IPL Mega Auction: ભુવનેશ્વરને બેંગલુરૂએ ખરીદ્યો, કોએત્જિની ગુજરાતમાં એન્ટ્રી
- IPL Mega Auction બીજો દિવસ
- કેટલાક દિગ્ગજ ખેલાડીઓ અનસોલ્ડ રહ્યા
- ઓક્શનમાં ભાગ લેનાર ખેલાડીઓ પર સૌની નજર
IPL Mega Auction:ઇંડિયન પ્રીમિયર લીગમાં 2025 માટે આજે મેગા ઓક્શન(IPL Mega Auction)નો બીજો દિવસ છે. આજે ટીમોને ઓછા પર્સમાં વધારે અને સ્માર્ટ ખરીદી કરવાની રહેશે. આજે ભારતીય મૂળના કેટલાક ક્રિકેટર્સ પર ખાસ નજર રહેશે. કૃણાલ પંડ્યા, વોશિંગ્ટન સુંદર, દિપક ચહર જેવા ક્રિકેટર્સ આજે ઓક્શનમાં ભાગ લેનાર ખેલાડીઓ પર સૌની નજર હતી. કેટલાક દિગ્ગજ ખેલાડીઓ અનસોલ્ડ રહ્યા હતા. કેન વિલિયમસન, ગ્લેન ફિલિપ્સ, અજિંક્ય રહાણે, મયંક અગ્રવાલ, પૃથ્વી શો, શાર્દૂલ ઠાકુર, ડેરીલ મિચેલ, કે. એસ. ભરત જેવા ખેલાડીઓ અનસોલ્ડ રહેતા ક્રિકેટ પ્રેમીઓને નવાઈ લાગી હતી.
ઓક્શનના બીજા દિવસે કોણે કોને ખરીદ્યા?
ફાફ ડુ પ્લેસીસ - 2 કરોડ - દિલ્હી કેપિટલ્સ
રોવમેન પોવેલ - 1.5 કરોડ - કોલકાતા નાઈટ રાઈડર્સ
સેમ કરન - 2.4 કરોડ - ચેન્નઈ સુપર કિંગ્સ
વોશિંગ્ટન સુંદર - ગુજરાત ટાઈટન્સ - 3.2 કરોડ
માર્કો યાન્સન - 7 કરોડ - પંજાબ કિંગ્સ
કૃણાલ પંડ્યા - રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ - 5.75 કરોડ
નીતિશ રાણા - રાજસ્થાન રોયલ્સ - 4.20 કરોડ
રાયમ રિકલ્ટન - મુંબઈ ઈન્ડિયન્સ - 1 કરોડ
જોશ ઇંગ્લિસ - પંજાબ કિંગ્સ - 2. 6 કરોડ
ભુવનેશ્વર કુમાર - 10.75 કરોડ - રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ
જેરાલ્ડ કોટયે - 2.4 કરોડ - ગુજરાત ટાઈટન્સ
તુષાર દેશપાંડે - 6.5 કરોડ - રાજસ્થાન રોયલ્સ
મુકેશ કુમાર - 8 કરોડ - દિલ્હી કેપિટલ્સ (RTM કાર્ડ)
દિપક ચહર - 9.25 કરોડ - મુંબઈ ઈન્ડિયન્સ
આકાશ દીપ - 8 કરોડ - લખનૌ સુપર જાયન્ટ્સ
He brings solid experience! 👌
Bhuvneshwar Kumar goes the #RCB way for INR 10.75 Crore! 👏 👏#TATAIPLAuction | #TATAIPL | @BhuviOfficial | @RCBTweets pic.twitter.com/zY9h8yQAkk
— IndianPremierLeague (@IPL) November 25, 2024
ભારતીય ફાસ્ટ બોલર્સની બોલબાલા!
IPL મેગા ઓક્શનમાં 4 દિગ્ગજ બોલર્સ પાછળ ટીમોએ તિજોરી ખોલી હતી. સ્વિંગ કિંગ ભુવનેશ્વર કુમાર કિંગ કોહલીની સાથે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુમાં રમશે. તો દિપક ચહરને મુંબઈએ 9.25 કરોડ અને મુકેશ કુમાર તથા આકાશદીપને લખનઉ સુપર જાએન્ટ્સે 8 કરોડમાં ખરીદ્યા હતા.
- ભુવનેશ્વર કુમાર - 10.75 કરોડ - RCB
- દિપક ચહર - 9.25 કરોડ - MI
- મુકેશ કુમાર - 8 કરોડ - DC
- આકાશ દીપ - 8 કરોડ - LSG
.@gujarat_titans say Aava de to Washington Sundar 🙌🙌
He's acquired for INR 3.2 Crore! 👌👌#TATAIPLAuction | #TATAIPL
— IndianPremierLeague (@IPL) November 25, 2024
એક સમયના કેપ્ટન સાવ સસ્તામાં ખરીદાયા
RCBએ કૃણાલ પંડ્યાને 5.75 કરોડમાં ખરીદતા એક સમયે LSGનો કેપ્ટન રહી ચૂકેલ ખેલાડી હવે સસ્તામાં હરીફ ટીમમાં ગયો હતો. નીતિશ રાણાને રાજસ્થાન રોયલ્સે 4.2 કરોડમાં ખરીદ્યો હતો જે એક સમયે કોલકાતા નાઈટ રાઈડર્સનો કેપ્ટન રહ્યો હતો. એક તરફ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરિઝ રમી રહી છે ત્યારે અગાઉ ગાબા ટેસ્ટમાં ભારતને ઐતિહાસિક જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર કેપ્ટન રહાણે અને શાર્દૂલ ઠાકુર જેવો ઓલરાઉન્ડર પણ અનસોલ્ડ રહ્યો છે ત્યારે ક્રિકેટ પ્રેમીઓ ચોંકી ગયા છે. આ સિવાય ન્યૂઝીલેન્ડનો દિગ્ગજ વિલિયમસન પણ અનસોલ્ડ રહ્યો હતો.


