Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Israeli Woman Moran: ઇઝરાયેલી મહિલાએ ભારતનાં કર્યા ભરપૂર વખાણ, કહ્યું - ભારતે સાચી મિત્રતા નિભાવી

Israeli Woman Moran: વિશ્વના દરેક દેશોમાં અત્યારે યુદ્ધનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો રશિયા સાથે યુક્રેન અને ઇઝરાયલ સાથે હમાસનું યુદ્ધ ચાલી રહ્યું છે. જો કે, ભારતનું તાકાત વિશે વાત કરવામાં આવે તો આ...
israeli woman moran  ઇઝરાયેલી મહિલાએ ભારતનાં કર્યા ભરપૂર વખાણ  કહ્યું   ભારતે સાચી મિત્રતા નિભાવી
Advertisement

Israeli Woman Moran: વિશ્વના દરેક દેશોમાં અત્યારે યુદ્ધનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો રશિયા સાથે યુક્રેન અને ઇઝરાયલ સાથે હમાસનું યુદ્ધ ચાલી રહ્યું છે. જો કે, ભારતનું તાકાત વિશે વાત કરવામાં આવે તો આ યુદ્ધ વચ્ચે પણ આ દેશોએ ભારતની વાત સાંભળીને ભારતીયોને બહાર કાઢવા માટે સમય આપી યુદ્ધ બંધ રાખ્યું હતું. જો કે, આ બાબતે કેટલાક લોકોએ ભારતની મજાક પણ ઉડાવી છે કે, ભારતના કહેવાથી યુદ્ધ રોકાયું તે વાત ખોટી છે. પરંતુ આ બાબતે વિદેશ મંત્રીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, ભારતના કહેવાથી યુદ્ધ રોકાયું હતું તે વાતે તદ્દન સાચી છે.

મોરાને ભારતના વડાપ્રધાનનો માન્યા ખાસ આભાર

નોંધનીય છે કે, અત્યારે ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ બંધ થઈ રહ્યું નથી. આ યુદ્ધ 7 ઓક્ટોબર 2023 ના રોજ શરૂ થયું હતું અને અત્યારે 6 મહિના પછી પણ ચાલી રહ્યું છે. મળતી વિગતો પ્રમાણે અત્યારે પણ ઇઝરાયલની સરકાર પર પોતાના દેશના બંધકોને છોડાવવાનું દબાણ છે. આ દરમિયાન હમાસના હુમલામાં બચી ગયેલી એક મહિલા મોરાને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ખાસ આભાર માન્યો છે. એટલું જ નહીં પરંતુ આ મહિલાએ ભારત સરકાર સાથે ભારતના લોકોનો પણ ખાસ આભાર માન્યો હતો.

Advertisement

વડાપ્રધાન સાથે ભારતીય લોકોનો પણ માન્યો આભાર

સમાચાર એજન્સી સાથે વાત કરતા મોરાને કહ્યું કે, ‘હું ભારતના સમર્થનને જોઉં છું, જે 7 ઑક્ટોબર પહેલાં શરૂ થયું હતું અને ઑક્ટોબર 7 પછી ચાલુ રહ્યું હતું.’ વધુમાં તેમણે કહ્યું કે, ‘પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર અને અમે જાણીએ છીએ કે, ભારત ઇઝરાયલનું સાચું મિત્ર છે. એટલે હું ભારતના લોકોનો પણ ખુબ જ આભાર માનું છું.’

Advertisement

ભારતીયોએ અમારી દરેક જરૂરિયાતનું ધ્યાન રાખ્યું છેઃ મોરાન

ઇઝરાયેલી મહિલા મોરાન (Israeli Woman Moran)એ વધુમાં કહ્યું કે, ‘મને લાગે છે માત્ર ભારત સરકાર જ નહીં પરંતુ ભારતના લોકોનો પણ આભાર, જે હંમેશા અમારા સાચા મિત્ર બની રહ્યા અને આવો સંબંધ બનાવ્યો છે. વૈશ્વિક સ્તરે ઈઝરાયેલનો અવાજ ઉઠાવવા અંગે મોરાને કહ્યું, ‘અમારો અવાજ દરેક જગ્યાએ જઈ શકે નહીં. અને અમે જાણીએ છીએ કે ભારતીય લોકો અમારી દરેક જરૂરિયાતનું ધ્યાન રાખતા હતા.’

આ પણ વાંચો: Pakistan માં ‘ટાર્ગેટ કિલિંગ’માં ભારતની ભૂમિકા પર અમેરિકાએ કહ્યું, ‘અમે આ બાબતમાં દખલગીરી નહીં કરીએ…’

આ પણ વાંચો: Cleveland : અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનો મૃતદેહ મળ્યો, છેલ્લા એક મહિનાથી હતો ગુમ…

આ પણ વાંચો: Zaporizhzhia Nuclear Plant : US પ્રવક્તાનો મોટો ખુલાસો, કહ્યું- ‘રશિયા ખતરનાક રમત રમી રહ્યું છે…’

Tags :
Advertisement

.

×