Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jamnagar: 'AAP નો વેગ સ્થાનિક કોંગ્રેસ સહન ન કરી શકી', જૂતું ફેંકવાનો મામલો ગરમાયો!

Jamnagar: ગોપાલભાઈ ઈટાલિયા પર જાહેર મંચ પર જૂતું ફેંકવાની ઘટનાથી રાજકારણ ગરમાયું છે. આ સમયે સ્ટેજ પર હાજર રહેલા અને તાજેતરમાં કોંગ્રેસ છોડી AAPમાં જોડાયેલા કોર્પોરેટર જેનબબેન ખફીએ આ કૃત્યને કોંગ્રેસ-પ્રેરિત ગણાવ્યું છે. આક્ષેપ કર્યો કે સ્થાનિક કોંગ્રેસ નેતાઓની સૂચનાથી હુમલો થયો છે, કારણ કે તેઓ AAPનો વધતો વેગ સહન કરી શકતા નથી. ખફીએ આ ઘટનાને 'નિમ્ન કક્ષાની રાજનીતિ' ગણાવી છે.
jamnagar   aap નો વેગ સ્થાનિક કોંગ્રેસ સહન ન કરી શકી   જૂતું ફેંકવાનો મામલો ગરમાયો
Advertisement
  • જામનગરમાં MLA ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો મામલો
  • કોંગ્રેસમાંથી AAPમાં જોડાયેલ કોર્પોરેટરે ઘટનાને કોંગ્રેસ પ્રેરિત ગણાવી
  • સ્ટેજ પર સિંહણની જેમ ધસી આવેલ જેનબબેનના ગંભીર આરોપ
  • સ્થાનિક કોંગ્રેસની નેતાગીરી પાછળની ભૂમિકા:Jenabben Khafi
  • નિમ્ન કક્ષાની રાજનીતિ કરવામાં આવી છે:Jenabben Khafi
  • કોઈ ક્ષત્રિય પણ આ પ્રકારનું કૃત્ય ન કરે:Jenabben Khafi
  • જૂતાકાંડમાં સો ટકા કોંગ્રેસની સ્થાનિક નેતાગીરી છે:Jenabben Khafi

Jamnagar:AAP નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઈટાલિયા(Gopal Italia) પર જામનગરમાં જાહેર મંચ પર જૂતું ફેંકવાની ઘટના બાદ રાજકારણ ગરમાયું છે. આ ઘટના સમયે સ્ટેજ પર હાજર રહેલા અને તાત્કાલિક અસરથી હુમલાખોરને પકડી પાડવા માટે સિંહણની જેમ ધસી આવેલા કોર્પોરેટર જેનબબેન ખફી(Jenabben Khafi)એ આખા કાંડને કોંગ્રેસ પ્રેરિત ગણાવીને ગંભીર આક્ષેપો કર્યા છે. પૂર્વ કોંગ્રેસી કોર્પોરેટર અને હાલમાં AAPમાં જોડાયેલા જેનબબેન ખફીએ ઘટના અંગે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ કૃત્ય પાછળ સ્થાનિક કોંગ્રેસના નેતાઓની ભૂમિકા છે.

આ પણ વાંચોઃ Gopal Italia: સ્ટેજ નજીક બેઠેલા અજાણ્યા શખ્સે પહેલા માવો ખાધો, પછી અચાનક ઊભા થઈ ફેંકાયું જૂતું! Video

Advertisement

કોંગ્રેસ છોડીને આવ્યા એટલે ઠપકો મળ્યો હશે?

Advertisement

જેનબબેન ખફી(Jenabben Khafi) એ સ્પષ્ટ શબ્દોમાં આક્ષેપ કરતા કહ્યું કે, "અમે કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છીએ, એટલે કદાચ ઉપરથી તેમણે ઠપકો મળ્યો હોય." તેમણે ઉમેર્યું કે સ્થાનિક કોંગ્રેસના નેતાઓ આમ આદમી પાર્ટીનો વધતો વેગ સહન કરી શક્યા નથી. તેમના મતે "એમનો હાથો બનીને આ ભાઈએ (જૂતું ફેંકનારે) નિમ્ન કક્ષાનું કાર્ય કર્યું છે."

'આખું જામનગર જાણે છે કે સ્થાનિક નેતાની સૂચનાથી થયું'

આરોપ લગાવતા જેનબબેન ખફીએ જણાવ્યું કે, "ચોક્કસ કોઈ સ્થાનિકની સૂચનાથી આ થયું હોય તેવું હું અને આખું જામનગર જાણે છે." તેમણે ભારપૂર્વક કહ્યું કે આ કોંગ્રેસની વિચારધારા નથી, પરંતુ સ્થાનિક કોંગ્રેસની નેતાગીરીની પાછળની ભૂમિકા જ આ ઘટનામાં રહેલી છે. આખરે, તેમણે આ સમગ્ર ઘટનાને 'નિમ્ન કક્ષાની રાજનીતિ' ગણાવી છે.જામનગરની આ ઘટનાએ AAP અને કોંગ્રેસ વચ્ચેના રાજકીય ઘર્ષણને વધુ એક નવો વળાંક આપ્યો છે.

આ પણ વાંચોઃ Gopal Italia પર જૂતું ફેંકનાર છત્રપાલસિંહે Gujarat First સાથે કરી વાતચીત

Tags :
Advertisement

.

×