Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ચૂંટણીનો સમય હોય અને મણિશંકર ઐયર બફાટ ન કરે તેવું બને ખરું? જાણો હવે શું કહ્યું

Mani Shankar Aiyar Controversial Statement : લોકસભા ચૂંટણી (Lok Sabha elections) ના 6 તબક્કા (6 Phase) પૂર્ણ થઇ ગયા છે અને અંતિમ તબક્કા (Last Phase) માટે 1 જુનના રોજ મતદાન (Voting) થવાનું છે. તે પહેલા કોંગ્રેસ નેતા મણિશંકર ઐયરે (Congress...
ચૂંટણીનો સમય હોય અને મણિશંકર ઐયર બફાટ ન કરે તેવું બને ખરું  જાણો હવે શું કહ્યું
Advertisement

Mani Shankar Aiyar Controversial Statement : લોકસભા ચૂંટણી (Lok Sabha elections) ના 6 તબક્કા (6 Phase) પૂર્ણ થઇ ગયા છે અને અંતિમ તબક્કા (Last Phase) માટે 1 જુનના રોજ મતદાન (Voting) થવાનું છે. તે પહેલા કોંગ્રેસ નેતા મણિશંકર ઐયરે (Congress leader Mani Shankar Aiyar) એક વિવાદાસ્પદ નિવેદન (Controversial Statement) આપ્યું છે. ફોરેન કોરોસ્પોન્ડન્ટ્સ ક્લબ (Foreign Correspondents' Club) માં એક કાર્યક્રમના એક કથિત વીડિયો અનુસાર, તેમણે મંગળવારે 1962 માં ચીનના આક્રમણ (1962 invasion of China) ને લઇને પોતાના નિવેદનમાં કથિત શબ્દનો ઉપયોગ કર્યો હતો. જોકે, તેમણે પોતાના આ નિવેદન પર માફી માંગી લીધી છે. તેમના આ નિવેદન પર હવે રાજનીતિ શરૂ થઇ ગઇ છે. ભાજપે તેને 'સુધારાવાદનો બેશરમ પ્રયાસ' ગણાવ્યો છે.

1962ના ચીની આક્રમણ પણ ઐયરનું વિવાદાસ્પદ નિવેદન

ચૂંટણીનો સમય હોય અને કોંગ્રેસના નેતાઓ બફાટ ન કરે તેવું બને ખરા? હરહંમેશા ચૂંટણી સમયે મણિશંકર ઐય્યરનું પણ વિવાદાસ્પદ નિવેદન સામે આવતું રહ્યું છે જે ઘણીવાર કોંગ્રેસને જ ભારે પડ્યું છે. આ વખતે પણ તેમણે કઇંક આવું જ કર્યું છે જેના કારણે હવે તેઓ ચર્ચામાં આવી ગયા છે. તેમણે ગઇકાલે મંગળવારે એક સંક્ષિપ્ત નિવેદનમાં કહ્યું કે, ચીનીઓએ ઓક્ટોબર 1962માં કથિત રીતે ભારત પર હુમલો કર્યો હતો. જોકે, તેમણે પોતાના આ નિવેદન પર માફી માંગી હતી. તેમણે આ ટિપ્પણી "નેહરુઝ ફર્સ્ટ રિક્રુટ્સ" પુસ્તકના વિમોચન સમયે કરી હતી. તેમના આ નિવેદન બાદ કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું હતું કે ઐય્યરે પાછળથી ભૂલથી 'કથિત હુમલો' શબ્દનો ઉપયોગ કરવા માટે માફી માંગી હતી અને પાર્ટીએ 'મૂળ પરિભાષા'થી પોતાને અલગ કરી દીધા હતા. રમેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર મે 2020માં ચીનની ઘૂસણખોરી માટે 'ક્લીન ચિટ' આપવાનો પણ આરોપ લગાવ્યો હતો.

