IRAN-ISRAEL CONFLICT : ન્યુક્લિયર ફેસિલિટી નજીક મિસાઇલ ટાર્ગેટથી ચિંતા વધી
- ઇરાન અને ઇઝરાયલ વચ્ચેની સ્થિતી વધુ વિકટ બની
- બંને દેશો ન્યુક્લિયર ફેસિલિટી પર ટાર્ગેટ કરી શકે છે
- મીડિયામાં પ્રાથમિક અહેવાલો થકી સ્ફોટક માહિતી સપાટી પર આવી છે
IRAN-ISRAEL CONFLICT : ઇરાન અને ઇઝરાયલ વચ્ચે વિતેલા કેટલાય દિવસોથી યુદ્ધ (IRAN-ISRAEL CONFLICT) ચાલી રહ્યું છે. હવે આ યુદ્ધ તિવ્ર બનતું હોવાનું સામે આવી રહ્યું છે. પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, ઇરાન અને ઇઝરાયલ સામસામે ન્યુક્લિયર બોમ્બ - રિએક્ટર (TARGET NUCLEAR FACILITIES) બનાવવાના સામાન-સામગ્રી જ્યાં રખાઇ છે, તેવી જગ્યાને ટાર્ગેટ કરવા તરફ આગળ વધી રહ્યા છે. જેને પગલે દુનિયાભરના લોકોની ચિંતા વધી છે. જો કોઇ પણ દેશ ન્યૂક્લિયર ફેસિલીટી નષ્ટ કરવામાં સફળ રહે તો મોટી દુર્ઘટનાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. મીડિયા રિપોર્ટસ અનુસાર, ઇઝરાયલ દ્વારા ઇરાનના ખોંડાબ (KHONDAB) વિસ્તારને ખાલી કરી દેવા માટેની સૂચના આપી હતી. જે બાદ બંને દેશોએ હુમલાની તિવ્રતા વધારી છે
બંને દેશોના હાલત વિકટ બનતા જાય છે
ઇરાન અને ઇઝરાયલ વચ્ચેનું યુદ્ધ અટકાવવાના અત્યાર સુધીના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા છે. ઉલટાનું દિવસેને દિવસે યુદ્ધ તિવ્ર બનતું જાય છે. ભારત સરકાર દ્વારા ત્યાં ફસાયેલા નાગરિકોને પરત લાવવા માટે ઓપરેશન સિંધૂની શરૂઆત કરી દીધી છે. આ વચ્ચે અન્ય દેશો પણ પોતાના નાગરિકોને પરત બોલાવી રહ્યું છે. આ વચ્ચે મીડિયા રિપોર્ટસ અનુસાર બંને દેશોના હાલત વિકટ બનતા જાય છે. ઇઝરાયલ અને ઇરાન આગામી સમયમાં એકબીજાની ન્યૂક્લિયર ફેસિટીલીટીને ટાર્ગેટ બનાવી શકે છે. ઇરાનની સંભવિત ન્યૂક્લિયર ફેસિલીટી સાઇટ ખોંડાબ વિસ્તારને ખાલી કરવા માટે ઇઝરાયલ દ્વારા સૂચના આપી દેવામાં આવી છે. અને હેવી વોટર પ્લાન્ટ પાસે મિસાઇલ વડે હુમલાનો પ્રયાસ પણ કર્યો છે.
ઇરાને ઘાતક બેલિસ્ટિક મિસાઇલો છોડી
બીજી તરફ ઇરાન દ્વારા નવી આધુનિક અને તબાહી સર્જે તેવી બેલિસ્ટિક મિસાઇલોનો મારો ઇઝરાયલ પર કરવામાં આવ્યો છે. બંને દેશોનો પોતપોતાની જાન-માલનું નુકશાન થઇ રહ્યું છે. મીડિયા અહેવાલ થકી પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર, જો કોઇ પણ દેશ અન્યની ન્યૂક્લિયર ફેસિલીટીને ટાર્ગેટ કરવામાં સફળ રહેશે, તો તેવી પરિસ્થિતી વિનાશ સર્જી શકે છે. તેની અસર દુનિયાભરમાં વર્તાય તો નવાઇ નહીં.
આ પણ વાંચો --- IRAN-ISRAEL CONFLICT : ઇરાનના સુપ્રીમ લીડર ખામેનીની અમેરિકાને ચેતવણી


