Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jamnagar: જામ સાહેબ દિગ્વિજયસિંહજીને 'ભારત રત્ન' આપવાની માંગે જોર પકડ્યું, સાંસદના સૂરને જામનગરનો ટેકો

Jamnagar ના પૂર્વ રાજવી જામ સાહેબ દિગ્વિજયસિંહજીને મરણોત્તર 'ભારત રત્ન' આપવાની માંગ પ્રબળ બની છે. રાજ્યસભામાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આ મુદ્દો ઉઠાવ્યા બાદ, જામનગરમાંથી પણ તેને ટેકો મળ્યો છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પોલેન્ડના હજારો બાળકોને આશરો આપવા બદલ જામ સાહેબ આજે પણ પોલેન્ડમાં પૂજનીય છે, તેમજ સૌરાષ્ટ્રના 217 રજવાડાઓના એકીકરણમાં પણ તેમનું મહત્ત્વનું યોગદાન રહ્યું હતું.
jamnagar  જામ સાહેબ દિગ્વિજયસિંહજીને  ભારત રત્ન  આપવાની માંગે જોર પકડ્યું  સાંસદના સૂરને જામનગરનો ટેકો
Advertisement
  • Jamnagar: જામ સાહેબ દિગ્વિજયસિંહજીને મરણોત્તર ભારત રત્નની માગ પ્રબળ
  • રાજ્યસભાથી જામનગર સુધી એક જ સૂર કે ભારત રત્ન આપો
  • પોલેન્ડના બાળકોને જામ સાહેબે આપ્યો હતો આસરો: કેસરીદેવસિંહ ઝાલ
  • પોલેન્ડની સંસદથી ચોક સુધી પૂજાતા જામ સાહેબને ભારત રત્ન આપવાની માંગ
  • "સૌરાષ્ટ્રમા 217 રજવાડાઓને એક કરવાની જવાબદારી લીધી હતી"
  • "જામનગરના જામ સાહેબે ભારતનું નામ રોશન કર્યું"

Jamnagar:ભારત અને વિશ્વમાં માનવતા, વીરતા અને રાષ્ટ્રભક્તિના આદર્શ સ્થાપિત કરનાર જામનગરના દિવંગત રાજવી જામ સાહેબ દિગ્વિજયસિંહજી રણજીતસિંહજી(Digvijaysinhji Ranjitsinhji Jadeja)ને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન 'ભારત રત્ન' (મરણોત્તર)થી નવાજવાની માંગ હવે વધુ પ્રબળ બની રહી છે. તાજેતરમાં રાજ્યસભામાં આ મુદ્દો ઉઠાવાયા બાદ, હવે જામનગરની પ્રજા અને મહાનુભાવો દ્વારા પણ આ માંગને ભારપૂર્વક ટેકો જાહેર કરાયો છે.

પોલેન્ડના બાળકોના મસીહા: માનવતાનો અદ્ભુત વારસો

જામ સાહેબ દિગ્વિજયસિંહજીની માંગનું મુખ્ય કારણ બીજા વિશ્વયુદ્ધ દરમિયાનનું તેમનું અપ્રતિમ માનવતાવાદી કાર્ય છે. જ્યારે યુરોપ યુદ્ધની આગમાં સળગી રહ્યું હતું અને અનેક દેશોએ શરણાર્થીઓ(Refugees)ને આશરો આપવાનો ઇનકાર કરી દીધો હતો, ત્યારે જામ સાહેબે પોલેન્ડના 1000થી વધુ નિર્વાસિત બાળકોને પોતાના રજવાડામાં સુરક્ષિત આશરો આપ્યો હતો. તેમણે આ બાળકોને માત્ર આશરો જ નહોતો આપ્યો, પરંતુ તેમને પોતાના બાળકની જેમ સ્નેહ, શિક્ષણ અને તમામ સુવિધાઓ પૂરી પાડી હતી. આજે પણ જામ સાહેબ પોલેન્ડમાં એટલા જ વ્યાપ્ત અને પૂજનીય છે. પોલેન્ડની સંસદથી લઈને બગીચાઓ, ચોક અને શાળાઓ સુધી તેમના નામ પર સ્મારકો અને તકતીઓ સ્થાપિત છે. તેમની આ માનવતાવાદી ભૂમિકા ભારતનું નામ વૈશ્વિક મંચ પર ગૌરવથી રોશન કરે છે.

Advertisement

રાજ્યસભાથી Jamnagar સુધી એક જ સૂર

આ માંગને રાષ્ટ્રીય સ્તરે લઈ જવાનું શ્રેય રાજ્યસભાના સાંસદ અને વાંકાનેરના પૂર્વ રાજવી કેસરીદેવસિંહ ઝાલાને જાય છે, જેમણે સંસદમાં જામ સાહેબને 'ભારત રત્ન' આપવાનો પ્રબળ સુર ઉઠાવ્યો હતો. સાંસદના આ નિવેદનને પગલે જામનગરના અગ્રણી નાગરિકો અને ઇતિહાસકારોએ પણ આ માંગને બિરદાવી છે. સ્થાનિક અગ્રણી પ્રવિણસિંહએ ભારપૂર્વક જણાવ્યું કે, દેશીની આઝાદીમાં તેમનો મોટો ફાળો રહ્યો છે.  તેમએ કહ્યું ભારતની આઝાદી વખતે જે ત્રણ અગત્યની વ્યક્તિ ગાંંધીજી, ઝીણા અને જામ સાહેબ હતા. જામ સાહેબને રજવાડાઓની જવાબદારી હતી. તેમને બધાનો અવાજ રજૂ કરવાનો હતો.

Advertisement

રાષ્ટ્રીય એકીકરણમાં પણ મહત્ત્વની ભૂમિકા

જામ સાહેબનું યોગદાન માત્ર માનવતા પૂરતું સીમિત નથી. ભારતીય ગણરાજ્યના નિર્માણ સમયે, જ્યારે રજવાડાઓના વિલીનીકરણનો નાજુક સમય હતો, ત્યારે જામ સાહેબે સૌરાષ્ટ્રના રાજકીય એકીકરણમાં અત્યંત મહત્ત્વની અને નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. તેમણે સૌરાષ્ટ્રના કુલ 217 રજવાડાઓને એકત્રિત કરીને ભારતીય સંઘ સાથે જોડાવા માટે પ્રેરિત કર્યા હતા અને તેનું નેતૃત્વ સંભાળ્યું હતું. તેમનું આ કદમ ભારતીય એકતા અને અખંડિતતા માટે એક પાયાનો પથ્થર સાબિત થયો હતો.

આ પણ વાંચોઃ Surat: કડોદરાની સાડી મીલમાં ગંભીર દુર્ઘટના, મજૂરનો આખો હાથ છૂટો પડી ગયો પછી…!

Tags :
Advertisement

.

×