Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Israel એ હમાસના પ્રમુખને કર્યો મોતને હવાલે, સાથે 9 માસૂમોના મોત

Israel ના હુમલામાં એક જ પરિવારના 9 લોકોના મોત Gaza માં 40 હજારથી વધુ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે Polio અભિયાન દરિમાયન યુદ્ધવિરામ લાગુ રહેશે Israel-Gaza War : Gaza પટ્ટીમાં હમાસ અને Israel સેના વચ્ચે જંગ ચરમસીમા પર પહોંચી ગઈ...
israel એ હમાસના પ્રમુખને કર્યો મોતને હવાલે  સાથે 9 માસૂમોના મોત
Advertisement
  • Israel ના હુમલામાં એક જ પરિવારના 9 લોકોના મોત

  • Gaza માં 40 હજારથી વધુ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે

  • Polio અભિયાન દરિમાયન યુદ્ધવિરામ લાગુ રહેશે

Israel-Gaza War : Gaza પટ્ટીમાં હમાસ અને Israel સેના વચ્ચે જંગ ચરમસીમા પર પહોંચી ગઈ છે. Israel એ Gaza ના અલગ-અલગ શહેર પર દરરોજ હથિયારોનો કહેર વરસાવે છે. આજરોજ IDF એ West Bank ના જેનિનમાં હમાસના એક મુખ્ય પ્રમુખને હવાઈ હુમલામાં મારવામાં આવ્યો છે. એક સંયુક્ત અભિયાનમાં Israel એ હમાસ કે જેનિન પ્રમુખ વાસેમ હેજમ તે સમયે માર્યો હતો, જ્યારે તે તેના સાથીદારો સાથે એક ટ્રકેમાં જઈ રહ્યો હતો.

Israel ના હુમલામાં એક જ પરિવારના 9 લોકોના મોત

એક અહેવાલ અનુસાર, વસીમ હાઝેમ Israel વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ થયો હતો. તે Israel વિરુદ્ધ ગોળીબાર અને બોમ્બ ધડાકાની યોજના બનાવતો હતો. આ સાથે મધ્ય Gaza માં એક એપાર્ટમેન્ટ પર Israel ના હુમલામાં એક જ પરિવારના 9 લોકોના મોત થયા છે. મૃતકોમાં પાંચ માસુમ બાળકો અને બે મહિલાઓનો સમાવેશ થાય છે. આ હુમલામાં માર્યા ગયેલા લોકોમાં એક ગર્ભવતી મહિલાનો પણ સમાવેશ થાય છે.

Advertisement

આ પણ વાંચો: 71 વર્ષના વૃદ્ધે દીકરી સાથે લગ્ન કરવા માટે પત્નીના મોતનું કાવતરું રચ્યું

Advertisement

Gaza માં 40 હજારથી વધુ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે

અલ-તવીલ પરિવારના મૃત સભ્યોના મૃતદેહોને અલ-અક્સા હોસ્પિટલના શબઘરમાં લાવવામાં આવ્યા હતાં. અહીં પત્રકારોએ જ મૃતદેહોની ગણતરી કરી છે. પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર Israel નુસીરત શરણાર્થી કેમ્પ પર હુમલો કર્યો હતો. અલ-તવીલ પરિવારની મહિલાઓ અને બાળકો આ હુમલાનો ભોગ બન્યા હતાં. ગયા વર્ષે ઓક્ટોબરથી Gaza માં ચાલી રહેલા બોમ્બ ધડાકામાં 40 હજારથી વધુ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે.

Polio અભિયાન દરિમાયન યુદ્ધવિરામ લાગુ રહેશે

બીજી તરફ Gaza માં Israel ના હુમલા વચ્ચે Polio એ પણ પાંખો ફેલાવી છે. તે માસૂમ બાળકોને શિકાર બનાવી રહ્યો છે. અબ્દુલ રહેમાન અબુ અલ-ઝિદયાન નામના 10 મહિનાના બાળકને Polio હોવાનું નિદાન થયા બાદ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. છેલ્લા 25 વર્ષમાં આ પહેલીવાર છે, જ્યારે Gaza માં કોઈ બાળક Polio થી સંક્રમિત જોવા મળ્યું છે. આવી સ્થિતિમાં Polio રસીકરણ અભિયાન ચલાવવાની જાહેરાત કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે Israel પણ Gaza માં Polio અભિયાન માટે યુદ્ધવિરામ માટે રાજી થઈ ગયું છે. Polio અભિયાનના દિવસે સ્થાનિક સમય મુજબ સવારે 6 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી યુદ્ધવિરામ લાગુ રહેશે.

આ પણ વાંચો: Russia : iPhone માટે ઈજ્જત દાવ પર! પુરુષો અને મહિલાઓએ ઉતાર્યા તમામ કપડા

Tags :
Advertisement

.

×