Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

'કાશ્મીરી પંડિતોની વાપસી જરૂરી, હું સ્વાગત માટે જઇશ' - મહેબૂબા મુફ્તી

Mehbooba Mufti : એક દિવસમાં પાછા ફરવું શક્ય નથી, જેમ જમ્મુ અને અન્ય વિસ્તારોમાં પરિસ્થિતિ સુધરશે તેમ તેમ તેઓ એક પછી એક આવશે
 કાશ્મીરી પંડિતોની વાપસી જરૂરી  હું સ્વાગત માટે જઇશ    મહેબૂબા મુફ્તી
Advertisement
  • જમ્મુ અને કાશ્મીરના સિનિયર નેતાનું મોટું નિવેદન
  • કાશ્મીરી પંડિતોની વાપસીને લઇને આશાવાદ જન્મે તેવો મત જણાવ્યો
  • ઉપરાજ્યપાલને મળીને અનેક પ્રશ્ને કરી રજુઆત

Mehbooba Mufti : જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી (PDP) (પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી)ના નેતા મહેબૂબા મુફ્તી (Mehbooba Mufti) નું કહેવું છે કે, કાશ્મીરી પંડિતો (KASHMIRI PANDIT) નું જમ્મુ અને કાશ્મીરમાં પરત ફરવું જરૂરી છે. તાજેતરમાં તેઓ ઉપરાજ્યપાલને મળ્યા અને અનેક વિષયો પર ચર્ચા કરી હતી. સાથે જ લેફ્ટનન્ટ ગવર્નર સમક્ષ પોતાની ઘણી માંગણીઓ પણ મૂકી હતી. આ મુલાકાત પછી પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે તેઓ એલજી મળ્યા હતા અને તેમણે કાશ્મીરી પંડિતોની વાપસી પર ભાર મૂક્યો.

એક દસ્તાવેજ સુપરત કર્યો

મુફ્તીએ કહ્યું કે, કોઈ લશ્કરી શાંતિ નહીં થાય અને તેમને લાગ્યું કે, કાશ્મીરી પંડિતો વિના કોઈ રાજકીય પ્રક્રિયા પૂર્ણ થઈ શકે નહીં. તેઓએ ઉપરાજ્યપાલને એક દસ્તાવેજ સુપરત કર્યો છે અને તે ઓમર અબ્દુલ્લા અને ગૃહમંત્રીને પણ મોકલશે.

Advertisement

એક પછી એક કાશ્મીરી પંડિતો પાછા ફરશે

જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું, "મોટી સંખ્યામાં કાશ્મીરી પંડિતો ખીણની બહાર છે અને પીએમ પેકેજ હેઠળ કામ કરતા લોકો ટ્રાન્સફર પ્રક્રિયાથી ખૂબ જ નારાજ છે. આવી નીતિમાં તેમને એવી જગ્યાએ કામ કરવા દબાણ ના કરાય જ્યાં પીએમ પેકેજના કર્મચારીઓ જવા માંગતા ના હોય. તેમણે વધુમાં કહ્યું, "કાશ્મીરી પંડિતો માટે એક દિવસમાં પાછા ફરવું શક્ય નથી, પરંતુ જેમ જેમ જમ્મુ અને અન્ય વિસ્તારોમાં પરિસ્થિતિ સુધરશે તેમ તેમ તેઓ એક પછી એક આવશે." હું સરકારને વિનંતી કરું છું કે રાજકીય રીતે પણ તેમના માટે અનામત જાળવી રાખવામાં આવે.

Advertisement

અમરનાથ યાત્રા પર પણ ચર્ચા થઈ

તેમણે વધુમાં કહ્યું કે, "અમે અમરનાથ યાત્રા અંગે ઉપરાજ્યપાલ સાથે વાત કરી હતી અને અમે ભાર મૂક્યો કે કાશ્મીરી લોકો યાત્રામાં ભાગ લેવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પીડીપી તરીકે અમે ઉપરાજ્યપાલ પાસેથી આ માટે શું કરી શકીએ તે અંગે સૂચનાઓ પણ માંગી હતી. જેમ બધા જાણો છો કે, ઈદ આવી રહી છે. અમે ઉપરાજ્યપાલને વિનંતી કરી છે કે જેઓ જેલમાં છે તેમને કાશ્મીરમાં પાછા લાવવામાં આવે."

તેણીએ ઓમર અબ્દુલ્લા વિશે શું કહ્યું?

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અંગે તેમણે કહ્યું કે જો તેઓ તેમની મધ્યસ્થીનો ઉપયોગ કરવા તૈયાર નથી, તો આપણે આમાં શું કરી શકીએ છીએ. તે પોતે જ પોતાની શક્તિ ઘટાડી રહ્યા છે. આ પછી મુફ્તીએ કહ્યું, "હું કાશ્મીરી પંડિતોનું સ્વાગત કરવા મેળા ખીર ભવાની જઈશ અને આ ફક્ત રાજકીય રીતે જ નહીં પરંતુ વ્યક્તિગત રીતે પણ થવું જોઈએ."

આ પણ વાંચો --- 'લગ્ન કરવો ગુનો નથી, બે લગ્ન આપણી પરંપરા છે' - RJD સાંસદ

Tags :
Advertisement

.

×