્ટ ગેલેરીથી થઈ હતી. IPL 2025 :IPL 2025 મેગા ઓક્શન (IPL 2025 Mega Auction)માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. દરેક ક્રિકેટ ફેન્સની નજર...
ipl 2025  ખેલાડીઓની હરાજી કરનાર મલ્લિકા સાગર કોણ છે   જાણો નેટવર્થ
Advertisement
  • ઓક્શનર મલ્લિકા સાગર ફરી એકવાર જોવા મળશે
  • કરોડો રૂપિયાની માલિક છે મલ્લિકા સાગર
  • મુંબઈની પ્રખ્યાત પંડોલ આર્ટ ગેલેરીથી થઈ હતી.

IPL 2025 :IPL 2025 મેગા ઓક્શન (IPL 2025 Mega Auction)માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. દરેક ક્રિકેટ ફેન્સની નજર હવે આ મેગા ઈવેન્ટ પર અટકેલી છે. જેમાં 574 ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવશે, પરંતુ તેમાંથી માત્ર 204 ખેલાડીઓ જ વેચી શકાશે.IPL ઈતિહાસની પ્રથમ મહિલા ઓક્શનર મલ્લિકા સાગર (Mallika sagar)ફરી એકવાર ખેલાડીઓ પર બોલી લગાવવા માટે તૈયાર છે. ગયા વર્ષે, મલ્લિકા પહેલી વખત ઓક્શનમાં ભાગ લેતી જોવા મળી હતી. તમને મલ્લિકા સાગરની નેટવર્થ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.

કરોડો રૂપિયાની માલિક છે મલ્લિકા સાગર

IPL 2024ની ઓક્શન દરમિયાન મલ્લિકા સાગર(Mallika sagar)ને પહેલીવાર ઓક્શનર તરીકે જોવામાં આવી હતી. મલ્લિકાએ પ્રો કબડ્ડી લીગમાં પણ કામ કર્યું છે. ઓક્શનમાં તેની સફર 25 વર્ષથી ચાલી રહી છે. જેની શરૂઆત મુંબઈની પ્રખ્યાત પંડોલ આર્ટ ગેલેરીથી થઈ હતી. મલ્લિકાએ આધુનિક અને સમકાલીન ભારતીય કલાને સમર્પિત પ્રથમ ઓક્શનની આગેવાની લીધી હતી.

Advertisement

Advertisement

જો મલ્લિકાની નેટવર્થની વાત કરીએ તો રિપોર્ટ મુજબ મલ્લિકા સાગરની નેટવર્થ લગભગ 15 મિલિયન ડોલર એટલે કે 1,26,63,20,764.50 રૂપિયા છે. મલ્લિકાએ ફિલાડેલ્ફિયાની બ્રાયન નેવર કોલેજમાંથી કલા ઈતિહાસનો અભ્યાસ કર્યો છે. આ પછી, વર્ષ 2001 માં, મલ્લિકાએ ઓક્શન કંપની ક્રિસ્ટીઝમાં તેના કરિયરની શરૂઆત કરી. તે સમયે મલ્લિકા 26 વર્ષની હતી.

આ પણ  વાંચો -RCB Coach: મુંબઈને ચેમ્પિયન બનાવનાર કોચની RCB માં થઈ એન્ટ્રી!

10 વર્ષ સુધી IPLના ઓક્શન કોણે કર્યા?

ઈન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત વર્ષ 2008માં થઈ હતી. આઈપીએલના પહેલા 10 વર્ષમાં ઓક્શનરની ભૂમિકા રિચર્ડ મેડલીએ ભજવી હતી. હ્યુ એડમ્સને મેડલી પછી આ ભૂમિકા માટે કાસ્ટ કરવામાં આવ્યો હતો. જે બાદ મલ્લિકા સાગરે વર્ષ 2024માં એન્ટ્રી કરી હતી.

આ પણ  વાંચો -PCB:પાકિસ્તાન ટીમના ફરી બદલાયા કોચ,આ ખેલાડીને મળી મોટી જવાબદારી

આ ખેલાડીઓ પર રહેશે નજર

આ વખતે મેગા ઓક્શન(Mega Auction)માં કેએલ રાહુલ, રિષભ પંત, શ્રેયસ અય્યર, અર્શદીપ સિંહ અને જોસ બટલર જેવા મોટા નામ સામેલ છે. આ ખેલાડીઓ માટે મેગા ઓક્શનમાં તમામ ફ્રેન્ચાઈઝી સ્પર્ધા કરતી જોવા મળશે. રિપોર્ટ મુજબ આ વખતે મિચેલ સ્ટાર્કનો સૌથી મોંઘો ખેલાડી હોવાનો રેકોર્ડ પણ તૂટી શકે છે.

Tags :
Advertisement

.

×