IPL 2025: આકાશ અંબાણીએ કેમ ચાલુ ઓક્શનમાં RCB મેનેજમેન્ટ સાથે મિલાવ્યો હાથ?
- IPL 2025 ના મેગા ઓક્શન RCBનો ચોંકાવનારો નિર્ણય
- RCB વિલ જેક્સ માટે RTM કાર્ડનો ઉપયોગ ન કર્યો
- MIએ આ તકનો લાભ ઉઠાવ્યો પોતાની ટીમમાં સામેલ કર્યો
IPL 2025 ના મેગા ઓક્શનમાં ઘણા આશ્ચર્યજનક નિર્ણયો જોવા મળ્યા હતા પરંતુ સૌથી વધુ ચર્ચા એ હતી કે RCB વિલ જેક્સ માટે RTM કાર્ડનો ઉપયોગ ન કર્યો . મુંબઈ ઈન્ડિયન્સ (MI) એ આ તકનો લાભ લીધો અને વિલ જેક(willjacks)ને 5.25 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો. આ નિર્ણય ક્રિકેટ જગત અને ફેન્સમાં આશ્ચર્યનું કારણ બની ગયો છે કારણ કે વિલ જેકે IPL 2024માં શાનદાર પ્રદર્શન કર્યું હતું.તું.
IPL 2024માં વિલ જેક્સનું શાનદાર પ્રદર્શન
વિલ જેક્સે (willjacks)IPL 2024માં RCB માટે ઘણી શાનદાર ઈનિંગ્સ રમી હતી. તેને ગત સિઝનમાં 8 મેચોમાં 230 થી વધુ રન બનાવ્યા હતા અને કેટલાક પ્રસંગોએ ટીમને બોલિંગમાં પણ મદદ કરી હતી. તેના પ્રદર્શનને કારણે ફેન્સને પૂરી આશા હતી કે RCB તેને કોઈપણ કિંમતે પોતાની ટીમમાં રાખશે.
RCBનો ચોંકાવનારો નિર્ણય
મેગા ઓક્શનમાં, RCBએ વિલ જેક્સને છોડ્યો અને તેના માટે RTM (રાઈટ ટુ મેચ) કાર્ડનો ઉપયોગ કર્યો ન હતો. આરટીએમ કાર્ડનો ઉપયોગ કરીને, ટીમ જૂના ખેલાડીને તેમની બિડ સમાપ્ત થયા પછી તેમની ટીમમાં પાછા સમાવી શકે છે. ફેન્સ અને ક્રિકેટ નિષ્ણાતોને આશા હતી કે આરસીબી ચોક્કસપણે વિલ જેક્સ માટે આરટીએમ કાર્ડનો ઉપયોગ કરશે, પરંતુ એવું થયું નહીં. આ નિર્ણયથી RCB મેનેજમેન્ટની વ્યૂહરચના પર સવાલો ઉભા થયા છે.
The moment MI and RCB swapped Will Jacks and Tim David 👀
Did you find something odd? 🤔#IPLAuction #WillJacks pic.twitter.com/uIWQvj8Qkj
— OneCricket (@OneCricketApp) November 25, 2024
આ પણ વાંચો -IPL 2025 Mega Auctionમાં કોણ છે વાયરલ 'KKR ગર્લ'? કનેક્શન છે ખાસ
એમઆઈએ લીધો લાભ
RCBના આ નિર્ણયનો મુંબઈ ઈન્ડિયન્સે ભરપૂર ફાયદો ઉઠાવ્યો. MIએ ઓક્શનમાં વિલ જેક્સને 5.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સના માલિક આકાશ અંબાણીએ આ ખરીદી બાદ RCB મેનેજમેન્ટનો આભાર માન્યો, કારણ કે તેણે RTM કાર્ડનો ઉપયોગ કર્યો ન હતો. ફેન્સ સોશિયલ મીડિયા પર RCBના આ નિર્ણયની જોરદાર ટીકા કરી રહ્યા છે. ઘણા પ્રશંસકોએ તેને ટીમ મેનેજમેન્ટની ભૂલ ગણાવી અને કહ્યું કે IPL 2024માં આટલું સારું પ્રદર્શન કરનાર ખેલાડીને છોડવો સમજની બહાર છે.
આ પણ વાંચો - IPL 2025 Mega Auction: 13 વર્ષના વૈભવ સૂર્યવંશી બન્યો કરોડપતિ,આ ટીમે આટલા કરોડમાં ખરીદ્યો
MI માટે વિલ જેકનું મહત્વ
ટીમમાં વિલ જેક્સ જેવો ખેલાડી હોવો મુંબઈ ઈન્ડિયન્સ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેની આક્રમક બેટિંગ ટીમને મજબૂત બનાવશે. આ સિવાય વિલ જેક રોહિત શર્માની કેપ્ટનશીપમાં રમતી વખતે પણ વધુ સારું પ્રદર્શન કરી શકે છે.