Advertisement

Advertisement

ભાજપે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા

ભૂતકાળમાં પોતાની ટિપ્પણીઓથી વિવાદમાં ઘેરાયેલા ઐયરે આ ટિપ્પણી 'નેહરુઝ ફર્સ્ટ રિક્રુટ્સ' પુસ્તકના વિમોચન સમયે કરી હતી. ભાજપના IT વિભાગના વડા અમિત માલવિયાએ ઐયરની ટિપ્પણી પર કોંગ્રેસની ટીકા કરી હતી. તેમણે પર પોસ્ટ કર્યું આ 'સુધારાવાદ'નો નિર્લજ્જ પ્રયાસ છે. તેમણે આરોપ લગાવ્યો, 'નેહરુએ ચીનની તરફેણમાં યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં ભારતનો દાવો છોડી દીધો, રાહુલ ગાંધીએ ગુપ્ત એમઓયુ પર હસ્તાક્ષર કર્યા, રાજીવ ગાંધી ફાઉન્ડેશને ચીની એમ્બેસી પાસેથી પૈસા લીધા અને ચાઈનીઝ કંપનીઓ માટે માર્કેટની ભલામણ કરતા અહેવાલો પ્રકાશિત કર્યા તેમના આધારે, સોનિયા ગાંધીની UPA એ ભારતીય બજારને ચાઇનીઝ માલસામાન માટે ખોલ્યું, MSME ને નુકસાન પહોંચાડ્યું અને હવે કોંગ્રેસ નેતા ઐયર ચીનના આક્રમણને લિપાપોતી કરવા માંગે છે, ત્યારથી, ચીને 38,000 ચોરસ કિલોમીટરના ભારતીય વિસ્તાર પર ગેરકાયદેસર કબજો જમાવ્યો છે.

આ પહેલા પણ આપ્યા છે વિવાદાસ્પદ નિવેદન

એવું નથી કે કોંગ્રેસ નેતા મણિશંકરે પહેલીવાર કોઇ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હોય. આ પહેલા પણ તેઓ ઘણીવાર એવા નિવેદન આપી ચુક્યા છે જેના કારણે તેઓ વિવાદમાં આવ્યા છે. આ પહેલા તેમણે પાકિસ્તાનને લઈને એક વિવાદિત નિવેદન આપ્યું હતું. ઐય્યરે કહ્યું હતું કે, ભારતે એ ન ભૂલવું જોઈએ કે પાકિસ્તાન પાસે પણ પરમાણુ હથિયાર છે. મને સમજાતું નથી કે વર્તમાન સરકાર શા માટે કહે છે કે અમે પાકિસ્તાન સાથે વાત નહીં કરીએ કારણ કે ત્યાં આતંકવાદ છે. એ સમજવું જરૂરી છે કે આતંકવાદને ખતમ કરવા માટે ચર્ચા ખૂબ જ જરૂરી છે. નહીં તો પાકિસ્તાન વિચારશે કે ભારત અહંકારથી આપણને દુનિયામાં નાનું દેખાડી રહ્યું છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનનો કોઈપણ પાગલ પરમાણુ બોમ્બનો ઉપયોગ કરી શકે છે. તેમણે ચેતવણી આપી હતી કે તેમની પાસે પરમાણુ બોમ્બ છે. અમારી પાસે પણ છે પણ જો કોઈ પાગલ આ બોમ્બ લાહોરમાં છોડવાનું નક્કી કરે તો શું થાય. આ રેડિયેશનને અમૃતસર પહોંચવામાં આઠ સેકન્ડ પણ નહીં લાગે. જો આપણે તેમને માન આપીશું તો તેઓ શાંત રહેશે, પરંતુ જો આપણે તેમને નાના દેખાડતા રહીશું તો કોઈ કોઇ પાગલ આવીને બોમ્બ ફેંકશે.

આ પણ વાંચો - જો મને કઇ પણ થયું તો તેના માટે BJP જવાબદાર : રાહિણી આચાર્ય

આ પણ વાંચો - ‘વર્ષોથી ગાળો સાંભળી છે હવે તો ગાલીપ્રુફ બની ગયો છું’ PM મોદીના વિપક્ષ પર આકરા પ્રહાર

Tags :
Advertisement

.

×