Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુજરાતમાં ફરી મેઘમહેર થશે, આ વિસ્તારમાં પડશે વરસાદ

ચોમાસાની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. આ વચ્ચે ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સત્તાવાર ચોમાસાના આગમન માટે હજુ રાહ જોવી પડશે. હવામાન વિભાગે લેટેસ્ટ અપડેટ આપતા જણાવ્યું કે, રાજ્યમાં 5 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી છે. રાજ્યમાં...
ગુજરાતમાં ફરી મેઘમહેર થશે  આ વિસ્તારમાં પડશે વરસાદ
Advertisement

ચોમાસાની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. આ વચ્ચે ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સત્તાવાર ચોમાસાના આગમન માટે હજુ રાહ જોવી પડશે. હવામાન વિભાગે લેટેસ્ટ અપડેટ આપતા જણાવ્યું કે, રાજ્યમાં 5 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી છે. રાજ્યમાં આગામી પાંચ દિવસમાં કેટલાક સ્થળોએ વરસાદની સંભાવના રહેશે. પરંતુ સત્તાવાર ચોમાસાની સીઝન માટે હજી થોડી રાહ જોવી પડશે. એટલે કે, ગુજરાતમાં વરસાદ તો પડશે, પરંતુ તે વરસાદ ચોમાસાનો નહિ હોય. સત્તાવાર સીઝન માટે હજી ગુજરાતીઓને રાહ જોવી પડશે.

પાંચ દિવસ વરસાદ રહેશે
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ ચોમાસાની આગાહી અંગે જણાવ્યું કે, રાજ્યમાં આગામી પાંચ દિવસમાં કેટલાક સ્થળોએ વરસાદની સંભાવના રહેશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુરમાં સામાન્ય વરસાદની સંભાવના છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે દિવસ બાદ વરસાદ પડે તેવી શક્યતા છે.

Advertisement

ચોમાસા માટે રાહ જોવી પડશે
તેમણે જણાવ્યું કે, આ જે વરસાદ છે, તે ભેજના કારણે છે. ભેજના કારણે વરસાદ પડવાની શક્યતા રહેલી છે. પરંતુ અમદાવાદમાં ગરમીથી કોઈ રાહત નહિ મળે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે, વરસાદની શક્યતા નહિવત છે. ગુજરાતને સત્તાવાર ચોમાસા માટે હજુ પણ પાંચ દિવસ રાહ જોવી પડશે. સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં 18 ટકા જેટલો વરસાદ વરસ્યો છે.

Advertisement

આપણ  વાંચો - સબ કા સાથ સબ કા વિકાસનું સ્લોગન ભાજપના પૂર્વ MLA એ ઝંખના પટેલે સાર્થક કર્યું

Tags :
Advertisement

.

×